પ્રથમ વિશ્વ યુદ્ધ
પ્રથમ વિશ્વ યુદ્ધ અન્ય જાણીતા નામે મહાન યુદ્ધ એ એક વૈશ્વિક યુદ્ધ હતું જેનો ઉદ્ભવ યુરોપમાંથી થયો હતો. આ યુદ્ધ જુલાઇ ૨૮ ૧૯૧૪ થી નવેમ્બર ૧૧ ૧૯૧૮ સુધી ચાલ્યું હતું, તે સમયે આ યુદ્ધને "બધાં યુદ્ધોનો અંત કરનાર યુદ્ધ" કહેવામાં આવતું.[૧] આ યુદ્ધમાં ૬૦ મિલિયન યુરોપીયન સહિત કુલ ૭૦ મિલિયન સૈનિકો જોડાયા હતાં જેમણે આ યુદ્ધને વિશ્વના સૌથી ભયંકર યુદ્ધોમાંનુ એક બનાવ્યું હતું.[૨] આ યુદ્ધમાં ફ્રાંસ, બ્રિટન અને રશિયાના સાથી રાષ્ટ્ર સમૂહનો વિજય થયો હતો જ્યારે જર્મની, તુર્કી અને તેમના સહયોગી રાષ્ટ્રોનો પરાજય થયો હતો.[૩]
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "The war to end all wars". BBC News. 10 November 1998.
- ↑ Williams, Rachel (2014). Dual Threat: The Spanish Influenza and World War I. University of Tennessee Thesis: Trace: Tennessee Research and Creative Exchange. પૃષ્ઠ 4–10. મેળવેલ 10 September 2018.
- ↑ Crampton, R.J (July 1974). "The Decline of the Concert of Europe in the Balkans, 1913-1914". The Slavonic and East European Review. 52 (128): 395–398. JSTOR 4206914.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |