પ્રવરા નદી
ભારતની નદી
પ્રવરા નદી મહારાષ્ટ્રરાજ્યના અહમદનગર જિલ્લામાંથી પસાર થતી એક નદી છે. આ નદીમાં મુળા, આઢળા, મ્હાળુંગી જેવી ઉપનદીઓ મળે છે અને આ નદી આગળ જતાં ગોદાવરી નદીમાં ભળી જાય છે.
પ્રવરા | |
નદી | |
પ્રવરા નદી પરનો ધોધ
| |
દેશ | ભારત |
---|---|
રાજ્ય | મહારાષ્ટ્ર |
જિલ્લો | અહેમદનગર |
ઉપનદીઓ | |
- ડાબે | વાકી નદી, મ્હાળુંગી નદી |
- જમણે | મુલા નદી |
શહેરો | સંગમનેર, નેવાસા |
સ્થળ સીમાચિહ્નો | ભંડારદારા |
સ્ત્રોત | પશ્ચિમ ઘાટ |
- ઉંચાઇ | ૭૫૦ m (૨,૪૬૧ ft) |
- અક્ષાંસ-રેખાંશ | |
મુખ | ગોદાવરી નદી |
- સ્થાન | પ્રવરા સંગમ, અહમદનગર, નાહિક, મહારાષ્ટ્ર, ભારત |
- ઉંચાઇ | ૫૩૧ m (૧,૭૪૨ ft) |
- અક્ષાંસ-રેખાંશ | |
લંબાઈ | ૨૦૮ km (૧૨૯ mi) |
Basin | ૬,૫૩૭ km2 (૨,૫૨૪ sq mi) |
પ્રવરા નદીના કિનારા પર અકોલા, સંગમનેર, કોલ્હાર, નેવાસા વગેરે મુખ્ય ગામો વસેલા છે. આ નદીનો ઉદ્ગમ રતનવાડી ગામ પાસેથી થઈ પ્રવરાસંગમ પાસેથી વહીને ગોદાવરી નદીમાં ભળી જાય છે. પ્રવરા નદીના પ્રવાહને ભંડારદરા બંધ પાસેથી ઓઝર સુધી નહેર (કેનાલ) ગણવામાં આવે છે. આ નદીમાંથી અલગ અલગ કાંઠેથી બે નહેરો નીકળે છે.
નહેરો
ફેરફાર કરોનહેરનું નામ | ડાબા કાંઠા નહેર | જમણા કાંઠા નહેર |
---|---|---|
લંબાઈ (કિ.મી.) | ૭૭ | ૪૫ |
ક્ષમતા (ઘન આઇ/સેકન્ડ) | ૨૬.૩૬ | ૬.૮૨ |
પિયત વિસ્તાર (હેકટર) | ૫૯૬૨૫ | ૨૯૮૬૬ |
પિયત વિસ્તારમાં ખેતીની જમીન (હેકટર) | ૪૦૦૯૦ | ૨૩૬૫૦ |
બંધ
ફેરફાર કરોપ્રવરા નદી પર ભંડારદરા બંધ અને નિળવંડે બંધ એમ બે સિંચાઈ યોજનાઓ કાર્યરત છે.