બર્નાર્ડો આલ્બર્ટો હોસી
બર્નાર્ડો આલ્બર્ટો હોસી (અંગ્રેજી: Bernardo Alberto Houssay) આર્જેન્ટીનાના એક વૈજ્ઞાનિક હતા. એમનો જન્મ આર્જેન્ટીનાના બ્યુનોસ એરિસ શહેર ખાતે થયો હતો. નાનપણથી જ વિજ્ઞાનમાં રસ ધરાવતા બર્નાર્ડો હોસી બ્યુનોસ એરિસ ખાતેની કોલેજમાં દાક્તરી વિભાગમાં અભ્યાસ કરી, એ જ કોલેજમાં ફિઝિયોલોજીના પ્રોફેસર તરીકે કાર્યરત થયા હતા.
બર્નાર્ડો આલ્બર્ટો હોસી | |
---|---|
જન્મ | ૧૦ એપ્રિલ ૧૮૮૭ ![]() બ્યુનોસ એરેસ ![]() |
મૃત્યુ | ૨૧ સપ્ટેમ્બર ૧૯૭૧ ![]() બ્યુનોસ એરેસ ![]() |
અભ્યાસનું સ્થળ | Facultad de Medicina, Colegio Nacional de Buenos Aires ![]() |
પુરસ્કાર |
આગળ જતાં એમણે મગજની અંદર રહેલી પિટ્યુટરી ગ્રંથિ અંગે સંશોધન કરી એમાંથી પેદા થતા હોર્મોનની ઈન્સ્યુલીન તથા શરીર માટે શક્તિ મેળવવાની પ્રક્રિયામાં તેની ભૂમિકા અંગે સંશોધન કરી શોધ કરી હતી. આ શોધ બદલ એમને નોબૅલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું[૧]. એમની આ શોધને કારણે લોહીમાં શર્કરાનું પ્રમાણ કેટલું હોય છે તેની જાણ થઈ અને આ પ્રમાણ જાળવવા માટેની દવાઓ શોધાઈ હતી.
સંદર્ભફેરફાર કરો
- ↑ "The Nobel Prize in Physiology or Medicine 1947". NobelPrize.org (અંગ્રેજી માં). Retrieved 2019-03-23. Check date values in:
|accessdate=
(મદદ)
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |