પ્રિયબાળા શાહ
પ્રિયબાળા શાહ (૧૩ જાન્યુઆરી ૧૯૨૦ – ૧૪ જાન્યુઆરી ૨૦૧૧) ગુજરાતી લેખક, સંશોધક અને ભારતીય સંસ્કૃતિ અને કલાના તજજ્ઞ હતાં.
જીવન
ફેરફાર કરોપ્રિયબાળા શાહનો જન્મ ૧૩ જાન્યુઆરી ૧૯૨૦ના રોજ અમદાવાદ ખાતે થયો હતો. ૧૯૩૮માં માતાના અવસાન બાદ એમનો ઉછેર અને શિક્ષણ એમના મોસાળ અમદાવાદમાં થયા હતા. ગાંધીવિચારથી પ્રભાવિત એમના મોસાળમાંથી જ એમનામાં ગાંધીજીના આદર્શોનું સિંચન થયું હતું.[૧]
૧૯૪૨માં મુંબઈ યુનિવર્સિટીમાંથી સંસ્કૃત અને ગુજરાતી વિષય સાથે બી.એની ઉપાધી મેળવ્યા બાદ, એમણે ૧૯૪૪માં પ્રાચીન ભારતીય સંસ્કૃતિ વિષય સાથે એમ.એ.ની ઉપાધી મેળવી હતી. ત્યારબાદ એમણે ૧૯૫૧માં A Dissertation on the Theory and Practice of Fine Arts as Found in Ancient India with Critical Edition of 'Vishnudharmottar Purana' શીર્ષકથી મહાનિબંધ લખી પીએચ.ડીની પદવી મેળવી હતી. ૧૯૫૨માં તેઓ વધુ અભ્યાસ માટે પેરિસ ગયા, જ્યાં એકોલ દ લુવ્રમાંથી એમને ૧૯૫૪માં ડિપ્લોમા ઇન મ્યુઝિયમનો અભ્યાસ સંપન્ન કર્યો અને ત્યારબાદ પેરિસની સોરવોન યુનિવર્સિટીમાંથી ૧૯૫૫માં ડી.લિટ.ની પદવી મેળવી ભારત પરત આવ્યાં.[૧]
તેઓ ૧૪ જાન્યુઆરી ૨૦૧૧ના રોજ મૃત્યુ પામ્યા હતા.[૨]
પુસ્તકો
ફેરફાર કરો- Descriptive Catalogue of Sanskrit Manuscript (Part I & II)
- Vishnudharmottara Purana
- પ્રાચીન ભારતીય સ્થાપત્ય અને શિલ્પ
- તિબેટ
- હિંદુ મૂર્તિવિધાન
- જૈન મૂર્તિવિધાન
- સૌરાષ્ટ્રનાં મંદિરોની ઝાંખી
- પથ્થર બોલે છે
- Temples of Gujarat
- The Sun Images
- Sari: Traditional Wear of Indian Women
- Tilak
સંદર્ભો
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ સાવલિયા, રામજીભાઈ (April 2006). "શાહ, પ્રિયબાળાબહેન". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ 21 (વૉ - ષ). અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૩૩૭–૩૩૮. OCLC 162213102.
- ↑ વાઘેલા, અરુણ (13 January 2019). "આજનો ઈતિહાસ - સંસ્કૃતિવિદ : પ્રિયબાળા શાહ (1920-2011)". દિવ્યભાસ્કર. મૂળ માંથી 7 April 2019 પર સંગ્રહિત. મેળવેલ 7 April 2019.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- Priyabala Shahનું સર્જન ગુગલ બુક્સ પર