બાજવા રેલવે સ્ટેશન (સ્ટેશન કોડ: BJW) એક મહત્વનું રેલમથક છે, જે વડોદરા શહેરની ઉત્તર દિશામાં ભારતીય રેલવેના પશ્ચિમ રેલવે ઝોનમાં આવેલ છે. આ રેલસ્થાનક પરથી ગુજરાત રિફાઇનરી માટે પેટ્રોલ ડિઝલ અને કાચું ખનીજ તેલ ભરવા/ખાલી કરવામાં આવે છે. બાજવા રેલ્વે સ્થાનક પરથી ગુજરાત રાજ્ય ફર્ટિલાઇઝર કંપનીનું ખાતર પણ ભરવામાં આવે છે.