બેડની બુગ્યાલ (અંગ્રેજી: Bedini Bugyalહિમાલયન આલ્પાઇન ઘાસમેદાન છે જે દરિયાઈ સપાટીથી 3,354 metres (11,004 ft) ઊંચાઈ પર ભારત દેશના ઉત્તરાખંડ રાજ્યના ચમોલી જિલ્લામાં આવેલ છે. બેડની બુગ્યાલ રુપકુંડ જતા પદ આરોહણ માર્ગ પર આવેલ વાન ગામ નજીક છે. ત્રિશુલ અને નંદા દેવી શિખરો અહીંથી સ્પષ્ટ રીતે જોઇ શકાય છે. આ લીલાછમ ઘાસ સાથે વિપુલ પ્રમાણમાં વિવિધ જાતની પુષ્પીય વનસ્પતિઓ પણ ઉગી નીકળે છે. અહીં મેદાનની વચ્ચે એક નાનું તળાવ છે, જે વૈતરણી અથવા બેડની કુંડ નામથી ઓળખાય છે. આ મેદાન વનસ્પતિ વિવિધતાથી સમૃદ્ધ છે, જેમાં બ્રહ્મ કમળ (Saussurea obvallata)નો પણ સમાવેશ થાય છે.

બેડની બુગ્યાલ
બેડની બુગ્યાલ
શિખર માહિતી
ઉંચાઇ3,354 m (11,004 ft)
ભૂગોળ
સ્થાનચમોલી, ઉત્તરાખંડ, ભારત
પિતૃ પર્વતમાળાકુમાઉ હિમાલય
બેડની બુગ્યાલનાં લીલાછમ મેદાન

બાહ્ય કડીઓ

ફેરફાર કરો