પૂર્વાલાપ

કવિ કાન્તનો કવિતાસંગ્રહ

પૂર્વાલાપ એ ૧૯૨૩માં મણિશંકર રત્નજી ભટ્ટ ઉર્ફે કવિ કાન્તનો મરણોત્તર પ્રકાશિત કવિતાસંગ્રહ છે.[] કાન્તે કરુણરસના ગ્રીક અને સંસ્કૃત ખ્યાલોને મિશ્રિત કરીને ખંડકાવ્યનું નવું સ્વરૂપ શોધ્યું છે. કાન્તે આ કૃતિ દ્વારા વસંતવિજય, ચક્રાવકમિથુન, દેવયાની અને સાગર અને શશી જેવી અનેક નોંધપાત્ર સાહિત્યિક કવિતાઓ આપી છે.[]

પૂર્વાલાપ
title page of Purvalap
લેખકમણિશંકર રત્નજી ભટ્ટ "કાન્ત"
દેશભારત
ભાષાગુજરાતી
વિષયપ્રેમ અને જીવનની કરુણતા
પ્રકારખંડકાવ્ય (કથા કાવ્ય), સોનેટ
પ્રકાશિત૧૯૨૩
પ્રકાશકમુનિકુમાર મણિશંકર ભટ્ટ
માધ્યમ પ્રકારમુદ્રિત
OCLC22860996
દશાંશ વર્ગીકરણ
891.471
LC વર્ગPK1859.B456 P8

સામગ્રી

ફેરફાર કરો
 
૧૯૦૧માં કાન્ત દ્વારા લખાયેલી પૂર્વાલાપની કવિતા તને હું જોઉં છું ચંદા

આ પુસ્તકની કવિતાઓ મુખ્યત્વે વ્યક્તિગત જીવન અને અવૈયક્તિક શોધનાના સંલયન સાથે સંકળાયેલી છે. વસંતવિજય કવિતા પાંડુના મૃત્યુ પહેલાંની એક મહત્વપૂર્ણ ક્ષણ સાથે સંકળાયેલી છે. તે શાપિત પાંડુની તેની પત્ની માદ્રી સાથેની જાતીય ઇચ્છા સાથે સંબંધિત છે, જેના પરિણામે તેનું મૃત્યુ થયું હતું. ચક્રાવકમિથુન નામની અન્ય કવિતા ચક્રાવક પક્ષી યુગલની લોકપ્રિય દંતકથા પર આધારિત છે, જે દરેક સાંજે અલગ થઈ જાય છે. વિપ્રયોગ, મનોહર મૂર્તિ અને આપણી રાત જેવી કેટલીક વધુ કવિતાઓ છે જે તેમની પત્ની પ્રત્યેની પ્રેમની તીવ્રતા દર્શાવે છે.[]

  1. Sisir Kumar Das (1991). History of Indian Literature: 1911-1956, struggle for freedom : triumph and tragedy. Sahitya Akademi. પૃષ્ઠ 574. ISBN 978-81-7201-798-9.
  2. ૨.૦ ૨.૧ Lal, Mohan (1991). Encyclopaedia of Indian Literature: Navaratri To Sarvasena. 4. Sahitya Akademi. પૃષ્ઠ 3471. ISBN 9788126012213.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો