પ્રસાદ બ્રહ્મભટ્ટ
ગુજરાતી લેખક
પ્રસાદ બ્રહ્મભટ્ટ (જન્મ ૮ ઓક્ટોબર ૧૯૫૧) ગુજરાતી વિવેચક, સાહિત્યિક ઈતિહાસકાર અને ચરિત્રકાર છે.
જીવન
ફેરફાર કરોપ્રસાદ બ્રહ્મભટ્ટનો જન્મ ૮ ઓક્ટોબર ૧૯૫૧ના રોજ મહેસાણા જિલ્લાના વિજાપુર ખાતે થયો હતો.[૧] તેઓએ ઇડરની આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે ફરજ બજાવી. ૧૯૮૦માં તેમણે 'રાજેન્દ્ર–નિરંજનયુગની કવિતા' એ વિષય પર શોધનિબંધ લખી પીએચ.ડી.ની પદવી મેળવી. આ શોધનિબંધ ૧૯૮૨માં પુસ્તકરૂપે પ્રગટ થયો.[૨]
પ્રદાન
ફેરફાર કરોપ્રસાદ બ્રહ્મભટ્ટે ૧૯૭૬માં સ્વામી દયાનંદ સરસ્વતીનુ જીવનચરિત્ર પ્રગટ કર્યું. આ શોધનિબંધ 'રાજેન્દ્ર–નિરંજનયુગની કવિતા' ૧૯૮૨માં પુસ્તકરૂપે પ્રગટ થયો. 'અર્વાચીન ગ્રીક કવિતા' તથા 'ત્રણ વિશિષ્ટ કવિ' તેમના અન્ય પુસ્તકો છે.[૨]
સંદર્ભો
ફેરફાર કરો- ↑ Dutt, Kartik Chandra (1999). Who's who of Indian Writers, 1999: A-M. New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ 194. ISBN 978-81-260-0873-5.
- ↑ ૨.૦ ૨.૧ બ્રહ્મભટ્ટ, પ્રસાદ (૧૯૮૧). પ્રહલાદ પારેખ. ગુજરાતી ગ્રંથકાર શ્રેણી (1st આવૃત્તિ). અમદાવાદ: કુમકુમ પ્રકાશન. પૃષ્ઠ vi. OCLC 9645742.