પોરબંદર સ્ટોન
પોરબંદર સ્ટોન અથવા પોરબંદરી પથ્થર એ ભારતના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર ક્ષેત્રના પોરબંદરના કાર્બોનેટ ખડકોમાં મળી આવેલા મિલિઓલાઈટ ચૂનાના ખડકો (લાઈમસ્ટોન) છે.[૧] [૨] બ્રિટીશ રાજ દરમ્યાન, બોમ્બે (હાલ મુંબઈ) ની ઘણી જાહેર ઇમારતોના બાંધકામમાં આ પથ્થરનો મોટા પ્રમાણમાં ઉપયોગ થતો હતો, જેમાં કે વિક્ટોરિયા ટર્મિનસ, નેસેટ ઇલિયાહૂ સિનેગૉગ, બોમ્બે હાઈકોર્ટ અને ક્રોફોર્ડ માર્કેટ ઈત્યાદિ સમાવેશ થાય છે.[૩][૪][૫]
આ પથ્થરનું નામ પોરબંદર શહેરથી આવ્યું છે જ્યાંથી તેને મુંબઈ અને અન્ય શહેરોમાં મોકલવામાં આવતા હતા. તેનો અર્થ એ નથી કે આ પથ્થર પોરબંદર શહેરમાંથી નીકળતા હતા; એવા પણ દાખલા છે કે અસલ પોરબંદર સ્ટોન કરતા નીચી કક્ષાના આ શહેરના પથ્થરોને અસલ 'પોરબંદર પથ્થર' તરીકે ઓળખાવી પધરાવી દેવામાં આવતા.[૬] મુંબઈ ઉપરાંત, મદ્રાસ અને કોચીનની અગ્રણી ઇમારતોમાં પણ આ પત્થર દેખાય છે.[૭] શિલ્પકારો અને આર્કિટેક્ટ્સ દ્વારા આ પથ્થરને ખૂબ કિંમતી બનાવવામાં આવ્યો હતો, અને ૧૯૧૭-૧૮ દરમિયાન લગભગ ૩૨,૪૨૦ ટન રાજ્યની બહાર કલકત્તા, મદ્રાસ, કરાંચી અને રંગૂન મોકલવામાં આવ્યો હતો.[૮]
ગ્રંથસૂચિ
ફેરફાર કરો- Survey of India, Geological (1921). Records of the Geological Survey of India, Volumes 51-52.
- Solomon, R. V.; Bond, J. W. (1992). Indian States: A Biographical, Historical, and Administrative Survey. Foreign and Colonial Compiling and Publishing Company. ISBN 9788120619654.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ Chapman, Frederick (February 1, 1900). "Notes on the Consolidated Æolian Sands of Kathiawar". Quarterly Journal of the Geological Society. 56 (1–4): 584–589. doi:10.1144/GSL.JGS.1900.056.01-04.32 – jgs.lyellcollection.org વડે.
- ↑ India, Geological Survey of (June 28, 1885). "Memoirs of the Geological Survey of India". order of the Government of India.
- ↑ Survey of India 1921: "...while the foraminiferal stone in Kathiawar is extensively used in Bombay and Karachi"
- ↑ Murray (Firm), John; Eastwick, Edward Backhouse (June 28, 1881). "Handbook of the Bombay Presidency: With an Account of Bombay City". John Murray.
- ↑ "Nomination documents" (PDF). whc.unesco.org. મેળવેલ 2020-06-28.
- ↑ India, Geological Survey of (June 28, 1885). "Memoirs of the Geological Survey of India". order of the Government of India.
- ↑ Lele, V. S. (1988). "Quaternary Formations in the Bhadar Valley-Western India". Bulletin of the Deccan College Research Institute. 47/48: 165–205. JSTOR 42930225.
- ↑ Solomon & Bond 1992