બપૈયો
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Animalia
Phylum: Chordata
Class: Aves
Order: કોકિલાકાર
Family: કોકિલ કુળ
Genus: 'Cuculus'
Species: ''C. varius''
દ્વિનામી નામ
Cuculus varius
(Vahl, 1797)
સમાનાર્થી (વૈજ્ઞાનિક વર્ગીકરણ)/અન્ય નામ

Hierococcyx varius

કદ અને દેખાવ

ફેરફાર કરો

કદમાં કોયલથી નાનો અને રાખોડી રંગ,ગરદન ઉપર આછો મેંદીયો,પેટાળ પર રાખોડી ધોળો,અને અંદર ક્થ્થાય મેંદીયા લીટા જોવા મળે છે.પૂંછડી પહોળી પટ્ટાદાર અને તેની ઉડાન શકરાને મળતી આવે છે,આથી બપૈયો જ્યારે ઉડે છે ત્યારે બીજા નાના પક્ષીઓ ભયસૂચક અવાજ કરે છે.

વિસ્તાર

ફેરફાર કરો

બપૈયો વર્ષારૂતુ સિવાય ભાગ્યેજ જોવા મળે છે.તે ભારતનાં મોટાભાગનાં પ્રદેશોમાં,છેક હિમાલયમાં ૮૦૦મી.સૂધી,પાકિસ્તાન,બાંગ્લાદેશ અને શ્રીલંકામાં પણ જોવા મળે છે.


વર્ષાના સમયમાં રાતના તે 'પીપીહુ પી પીહુ' તેવો અવાજ સતત ૫ થી ૬ વખત કરે છે.


આ પણ કોયલ કુળનું પક્ષી હોય માળો બાંધવામાં માનતું નથી,તે લલેડાના ખુલ્લા વાટકા જેવા માળામાં,લલેડાંનાં ઇંડા જેવાજ ભૂરા રંગના,ઇંડા મૂકી દે છે.પોતાના ઇંડા લલેડાના માળામાં મૂકવા માટે તે પોતાના રંગ અને ઉડાનનો ઉપયોગ લલેડાને ડરાવવા માટે કરે છે.તેને દુરથી ઉડી આવતો જોય લલેડું પોતાનો માળો મૂકી ભાગી જાય છે,ત્યારે તે પોતાનું ઇંડુ તેમા મૂકીદે છે.તે માર્ચ થી જૂન માસમાં ઇંડા મૂકે છે.