બોમ્બે ઢાલપૂચ્છ (સર્પ)
બોમ્બે ઢાલપૂચ્છ ( અંગ્રેજી: Bombay Shield Tail Snake, Large Scaled Shield Tail Snake દ્વિપદ-નામ: Uropeltis macrolepis) એ ગુજરાતમાં દેખાતી સર્પોના કુલ બાર(૧૨) કુટુંબોની ત્રેસઠ[૧] (૬૩) જાતિઓમાંની એક બિનઝેરી સર્પની જાતી છે.
બોમ્બે ઢાલપૂચ્છ | |
---|---|
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | પ્રાણી |
Phylum: | મેરૂદંડી |
Class: | સરિસૃપ |
Order: | સ્કુઆમાટા |
Family: | યુરોપેલ્ટીડેઈ |
Species: | Bombay Shield Tail Snake |
દ્વિનામી નામ | |
Uropeltis macrolepis |
ઓળખ
ફેરફાર કરોઆ સર્પ ગુજરાતમાં ગુજરાત-મહારાષ્ટ્ર રાજ્યોની સરહદ પર આવેલા વિસ્તારોમાં જ જોવા મળે છે[૨]. કેમકે તેમને વધુ ભેજવાળુ વાતાવરણ, ડૂગરાળ પ્રદેશ અને ગાઢ જંગલો જ માફક આવે છે[૨]. આ સાપની પૂછડી પર ઢાલ જેવું ભીંગડું હોય છે[૨]. શરીરનો મુખ્ય રંગ ચળકતો જાંબુડી બદામી અને એ પર નારંગી ટપકા વાળો હોય છે. ટપકાઓનું કદ પેેટ બાજુ વધારે મોટું હોય છે. મહત્તમ લંબાઈ ૩૦ સેન્ટીમીટર નોંધવામાં આવી છે[૩].
આહાર
ફેરફાર કરોઢાંલીયા ન હોય એવા જીવડાં, અળસિયા, ઉધઈ, કીડી-મંકોડા અને એમના ઇંડા - આ બધુ આ સર્પનું મુખ્ય ભોજન છે[૨].
પ્રજનન
ફેરફાર કરોપ્રજનન દરમ્યાન ૩ થી ૮ બચ્ચાને જન્મ આપે છે. ઈંડા મુકતો નથી[૨].
સંદર્ભ
ફેરફાર કરો- ↑ દેસાઈ, અજય મ. (એપ્રિલ ૨૦૧૭). સર્પ સંદર્ભ (ગુજરાતનાં સાપ વિષે માહિતિ). પ્રકૃતિ મિત્ર મંડળ. પૃષ્ઠ ૧૪.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ દેસાઈ, અજય મ. (એપ્રિલ ૨૦૧૭). સર્પ સંદર્ભ (ગુજરાતનાં સાપ વિષે માહિતિ). પ્રકૃતિ મિત્ર મંડળ. પૃષ્ઠ ૧૪૪.
- ↑ દેસાઈ, અજય મ. (એપ્રિલ ૨૦૧૭). સર્પ સંદર્ભ (ગુજરાતનાં સાપ વિષે માહિતિ). પ્રકૃતિ મિત્ર મંડળ. પૃષ્ઠ ૧૪૪.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |