બાળાસાહેબ ગંગાધર ખેર

ભારતીય રાજકારણી

બાળાસાહેબ ગંગાધર ખેર (૨૪ ઓગસ્ટ ૧૮૮૮ – ૮ માર્ચ ૧૯૫૭[૧][૨]) એક ભારતીય રાજકારણી હતા જેમણે બોમ્બે રાજ્યના દ્વિતીય વડા પ્રધાન (તે સમયે પ્રીમિયર [૩] તરીકે ઓળખાતા) તરીકે સેવા આપી હતી, જેમાં હાલના મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોનો સમાવેશ થાય છે. ૧૯૫૪માં તેમને ભારત સરકાર દ્વારા પદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. તેઓ વ્યવસાયે એક વકીલ, સોલિસિટર અને સામાજિક કાર્યકર હતા.

બાળાસાહેબ ગંગાધર ખેર
બોમ્બે રાજ્યના પ્રથમ મુખ્ય પ્રધાન
પદ પર
૧૫ ઓગસ્ટ ૧૯૪૭ – ૨૧ એપ્રિલ ૧૯૫૨
ગવર્નરરાજા મહારાજ સિંહ
પુરોગામીનવનિર્મિત પદ
(વડાપ્રધાન તરીકે પોતે)
અનુગામીમોરારજી દેસાઈ
બોમ્બે રાજ્યના દ્વિતીય વડા પ્રધાન
પદ પર
૩૦ માર્ચ ૧૯૪૬ – ૧૫ ઓગસ્ટ ૧૯૪૭
ગવર્નરજ્હોન કોલવિલે
પુરોગામીરાજ્યપાલ શાસન
અનુગામીપદ નાબૂદ
(મુખ્યમંત્રી તરીકે પોતે)
પદ પર
૧૯ જુલાઈ ૧૯૩૭ – ૨ નવેમ્બર ૧૯૩૯
ગવર્નરરોબર્ટ ડંકન બેલ
પુરોગામીધનજીશાહ કૂપર
અનુગામીરાજ્યપાલ શાસન
અંગત વિગતો
જન્મ૨૪ ઓગસ્ટ ૧૮૮૮
રત્નાગિરી, બોમ્બે પ્રેસિડેન્સી, ભારત
મૃત્યુ8 March 1957(1957-03-08) (ઉંમર 68)
પુણે, બોમ્બે પ્રેસિડેન્સી, ભારત
રાજકીય પક્ષભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
માતૃ શિક્ષણસંસ્થાવિલ્સન કૉલેજ, મુંબઈ
ક્ષેત્રવકીલ, સોલિસિટર, રાજનેતા અને સામાજિક કાર્યકર

પ્રારંભિક જીવન ફેરફાર કરો

બાળાસાહેબ ગંગાધર ખેરનો જન્મ ૨૪ ઓગસ્ટ ૧૮૮૮ના રોજ રત્નાગીરી ખાતે એક મધ્યમવર્ગીય મરાઠી ભાષી કરહાડે બ્રાહ્મણ[૪] પરિવારમાં થયો હતો. તેમણે તેમના બાળપણના કેટલાક વર્ષો તે સમયના જામખંડી રાજ્યના કુંડગોલમાં ગાળ્યા હતા. પાછળથી તેઓ ગોપાલ કૃષ્ણ ગોખલેની સલાહથી નવી અંગ્રેજી શાળામાં અભ્યાસ કરવા માટે પુણે સ્થળાંતર થયા. બાદમાં તેમણે ૧૯૦૮માં વિલ્સન કૉલેજ, મુંબઈમાંથી ઉચ્ચ વિશિષ્ટતા સાથે બી.એ.ની પદવી મેળવી અને સંસ્કૃતમાં પ્રથમ સ્થાન મેળવવા બદલ ભાઉ દાજી લાડ પુરસ્કાર મેળવ્યો.[૫]

શ્રી બી.જી. ખેરે શ્રી મણિલાલ નાણાવટી સાથે મળીને મણિલાલ ખેર એન્ડ કંપની નામની કાયદાકીય પેઢી શરૂ કરી. આ પેઢીએ ૭ જૂન ૧૯૧૮ના રોજ પ્રેક્ટિસ શરૂ કરી. આ પેઢી મુંબઈમાં એકમાત્ર એવી પેઢી હતી કે જેનો ઉદ્‌ઘાટન સમારોહ પ્રખ્યાત ન્યાયાધીશ શ્રી જસ્ટિસ સર ફ્રેન્ક સીઓ બીમનની અધ્યક્ષતામાં યોજાયો હતો. ત્યારબાદ પેઢીનું નામ બદલીને મણિલાલ ખેર અંબાલાલ એન્ડ કંપની રાખવામાં આવ્યું હતું.[૬]

રાજકીય કારકિર્દી ફેરફાર કરો

બી.જી.ખેરની રાજકીય કારકિર્દી ૧૯૨૨માં શરૂ થઈ હતી. તેમની સ્વરાજ પાર્ટીની બોમ્બે શાખાના સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.[૧] સવિનય આજ્ઞાભંગ ચળવળ દરમિયાન, તેમની ધરપકડ કરવામાં આવી હતી અને ૧૯૩૦માં આઠ મહિનાની સખત કેદ અને દંડની સજા કરવામાં આવી હતી. ૧૯૩૨માં તેમની ફરી ધરપકડ કરવામાં આવી અને બે વર્ષની સખત કેદ અને દંડની સજા ફટકારવામાં આવી.

તેઓ ૧૯૩૭માં ધનજીશાહ કૂપરના અનુગામી તરીકે બોમ્બે પ્રાંતના બીજા વડાપ્રધાન બન્યા અને નવેમ્બર ૧૯૩૯ સુધી પદ પર રહ્યા. ૧૯૪૦માં તેમની ધરપકડ કરવામાં આવી અને જેલમાં ધકેલી દેવામાં આવ્યા. ભારત છોડો આંદોલન દરમિયાન તેઓ ફરીથી ધરપકડ કરવામાં આવ્યા હતા અને ઓગસ્ટ ૧૯૪૨માં જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. ૧૪ જુલાઈ ૧૯૪૪ના રોજ તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.

૩૦ માર્ચ ૧૯૪૬ના રોજ તેઓ ફરીથી બોમ્બે પ્રાંતના વડાપ્રધાન બન્યા. પૂના યુનિવર્સિટી (વર્તમાન "સાવિત્રીબાઈ ફૂલે પુણે યુનિવર્સિટી")ની સ્થાપનામાં તેમનો મહત્વનો ભાગ હતો. યુનિવર્સિટી પરિસરમાં એક ઇમારતનું નામ તેમના નામ પરથી "ખેર ભવન" રાખવામાં આવ્યું છે. મુંબઈના મલબાર હિલ વિસ્તારમાં લિટલ ગિબ્સ રોડને ૧૯૭૬માં બી.જી. ખેર માર્ગ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. ખેર ૨૧ એપ્રિલ ૧૯૫૨ સુધી પદ પર હતા.

૮ માર્ચ ૧૯૫૭ના રોજ તેમનું અવસાન થયું તે પહેલાં ખેર પુણેના એક ખાનગી નર્સિંગ હોમમાં અસ્થમાના હુમલામાંથી સ્વસ્થ થઈ રહ્યા હતા.[૭]

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ "This Day That Age". The Hindu. Chennai, India. 9 March 2007. મૂળ માંથી 2 March 2012 પર સંગ્રહિત.
  2. "Indian autographers – Bal Gangadhar Kher". Indianautographs.com. મેળવેલ 5 September 2012.
  3. Bipan Chandra (1989). India's Struggle for Independence. Penguin Global. પૃષ્ઠ 332. ISBN 978-0140107814.
  4. Vasant Moon; Eleanor Zelliot (2001). Growing Up Untouchable in India: A Dalit Autobiography. Rowman & Littlefield. પૃષ્ઠ 87–. ISBN 978-0-7425-0881-1.
  5. "B.G. Kher". Indian Post website.
  6. "Manilal Kher Ambalal & Co. – Advocates, Solicitors and Notary – About us – History". Mkaco.com. મૂળ માંથી 2012-05-03 પર સંગ્રહિત.
  7. "B.G. Kher Passes Away in Poona". The Indian Express. 9 March 1957. પૃષ્ઠ 5. મેળવેલ 9 February 2018.