મહેસાણા જિલ્લો

ગુજરાતનો જિલ્લો

મહેસાણા જિલ્લો ગુજરાતનાં ઇશાન ખૂણે આવેલો છે. જિલ્લાનું વહિવટી વડું મથક મહેસાણા શહેર છે.

મહેસાણા જિલ્લો
જિલ્લો
મહેસાણા જિલ્લા પંચાયત ભવન
મહેસાણા જિલ્લા પંચાયત ભવન
જિલ્લાનું ગુજરાતમાં સ્થાન
જિલ્લાનું ગુજરાતમાં સ્થાન
દેશ ભારત
રાજ્યગુજરાત
મુખ્યમથકમહેસાણા શહેર
વિસ્તાર
 • કુલ૪,૩૩૮
વસ્તી (૨૦૧૧)
 • કુલ૨૦,૨૭,૭૨૭
સમય વિસ્તારભારતીય માનક સમય (UTC+૫:૩૦)
વાહન નોંધણીGJ -2
ઉત્તર ગુજરાતના જિલ્લાઓ

ઇતિહાસફેરફાર કરો

 
તોરણવાળી માતાના મંદિરનું પ્રવેશદ્વાર

ચાવડા વંશના મેહસાજી ચાવડાએ મહેસાણાની સ્થાપના કરી હતી. તેમણે શહેરના તોરણનું બાંધકામ કર્યું હતું અને તોરણ માતાનું મંદિર વિક્રમ સંવત ૧૪૧૪ ભાદરવા સુદ દસમ (ઇ.સ. ૧૩૫૮) ના રોજ બંધાવ્યું હતું.[૧] તેનો ઉલ્લેખ ઇ.સ. ૧૯૩૨ની જયસિંહ બ્રહ્મભટ્ટની કવિતામાં મળે છે.[૨][૩] સંવત ૧૮૭૯ના મણિલાલ ન્યાલચંદના પ્રગટ પ્રભાવી પાર્શ્વનાથમાં પણ તેનો ઉલ્લેખ છે. તેમાં મેહસાજીએ ચામુંડા મંદિર બંધાવ્યું હોવાનું જણાવાયું છે. જોકે એ સ્પષ્ટ છે કે નગરની સ્થાપના રાજપૂત શાસન દરમિયાન થઇ હતી. અન્ય એક કથા અનુસાર મેહસાજીએ નગર વિક્રમ સંવત ૧૩૭૫ (ઇ.સ. ૧૩૯૮)માં કરી હતી.[૪]

ગાયકવાડે બરોડા જીતી લીધું અને બરોડા સ્ટેટની સ્થાપના કરી. ઉત્તર ગુજરાતમાં તેમણે તેમનું શાસન વિસ્તૃત કર્યું અને પાટણને મુખ્ય મથક બનાવ્યું, ત્યારબાદ મુખ્ય મથક કડી અને પછી ૧૯૦૨માં મહેસાણા ખાતે ખસેડવામાં આવ્યું. બરોડા રાજ્યનો ઉત્તર વિભાગ ૮ મહાલોમાં વિભાજીત હતો. ગાયકવાડ રાજ્યે મહેસાણા સાથે વડોદરાને જોડતી રેલ્વે લાઇનની ૨૧ માર્ચ ૧૮૮૭માં શરૂ કરી હતી. સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ રાજમહલ તરીકે ઓળખાતો મહેલ વિક્રમ સંવત ૧૯૫૬માં તેમના પુત્ર ફતેહસિંહરાવ માટે બંધાવ્યો હતો, જે હવે ડિસ્ટ્રીક કોર્ટ તરીકે વપરાય છે.[૪][૩]

ભૂગોળફેરફાર કરો

મહેસાણા જિલ્લાની સરહદે ઉત્તર દિશામાં બનાસકાંઠા જિલ્લો, પશ્ચિમ દિશામાં પાટણ જિલ્લો તથા સુરેન્દ્રનગર જિલ્લો, દક્ષિણ દિશામાં ગાંધીનગર જિલ્લો તથા અમદાવાદ જિલ્લો તેમ જ પૂર્વ દિશામાં સાબરકાંઠા જિલ્લો આવેલા છે. જિલ્લાનું ક્ષેત્રફળ ૪,૩૩૮ ચોરસ કિ.મી. છે.

હવામાનફેરફાર કરો

મહેસાણા જિલ્લાની નજીકથી કર્કવૃત ૫સા૨ થતુ હોવાથી આ જિલ્લાની આબોહવા વિષમ પ્રકા૨ની જોવા મળે છે. ઉનાળામાં સખત ગ૨મી અને શિયાળામાં સખત ઠંડી ૫ડે છે. જિલ્લામાં વ૨સાદનું પ્રમાણ સરેરાશ ૮૦૦ થી ૧૨૦૦ મી.મી. જોવા મળે છે. જિલ્લામાં ગાઢ અને ગીચ જંગલો તેમજ ઉંચા ડુંગરો ન હોવાથી આ વિસ્તા૨ સૂકી અને અર્ધ સૂકી આબોહવા અનુભવે છે. ઘણી વખત આ જિલ્લો ઉષ્ણ કટીબંધિય ચક્રવાતનો ૫ણ ભોગ બને છે. દૈનિક તા૫માનનો ગાળો વધુ ૨હેવાને કા૨ણે પ્રજાની કાર્યક્ષમતા ૫૨ તેની અસ૨ જોવા મળે છે.

મહેસાણા જિલ્લામાં વ૨સાદનું પ્રમાણ સામાન્ય રીતે આશરે ૮૦૦ થી ૧૨૦૦ મી.મી. જેટલુ છે. કચ્છના ૨ણની અસ૨ તેમજ જંગલો અને ઉંચા ડુંગરોનું પ્રમાણ નહિવત હોવાથી મહેસાણા જિલ્લો અનાવૃષ્ટિનો સામનો કરે છે. મોસમી આબોહવા અનુભવતો આ જિલ્લો ઘણી વખત ચક્રવાતનો ભોગ ૫ણ બને છે. વ૨સાદની અનિશ્વિતતા તેમજ સિંચાઈની મર્યાદિત સગવડ હોવાને કા૨ણે લોકો ભુગર્ભ જળનો વધુ ઉ૫યોગ કરે છે.

વસ્તીફેરફાર કરો

આ જિલ્લામાં ૬૦૬થી વધારે ગામો છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે જિલ્લાની વસ્તી ૨૦,૨૭,૭૨૭ હતી જે પૈકીનાં ૨૨.૪૦% લોકો શહેરી વિસ્તારમાં વસવાટ કરે છે.[૫]

તાલુકાઓફેરફાર કરો

મહેસાણા જિલ્લાના તાલુકા અને જિલ્લાનું ભૌગોલીક સ્થાન
 1. ઊંઝા
 2. કડી
 3. ખેરાલુ
 4. બેચરાજી
 5. મહેસાણા
 6. વડનગર
 7. વિજાપુર
 8. વિસનગર
 9. સતલાસણા
 10. જોટાણા

ભૌગોલિક સ્થાન

ગુજરાતમાં સ્થાન


સંદર્ભફેરફાર કરો

 1. "Mehsana - History". NRI Division. Government of Gujarat. ૨૦૦૯. Retrieved ૧૭ માર્ચ ૨૦૧૩. Check date values in: |accessdate=, |year= (મદદ)
 2. "History". Government of Gujarat. Mehsana District Panchayat. ૧૭ જુલાઇ ૨૦૧૨. Retrieved ૧૭ માર્ચ ૨૦૧૩. Check date values in: |accessdate=, |date= (મદદ)
 3. ૩.૦ ૩.૧ "Mehsana Nagarpalika, Mehsana". WMehsana Nagarpalika. Retrieved ૧ ફેબ્રુઆરી ૨૦૧૭. Check date values in: |accessdate= (મદદ)
 4. ૪.૦ ૪.૧ S. B. Rajyagor, સંપા. (૧૯૭૫). Gujarat State Gazetteers: Mehsana District. Gujarat State Gazetteers. . Directorate of Government Print., Stationery and Publications, Government of Gujarat. pp. ૧, ૮૦૫–૮૦૬. Check date values in: |year= (મદદ)
 5. વસ્તી ગણતરી માહિતી

બાહ્ય કડીઓફેરફાર કરો

ગુજરાતના જિલ્લાઓ અને ગુજરાતનું ભૌગોલિક સ્થાન
એકત્રીત માહિતી
જિલ્લા અને­ જિલ્લા મથકો­ની યાદી
ક્રમ જિલ્લો જિલ્લા મથક
અમદાવાદ અમદાવાદ
અમરેલી અમરેલી
અરવલ્લી મોડાસા
આણંદ આણંદ
કચ્છ ભુજ
ખેડા નડીઆદ
ગાંધીનગર ગાંધીનગર
ગીર સોમનાથ વેરાવળ
છોટાઉદેપુર છોટાઉદેપુર
૧૦ જામનગર જામનગર
૧૧ જૂનાગઢ જુનાગઢ
૧૨ ડાંગ આહવા
૧૩ તાપી વ્યારા
૧૪ દાહોદ દાહોદ
૧૫ દેવભૂમિ દ્વારકા ખંભાળીયા
૧૬ નર્મદા રાજપીપળા
૧૭ નવસારી નવસારી
૧૮ પંચમહાલ ગોધરા
૧૯ પાટણ પાટણ
૨૦ પોરબંદર પોરબંદર
૨૧ બનાસકાંઠા પાલનપુર
૨૨ બોટાદ બોટાદ
૨૩ ભરૂચ ભરૂચ
૨૪ ભાવનગર ભાવનગર
૨૫ મહીસાગર લુણાવાડા
૨૬ મહેસાણા મહેસાણા
૨૭ મોરબી મોરબી
૨૮ રાજકોટ રાજકોટ
૨૯ વડોદરા વડોદરા
૩૦ વલસાડ વલસાડ
૩૧ સાબરકાંઠા હિંમતનગર
૩૨ સુરત સુરત
૩૩ સુરેન્દ્રનગર વઢવાણ
ભારતના નક્શામાં ગુજરાતનું સ્થાન