ફાફડા

એક પ્રકારનું ફરસાણ

ફાફડા એ ચણાના લોટમાંથી બનતું ફરસાણ છે, જે મોટાભાગે જલેબી સાથે ખવાય છે.

ફાફડા, કઢી અને તળેલા લીલા મરચાં.
ફાફડા, જલેબી અને લીલી ચટણી.

ફાફડા ચણાના લોટ ઉપરાંત અડદની દાળના લોટમાં પણ બનાવવામાં આવે છે.[૧] સૌરાષ્ટ્રમાં આને તાણેલા ગાંઠીયા પણ કહેવાય છે. ફાફડાને સ્વાદીષ્ટ બનાવવા તેમાં અજમો ઉમેરવામાં આવે છે.

ગુજરાતી લોકો દશેરાનો તહેવાર (મોટે ભાગે સવારના પહોરમાં) ફાફડા-જલેબી ખાઈને ઉજવે છે.

સંદર્ભ ફેરફાર કરો

  1. "Fafada - ફાફડા - Snacks - નાસ્તા - Gujarati Food Recipes, Gujarati Recipes Online, Gujarati Dishes, Cooking, Traditional Gujarati cuisine, Microwave Recipes". www.desigujju.com (અંગ્રેજીમાં). મેળવેલ ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૭.