બારી બહાર

પ્રહલાદ પારેખનો કાવ્યસંગ્રહ

બારી બહારગુજરાતી ભાષાના ગાંધીયુગીન કવિ પ્રહલાદ પારેખનો કાવ્યસંગ્રહ છે જે ૧૯૪૦માં પ્રગટ થયો હતો.[]

પ્રકાશન

ફેરફાર કરો

'બારી બહાર'ની પ્રથમ આવૃત્તિ ૧૯૪૦માં ઉમાશંકર જોશીની પ્રસ્તાવના સાથે પ્રગટ થઈ હતી. ૧૯૬૦માં તેની બીજી સંવર્ધિત આવૃત્તિ પ્રગટ થઈ હતી જેમાં કેટલાક કાવ્યો ઉમેરવામાં આવ્યાં હતાં.[][]

કવિ ઉમાશંકર જોશીએ આ સંગ્રહની કવિતાઓને તેની ઇન્દ્રિયસંવેદ્યતાને ધ્યાનમાં રાખીને 'આંખ, કાન અને નાકની કવિતા' કહી છે. ચંદ્રકાન્ત ટોપીવાળાએ આ સંગ્રહની પ્રશંસા કરતા નોંધ્યું છે. "સહજ આંતરપ્રાસ અને વર્ણસગાઈના સંસ્કાર સાથે આ કવિએ પ્રકૃતિની અઢળક સામગ્રીનો વિનિયોગ કરીને ઉત્સુકતા, એકલતા, નિરાશા કે આનંદને અવતરણક્ષમ બનાવ્યાં છે, એટલે કે એવી પંક્તિઓમાં ઢાળ્યાં છે કે તુરત જ સ્મરણમાં રહી જાય".[]

સંદર્ભો

ફેરફાર કરો
  1. Topiwala, Chandrakant (1987). "Bari Bahara". માં Datta, Amaresh (સંપાદક). Encyclopaedia of Indian Literature: A-Devo. New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ 388. ISBN 978-81-260-1803-1. CS1 maint: discouraged parameter (link)
  2. ૨.૦ ૨.૧ ટોપીવાળા, ચંદ્રકાન્ત (૨૦૦૦). "બારી બહાર". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૧૩. અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૩૬૭–૩૬૮. OCLC 248968520.
  3. Indian Writing Today, Vol. 2 Issue: 4, October–December 1968, Nirmala Sadanand Publishers. OCLC 564800567 ISSN 0019-6495.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો