મુખ્ય મેનુ ખોલો

ઈમરતી અને જલેબી (જીલેબી, ઉર્દૂ=جلیبی, હિંદી=जलेबी, પંજાબી=ਜਲੇਬੀ જલેબી; બંગાળી=জিলাপী બંગાલીનું રોમનાઈઝેશન=જીલાપી;મરાઠી:जिलेबी / जिलबी; ફ્સ્સ્ર્સ્દ્ર્ર્(પર્શિયન: زولبیا ઝુલ્બીઆ) એ ભારતીય ઉપમહાદ્વીપના દેશોમાં જેમકે ભારત પાકિસ્તાન નેપાળ અને બાંગ્લાદેશમાં પ્રસિદ્ધ છે. ખીરાને તળી તેને સાકરની ચાસણીમાં બોળીને બનાવાય છે. આને ગરમ કે ઠંડી એમ બનેં રીતે ખઈ શકાય છે. આ અમુક હદે ચવાય એવી હોય છે જેની બહારની સપાટી પર સાકરની ચાસણી ઘની ભૂત થાય છે. આમાં સાકર અમુક હદે અથાય છે જે આ વાનગીને એક અનૂઠો સ્વાદ આપે છે. આનેમળતી આવતી વાનગી ઈમરતી છે, જે લાલાશ પડતી હોય છે અને વધુ મીઠી હોય છે,જે ઉત્તર પ્રદેશમાં મળે છે. ઉડિસા (ઓરિસ્સા)માં મળતી છેના જલેબી તરીકે ઓળખાય છે.

જલેબી
Jalebi (sweet).jpg
દક્ષિણ એશિયામાં પીરસાતી જલેબી
અન્ય નામોજીલેબી, જીલાપી, ઝુલ્બીઆ (મધ્ય પૂર્વ), જેરી (નેપાળ)
વાનગીમિષ્ટાન
ઉદ્ભવમધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રીકા
વિસ્તાર અથવા રાજ્યદક્ષિણ એશિયા
મુખ્ય સામગ્રીમેંદો, કેસર, ઘી, સાકર
વિવિધ રૂપોજાંગીરી કે ઈમરતી
ખાદ્ય શક્તિ
(per serving)
૧૩૦ પ્રતિ ખોરાક કિલોકેલરી

ભારતમાંઉત્સવોની મિઠાઈ તરીકે ખાસ કરીને રાષ્ટ્રીય તહેવારો જેમ કે સ્વાતંત્ર્ય દિવસ એ કે ગણતંત્ર દિવસ સરકારી કાર્યાલય અને સંરક્ષણ કે અન્ય કાર્યાલયમાં ખવાય છે. તે જ રીતે પાકિસ્તાનમાં પન જલેબી એક લોકપ્રિય મિઠાઈ છે. આને ઘણી વખત જલીબી પણ કહે છે.

[૧]

આ વાનગીનો પહેલો લીપી બદ્ધ ઉલ્લેખ ૧૩મી સદીમાં મુહમ્મદ બીન હસન અલ્-બગદાદી દ્વારા રચિત રાંધણ પુસ્તકમાં મળે છે(જોકે યહુદી લોકો તે પહેલાં પણ આ વાનગી ખાતા આવ્યાં છે). ઈરાનમાં આ ઝ્લેબિયા તરીકે ઓળખાય છે અને રમજાનના મહીનામાં ગરીબોને દાનમાં અપાય છે. આ વાનગી મોગલ શાસન કાળ દરમ્યાન થયેલા સાં સ઼્ર્તિક ભેળમાં ભારત આવી હોવાનું મનાય છે અને ઝ અક્ષર ભારતીય ભાષામાં જ એ લઈ લીધો. ભારતીય સાહિત્યમાં આનો સૌ પ્રથમ ઉલ્લેખ ૧૪૫૦માં જીનસુરા રચિત જૈન રચના - પ્રિયમકર્ણર્પપકથા માં મળી આવે છે. આ પુસ્તકનો ઉલ્લેખ - સંદર્ભ ત્યાર બાદના રાંધણ પુસ્તકોમાં મળી આવે છે. ૧૭મી સદીના રઘઘુનાથ દ્વારા રચિત પાકશાસ્ત્ર પુસ્તક ભોજન-કુતુહલ માં પણ ઉપરના સંદર્ભનો ઉલ્લેખ છે.આની ઉપરથે એમ પાકી રીતે કહી શકાય કે કમ સે સકમ છેલ્લાં ૫૦૦ વર્ષોથી જલેબી ભારતીય ઉપમહા દ્વીપમાં અસ્તિત્વ ધરાવે છે. [૨]

ભૌગોલિક વિતરણફેરફાર કરો

પર્શિયન ભાષામાં જલેબી માટે શબ્દ છે "ઝુલ્બીયા" In ઈજીપ્ત, લેબેનાન અને સિરિયામાં આને ઝલાબીયા કહે છે.[૩] In the માલદીવ્સમાં આને "ઝીલેબી" કહે છે. નેપાળમાં આને જેરી કહે છે જે જીંગરી અને મોગલ શાસક જાહાંગીર પરથી ઉતરી આવ્યો છે.[૪]

મોરોક્કો, અલ્જીરિયા અને ટ્યુનિશિયા માં આને ઝેલ્બીયા કે ઝ્લાબીયા કહે છે.

વધુ વાંચનફેરફાર કરો

સંદર્ભફેરફાર કરો

બાહ્ય કડીઓફેરફાર કરો