ફેબ્રુઆરી ૩૦ ગ્રેગોરીયન પંચાંગ સિવાયનાં કેટલાક પંચાંગમાં આવે છે. ગ્રેગોરીયન પંચાંગમાં ફેબ્રુઆરી માસમાં ફક્ત ૨૮ અને લિપ વર્ષ હોય તો ૨૯ દિવસો હોય છે.

સ્વિડિશ પંચાંગ

ફેરફાર કરો
 
સ્વિડિશ પંચાંગ ફેબ્રુઆરી ૧૭૧૨

સ્વિડિશ સામ્રાજ્ય (ત્યારે ફીનલેંડ સહિત)એ ૧૭૦૦ની શરૂઆતમાં જુલિયન પંચાંગને બદલે ગ્રેગોરીયન પંચાંગ અપનાવવાનું આયોજન કર્યું હતું. આ માટે તેમણે પછીનાં ૪૦ વર્ષ સુધી લિપ દિવસનો ત્યાગ કર્યો. જો કે ફેબ્રુઆરી ૧૭૦૦માં લિપ દિવસનો ત્યાગ થયો તે જ વર્ષમાં 'મહાન ઉત્તરીય યુદ્ધ'નો આરંભ થયો, આને કારણે તેઓનું ધ્યાન પંચાગ પરથી હટી અને યુદ્ધમાં પરોવાયું અને પછીના બે પ્રસંગે તેઓ લિપ દિવસનો ત્યાગ કરવાનું ચૂકી ગયા. આ કારણે પછીનાં બે વર્ષ ૧૭૦૪ અને ૧૭૦૮ લિપ વર્ષ તરીકે ચાલું રહ્યાં.

આ ગૂંચવાડો દૂર કરવા અને આગળ ક્ષતિ નિવારવા ૧૭૧૨માં એક વધારાનો લિપ દિવસ ઉમેરી અને જુલિયન પંચાંગ ફરી અપનાવવામાં આવ્યું. આ કારણે તે વર્ષના ફેબ્રુઆરી માસને ૩૦ તારીખ પણ આપવામાં આવી. આ તારીખ જુલિયન પંચાંગમાં ૨૯ ફેબ્રુઆરી અને ગ્રેગોરીયન પંચાંગમાં ૧૧ માર્ચ સદ્દશ હતી. અંતે સ્વિડને ૧૭૫૩માં ફેબ્રુઆરીના છેલ્લા ૧૧ દિવસો બાદ કરીને ગ્રેગોરીયન પંચાંગ અપનાવ્યું હતું.

સોવિયેત પંચાંગ

ફેરફાર કરો

જો કે ઘણાં સ્રોત ભૂલભરેલી રીતે જણાવે છે કે ૧૯૨૯-૧૯૪૦ના સમયગાળામાં સોવિયેત યુનિયનમાં ૩૦ દિવસના મહિનાની પ્રથા જ હતી, હકિકતમાં સોવિયેત પંચાંગમાં ૫ દિવસ અને ૬ દિવસનું અઠવાડિયું માત્ર કામના દિવસો અને રજાના દિવસોનાં આયોજન માટે જ વપરાતું હતું. રોજબરોજના ઉપયોગમાં આવતું પરંપરાગત પંચાંગ ગ્રેગોરીયન પંચાંગ પ્રમાણેના માસ અને દિવસો જ દર્શાવતું હતું, જેમાં ફેબ્રુઆરીમાં ૨૮ કે ૨૯ દિવસો જ હતા. આથી સોવિયેત પંચાંગમાં ફેબ્રુઆરી ૩૦ છે નહીં.[]

પહેલાંનું જુલિયન પંચાંગ

ફેરફાર કરો

૧૩મી સદીના વિદ્વાન સૅક્રોબોસ્કોનો દાવો હતો કે ઈ.પૂ. ૪૫ અને ઈ.પૂ. ૮ વચ્ચે જુલિયન પંચાંગનાં લિપ વર્ષમાં ફેબ્રુઆરીના ૩૦ દિવસો હતા. આરોપ પ્રમાણે સિઝર ઓગસ્ટ્સે પોતાના નામના ઓગસ્ટમાસને પોતાના પાલક પિતા જુલિયસ સિઝરના નામના જુલાઇ માસ સમકક્ષ દિવસોનો કરવા માટે ફેબ્રુઆરી માસનો એક દિવસ ઓછો કરી જુલાઇમાં જોડી દીધો. જો કે બધા જ ઐતિહાસિક પુરાવાઓ સૅક્રોબોસ્કોના આ મતનું ખંડન કરે છે.

સુધારાવાદી પંચાંગ

ફેરફાર કરો

’સિમેટ્રી ૪૫૪’ પંચાંગમાં ફેબ્રુઆરી ૩૦ હોય છે.

કૃત્રિમ પંચાંગ

ફેરફાર કરો

કૃત્રિમ પંચાંગમાં પણ ફેબ્રુઆરીના ૩૦ દિવસ હોઈ શકે છે. દા.ત. આંકડાશાસ્ત્રના પ્રચલિત મોડૅલમાં બારે માસને ૩૦ દિવસ આપી સરલીકરણ કરાતું હોય છે. હેડલી સેન્ટર સામાન્ય પ્રસરણ મોડૅલ તેનું ઉદાહરણ છે. આવા અન્ય ઉદાહરણ પણ અંગ્રેજી લેખમાં મળશે.

આ પણ જુઓ

ફેરફાર કરો
  1. ૩૦ દિવસના માસની તરફેણ અને વિરુદ્ધ બંન્નેનાં વ્યાપક સ્રોત માટે, જુઓ સોવિયેત પંચાંગ.
  • The Oxford Companion to the Year. Bonnie Blackburn & Leofranc Holford-Strevens. Oxford University Press 1999. ISBN 0-19-214231-3. Pages 98–99.


બાહ્ય કડીઓ

ફેરફાર કરો