બૌદ્ધ ધર્મ

ભારતીય ધર્મ
(બૌધ્ધ ધર્મ થી અહીં વાળેલું)

બોદ્ધ ધર્મ એક ભારતીય ધર્મ છે, ૫૦ કરોડ થી પણ વધુ અનુયાયીઓ સાથે આ વિશ્વનો ચોથો સૌથી મોટો ધર્મ છે. બોદ્ધ ધર્મ નો ઉદય ભારતમાં થયો હતો. આ ધર્મનો ઉદ્ભવ ઇ.સ. પૂર્વેની ૬ઠ્ઠી થી ૪થી સદી દરમિયાન થયો હોવાનું મનાય છે. ગૌતમ બુદ્ધ આ ધર્મના સ્થાપક હતા. ઇ.સ. પૂર્વે ૫૬૩ના વર્ષમાં બુદ્ધનો જન્મ વર્તમાન નેપાળના લુંબિની નગરમાં શાકય પરિવારમાં થયો હતો. જન્મ સમયે તેમનું નામ સિદ્ધાર્થ હતું. જન્મના કેટલાક દિવસો બાદ માતાનું અવસાન થતાં તેમનો ઉછેર તેમની માસી ગૌતમીએ કર્યો હતો. આથી તેને લોકોએ ગૌતમ કહીને બોલાવવાનું શરૂ કર્યું હતું. ગૌતમ બુદ્ધને શાક્યમુનિ પણ કહેવાય છે.

બોધિગયા ખાતે આવેલી ભગવાન બુદ્ધની પ્રતિમા.[]

બોધિગયા નગરમાં આ ધર્મનું કેન્દ્રસ્થાન છે. આ ધર્મનો પ્રાચીન ધર્મગ્રંથ "ત્રીપિટક" છે જે પાલિ ભાષામાં લખાયો છે. આ ધર્મના ધર્મસ્થાનને પેગોડા, ચૈત્ય, સ્તુપ કહે છે. બૌદ્ધ ધર્મનો હેતુ નિર્વાણને પામવાનો છે અને તેમના જીવનમાં પંચશીલ મનુષ્યનું માપદંડ અને સાદગીનું મહત્વ છે. તેના માર્ગને આર્ય અષ્ટાંગ માર્ગ કહે છે. આ ધર્મમાં ધ્યાનનું સવિશેષ મહત્વ છે. વિપશ્યના ધ્યાનની રીતનો ફેલાવો ભગવાન બુદ્ધે કર્યો હતો.

બૌદ્ધ ધર્મના દસ શીલ આ પ્રમાણે છે: ૧. અહિંસા, ૨. સત્ય, ૩. અસ્તેય, ૪. અપરિગ્રહ, ૫. નશો ન કરવો, ૬. અસમય ખોરાક ન લેવો, ૭. આરામદાયક પથારી પર ન સૂવું, ૮. બ્રહ્મચર્ય, ૯. નાચ-ગાનનો ત્યાગ, ૧૦. વ્યભિચાર ન કરવો.

આ પણ જુઓ

ફેરફાર કરો