બજરંગદાસબાપા

સંત
(બાપા સીતારામ થી અહીં વાળેલું)

બજરંગદાસભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાનાં મહુવા તાલુકાનાં બગદાણા ગામે થયેલ સંત હતા. તેઓ બજરંગદાસ બાપા, બાપા સીતારામ અથવા માત્ર બાપા તરીકે પણ ઓળખાય છે.

બાપા સીતારામનું મંદિર, અમરાપુર, જામનગર

જીવન ફેરફાર કરો

બજરંગદાસ બાપાનું મૂળ કુટુંબ રાજસ્થાનથી હતું. મૂળથી એ રામાનંદી સાધુ અને ભાવનગર જિલ્લામાં વર્ષોથી સ્થાયી થયા હતા. ૧૯૦૬માં (ચોક્કસ તારીખની માહિતી નથી) ઝાંઝરીયા હનુમાન મંદિરમાં ગામ અધેવાડામાં ભકિતરામ તરીકે માતા શિવકુંવરબાના ખોળામાં તેમનો જન્મ થયો. એમના પિતાજીનું નામ હરીદાસ બાપુ હતું. ભકિતરામ ૧૧ વર્ષની નાની વયે સાધુઓના સંપર્કમાં આવ્યા. અયોધ્યામાં તેમની મુલાકાત તેમના ગુરૂ સીતારામ બાપુ સાથે થઈ. તેઓ તેમના શિષ્ય બન્યા.

તેમના કેટલાક પ્રસિદ્ધ પરચા છે. જેમકે, એક વાર જ્યારે બાપા બજરંગદાસ ઊનાળાના સમયમાં મુંબઈમાં સાધુની જમાત જોડે હતી. ત્યારે સાધુની જમાતે પાણી પીવાની ઈચ્છા વ્યકત કરી ત્યાં પીવાના પાણીની ખૂબ અછત હતી. ગુરૂજીએ બાપાને પાણીની વ્યવસ્થા કરવાનું કહ્યું. ગુરુજીની આજ્ઞા માની ને બાપા બજરંગદાસે ત્યાં મુંબઈમાં દરીયાકીનારે એક ડાર બનાવ્યો, (દરીયાની રેતીમાં હાથથી ખાડો ખોદી ને પાણી કાઢવુ તે) અને એ ડારમાંથી મીઠુ પાણી નીકળ્યુ. ઔરંગાબાદમાં તેમણે એક બાળકને તેના ઘરની અગાસી પરથી નીચે પડી ગયેલું અને બાપાએ તેને તેડી ને બચાવી લીધેલું. એક વાર જયારે બાપા તેમના ગુરુ અને તેમની સાધુ જમાત જોડે જંગલમાંથી પસાર થતા હતા ત્યારે સિંહોનું ટોળું રસ્તામાં મળ્યું અને બાપા એ તેમને સીતારામ નામનો મંત્ર કર્યો અને તેમના રસ્તા પરથી ટોળાને હટી જવા આદેશ આપ્યો અને સાધુની જમાત આગળ વધી.

તેઓ સુરત (લક્ષ્મીનારાયણ મંદિર), હાનોલ (રણજીત હનુમાનજી), ભાવનગર, પાલિતાણા, જેસર વગેરે જગ્યાઓએ ફરતા અને સેવા કરતા કાલમોદર પહોંચ્યા. અહીં તેમણે સપ્તાહ કરી અને ત્રણ વર્ષ અહીં રહ્યા. બાપા ત્યાર પછી બગદાણા આવ્યા અને ત્યાં સ્થાયી થયા.

બગદાણાનો ગુરૂ આશ્રમ તેમના શ્રદ્ધાળુઓ માટે યાત્રાધામ છે. બાપા સીતારામની મઢૂલીઓ સૌરાષ્ટ્રના કેટલાય ગામોમાં આવેલી છે.

બાહ્ય કડીઓ ફેરફાર કરો