બિંદુ (અભિનેત્રી)
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
બિંદુ, બિંદુ દેસાઈ કે બિંદુ ઝવેરી હિન્દી ફિલ્મોની ગુજરાતી મૂળ ધરાવતી અભિનેત્રી છે.
બિંદુ | |
---|---|
જન્મ | ૧૭ જાન્યુઆરી ૧૯૫૧ |
જીવન
ફેરફાર કરોએમનો જન્મ ૧૭ જાન્યુઆરી ૧૯૫૧ના રોજ વલસાડનાં 'હનુમાન ભાગડા' નામનાં ગામમાં જૂના ફિલ્મ પ્રોડ્યુસર નાનુભાઈ દેસાઈ અને નાટ્ય અભિનેત્રી જ્યોત્સના દેસાઈને ત્યાં થયો હતો. એમણે ૧૬૦થી પણ વધારે ફિલ્મોમાં અભિનય કર્યો છે અને સહાયક અભિનેત્રી તરીકે થોડા પુરસ્કાર પણ જીત્યા છે. હિંદી ચલચિત્ર 'અનપઢ'માં માલા સિંહાની દીકરી તરીકે અભિનય કરી તેમણે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી પણ 'દો રાસ્તે' અને 'ઇત્તેફાક' નામની ફિલ્મોથી તેઓ વધારે જાણીતા થયા હતા. 'અભિમાન' ફિલ્મમાં સહાયક અભિનેત્રી તરીકેનો પુરસ્કાર એમને મળ્યો હતો. એમના પિતા નાનુભાઈ દેસાઈનું અકાળે અવસાન થતા મોટી દીકરી તરીકે આખા કુટુંબનાં ભરણ પોષણની જવાબદારી એમના પર આવી પડી હતી અને એમનાથી નાની બધી જ બહેનોને ભણાવી ને લગ્ન કરાવી ઠરીઠામ પણ કરાવી હતી. એમની એક બહેન આજે મુંબઈની એક હોસ્પિટલમાં વરિષ્ઠ ડોક્ટર છે. એમના ચલચિત્રોનાં અમુક પાત્રોને કારણે એમની ઘણી ટીકા થઇ હતી પણ એમના પતિ શ્રી ચંપકલાલ ઝવેરીએ એમની સફળતા માટે પૂરો સાથ આપ્યો હતો. ગુજરાતી ચિત્રપટ 'તાના રીરી'માં એમણે જોરદાર અભિનય કર્યો હતો. આશા પારેખે બનાવેલી 'જ્યોતિ' શ્રેણીના એક એપિસોડમાં પણ એમણે અભિનયનાં કર્યો હતો. બિંદુ આજે પણ અવસરે અમુક કાર્યક્રમોમાં હાજરી આપે છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |