બર્ટોલ્ટ બ્રેખ્ત વીસમી સદીના એક પ્રખ્યાત જર્મન કવિ, નાટ્યકાર અને નાટ્ય નિર્દેશક હતા.[] બીજા વિશ્વયુદ્ધ પછી, બ્રેખ્તે તેની પત્ની હેલન વાઈગર સાથે મળીને બર્લિન એન્સેમ્બલ નામની એક થિયેટ્રિક જૂથની રચના કરી અને યુરોપના વિવિધ દેશોમાં તેમના નાટકો રજૂ કર્યા.

બર્ટોલ્ટ બ્રેખ્ત
જન્મયુજેન બર્ટોલ્ટ ફ્રેડરિક બ્રેખ્ત
(1898-02-10)10 February 1898
ઔગ્સ્બુર્ગ, જર્મન સામ્રાજ્ય
મૃત્યુ14 August 1956(1956-08-14) (ઉંમર 58)
પૂર્વ બર્લિન, પૂર્વ જર્મની
વ્યવસાય
  • નાટ્યકાર
  • નાટ્ય નિર્દેશક
  • કવિ
રાષ્ટ્રીયતાજર્મન
જીવનસાથીઓ
  • મારિન્ને ઝોફ્ફ
    (લ. 1922; છૂ. 1927)
  • હેલન વાઈગર (લ. 1930)
સહી

યુજેન બર્ટોલ્ટ ફ્રેડરિક બ્રેખ્તનો (બાળપણનું નામ) જન્મ જર્મનીના ઔગ્સ્બુર્ગમાં થયો હતો. બ્રેખ્તની માતા એક ધર્મનિષ્ઠ પ્રોટેસ્ટંટ સ્ત્રી હતી જ્યારે તેના પિતા કેથોલિક હતા.[] તેના પિતા સ્થાનિક પેપર મિલમાં કામ કરતા હતા, જેમાં પ્રગતિ કરીને તે કંપનીના ડિરેક્ટર બન્યા.[] બ્રેખ્તનું પ્રારંભિક શિક્ષણ તેમના વતન ઔગ્સ્બુર્ગમાં થયું હતું. ૧૯૧૭ માં તે મ્યુનિખ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા ગયા. અહીં તેમણે ઉચ્ચ અભ્યાસ માટે ચિકિત્સાશાસ્ત્રની પસંદ કરી. પરંતુ તેમનું મન તેમાં ન લાગ્યું. મ્યુનિખ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વખતે, બ્રેખ્તને કવિતા અને નાટકમાં રસ પડયો. તેમની રચનાઓ ત્યાંના સ્થાનિક અખબારોમાં પ્રકાશિત થવા લાગી. પ્રથમ વિશ્વ યુદ્ધ શરૂ થયું ત્યારે બ્રેખ્તની ઉમ્ર ફક્ત ૧૬ વર્ષની હતી. પ્રથમ વિશ્વયુદ્ધ સમયે જ તેમને સૈન્યમાં જોડાવાની તક મળી. તેમને આર્મીની મેડિકલ કોર્પ્સમાં રાખવામાં આવ્યા હતા. યોગાનુયોગ, તેમની નિમણૂક તેમના ઔગ્સ્બુર્ગ શહેરમાં થઈ. સૈન્યમાં સેવાને કારણે તેમની કાવ્યાત્મક સંવેદના પર યુદ્ધની વિનાશક ભયાનકતાની ઊંડી અસર થઈ હતી.

નાટ્ય સિદ્ધાંત

ફેરફાર કરો

બ્રેખ્તે તેમની રચનાઓ માટે જે તેમણે પસંદ કરેલી વિચારધારા હતી તેની સાથે આજીવન સંકળાયેલા રહ્યા હતા. તેમણે નાટકો દ્વારા માર્કસવાદી વિચારધારા ફેલાવવા માટે એપિક થિયેટર નામની એક નાટક મંડળી પણ બનાવી. ગુજરાતીમાં એપિક થિયેટર લોક નાટક તરીકે ઓળખાય છે. બ્રેખ્તે એરિસ્ટોટલના પરંપરાગત નાટ્ય સિદ્ધાંતોથી સંપૂર્ણપણે અલગ તથા મૌલિક સિદ્ધાંતની રચના કરી. તેમણે દલીલ કરી હતી કે મંચ પર જે થાય છે, તેનાથી પ્રેક્ષકો એકીકૃત ન થવા જોઈએ. બ્રેખ્તે પોતાના આ સિદ્ધાંતમાં ભારતીય રંગભૂમિ, લોક્નાટય અને નૃત્ય શૈલીમાંથી અનેક તત્વો ગ્રહણ કાર્યો હતો.[]

સાહિત્યિક કારકિર્દી

ફેરફાર કરો

જર્મન રંગભૂમિ માટે ૨૦ વર્ષની વયે બ્રેખ્તે પ્રથમ નાટક ‘બાલ’ લખ્યું અને તેમની ‘ભભૂકતા યુવાનની કાળઝાળ બંડખોર મુદ્રા’ ઉપસી આવી. આ સમયે આપખુદ હિટલરની સત્તા વધી રહી હતી. જયારે તત્ત્કાલીન સોવિયેત સંઘમાં સ્ટાલિનનો ભરડો કલાને કચડી રહ્યો હતો, છતાં પણ કેટલાક કલાકારો ‘સંપતિની સમાન વહેચણી’ ના સમર્થનમાં હતા જેમાં બ્રેખ્ત અને તેની પત્ની હેલન વાઈગરનો મુખ્ય ફાળો હતો. ૧૯૨૦માં તેમણે પહેલું લોકપ્રિય નાટક ‘થ્રી પેની ઓપેરા’ લખ્યું, ત્યારબાદ બીજા વર્ષે ‘સેન્ટ જોન ઓફ સ્ટોકયાર્ડ’ ની રચના કરી.[]

કેટલીક રચનાઓ

ફેરફાર કરો
  1. બાલ
  2. થ્રી પેની ઓપેરા
  3. સેન્ટ જોન ઓફ સ્ટોકયાર્ડ
  4. એક્સેપ્શન એન્ડ ધ રુલ
  5. ધ મેઝર (૧૯૩૦ મેકિસમ ગોર્કીની નવલકથાનું નાટ્ય રૂપાંતર)
  6. ગેલેલિયો (૧૯૩૮)
  7. મધર કરેજ (૧૯૩૯)
  8. સેટ્ઝુઆન (૧૯૪૦)
  9. કોકેશિયન ચોક સર્કલ (૧૯૪૪)

આમાંના અનેક નાટકો ભારતની વિવિધ ભાષામાં ભજવાયાં છે અને તેમનો ગુજરાતી અનુવાદ પણ થયો છે.[]

ગ્રંથ સૂચિ

ફેરફાર કરો
  • Thomson, Peter. 1994. "Brecht's Lives". In Thomson and Sacks (1994, 22–39).
  • Smith, Iris. 1991. "Brecht and the Mothers of Epic Theater". Theatre Journal 43: 491–505.

સંદર્ભો

ફેરફાર કરો
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ બારાડી, હસમુખ (૨૦૦૧). "બ્રેખ્ત, બર્ટોલ્ટ". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૧૪. અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૧૯૫.
  2. "Brecht-Weigel-Gedenkstätte-Chausseestraße 125-10115 Berlin-Akademie der Künste – Akademie der Künste – Berlin".
  3. Thomson (1994, 22–23). See also Smith (1991)