પૅરિટી (અંગ્રેજી: Parity) અથવા સમતા એ તરંગવિધેયનો ગુણધર્મ છે. પૅરિટીનું મૂલ્ય કોઈપણ તરંગ સમ છે કે વિષમ તે દર્શાવે છે. જો તરંગવિધેય દર્શાવતા નિર્દેશાંક x, y, z ને અનુક્રમે -x, -y, -z લેવાથી, તરંગવિધેયમાં કંઈ ફેરફાર ન થાય તો તરંગવિધેયની પૅરિટી સમ અથવા ધન ગણાય છે, અને જો તરંગવિધેયનું ચિહ્ન બદલાય તો તેની પૅરિટી વિષમ અથવા ઋણ ગણાય છે.[]

  1. પટેલ, જોઈતારામ મોહનલાલ (૧૯૮૩). ભૌતિકવિજ્ઞાન. વિજ્ઞાન અને યંત્રવિદ્યા કોશ. અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી. પૃષ્ઠ ૨૪૭.