બાબા લુલુઇની મસ્જિદ, કે જેને બાબા લવલવીની મસ્જિદ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારતના અમદાવાદના બેહરામપુરા વિસ્તારમાં આવેલી એક મધ્યયુગીન મસ્જિદ અને મકબરાનું સંકુલ છે.

બાબા લુલુઈની મસ્જીદ
બાબા લુલુઈની મસ્જીદ
ધર્મ
જોડાણઇસ્લામ
સ્થિતિસક્રીય
સ્થાન
સ્થાનબેહરામપુરા, અમદાવાદ
નગરપાલિકાઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
રાજ્યગુજરાત
બાબા લુલુઈની મસ્જીદ is located in ગુજરાત
બાબા લુલુઈની મસ્જીદ
ગુજરાતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ23°00′32″N 72°34′33″E / 23.008867°N 72.575786°E / 23.008867; 72.575786
સ્થાપત્ય
સ્થાપત્ય પ્રકારમસ્જીદ અને મકબરો
સ્થાપત્ય શૈલીભારતીય-ઇસ્લામી વાસ્તુ
સ્થાપકબાબા લુલુઈ
પૂર્ણ તારીખ1560

ઇતિહાસ અને સ્થાપત્ય ફેરફાર કરો

આ મસ્જીદ બાબા લુલુઇ, અથવા બાબા મોહમ્મદ જાફર દ્વારા ઈ.સ. ૧૫૬૦ માં બંધાવવામાં આવી હતી, તેમને એક મોતીના વેપારી માનવામાં આવે છે. મસ્જીદના આંતરિક પરિમાણો આ પ્રમાણે છે: લંબાઈ ૬૯ ફુટ અને પહોળાઈ ૬૮ ફૂટ. અહીં બે થાંભલા છે જે બે માળના ઊંચા છે તે મધ્ય ગુંબજને ટેકો આપે છે. આ ઉપરાંત અહીં વધુ ચોવીસ સ્તંભો છે જે મસ્જીદની છત અને રવેશમાંની કમાનોને ટેકો આપે છે. પાછળની દિવાલમાં ચાર જાળીદાર પથ્થરની બારીઓ છે અને આરસના ત્રણ મેહરાબ કોતરવામાં આવેલ છે. રવેશ (અગ્રભાગ)ના દરેક છેડે બે મીનાર છે. તેઓનો ચૌદ ચોરસ ફૂટનો પાયો છે અને તેમના માળખા ફૂલોની ભાતથી શણગારેલા છે.[૧][૨] ૨૦૦૧ ના ગુજરાત ભૂકંપમાં આ મસ્જીદને નુકસાન થયું હતું અને તેને ભારતીય પુરાતત્ત્વીય સંસ્થા દ્વારા પુન પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે.[૩]

સંદર્ભ ફેરફાર કરો

  1. Gazetteer of the Bombay Presidency: Ahmedabad. Government Central Press. 1879. પૃષ્ઠ 290.
  2. Achyut Yagnik (2 February 2011). Ahmedabad: From Royal city to Megacity. Penguin Books Limited. પૃષ્ઠ 103. ISBN 978-81-8475-473-5.
  3. "Adhesives injected to protect monuments". The Hindu. 2001-02-19. મૂળ માંથી 2014-12-11 પર સંગ્રહિત. મેળવેલ 2014-12-11.