લિપ વર્ષ
ગ્રેગોરીયન પંચાંગ પ્રમાણે વર્ષના ૧૨ મહિનાઓ નક્કી કરવામાં આવ્યા છે. આ ૧૨ મહિનામાં બીજા ક્રમે ફેબ્રુઆરી મહિનો આવે છે. ફેબ્રુઆરી મહિનાના ૨૮ દિવસ હોય છે,પરંતુ દર ૪ વર્ષે આવતા લિપ વર્ષ દરમ્યાન ૨૯ દિવસ હોય છે. જે વર્ષનો ચાર વડે નિ:શેષ ભાગાકાર કરી શકાય તે વર્ષને લિપ વર્ષ કહેવાય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો વર્ષ ૧૯૯૨, ૧૯૯૬, ૨૦૦૦, ૨૦૦૪, ૨૦૦૮, ૨૦૧૨, ૨૦૧૬ વગેરે વર્ષને લિપ વર્ષ કહે છે.
૧ વર્ષના ૩૬૫ દિવસ હોય છે, પરંતુ લિપ વર્ષમાં ૧ વર્ષના ૩૬૬ દિવસ હોય છે. આ વધારાનો દિવસ ફેબ્રુઆરી મહિનામાં આવે છે.
કારણ
ફેરફાર કરોપૃથ્વીને સૂર્યની આસપાસ ફરવા માટે ૩૬૫ દિવસો નહી પણ ૩૬૫ અને ૧/૪ એટલે કે લગભગ ૩૬૫ અને વધારાનો પા દિવસ લાગે છે. આવા પા ભાગની ગણતરી અગવડ ભરેલી છે. દર ચાર વર્ષે આવા ૪ પા ભાગને જોડીને એક દિવસ વધુ જોડી પૃથ્વીના ભ્રમણની ગણનાને સુધારી લેવાય છે. એમ ન કરીએ તો સૂર્યના પૃથ્વી સાપેક્ષ સ્થાનમાં ગડબડ થઇ શકે છે.