નવરાત્રીના પર્વના બીજા દિવસે નવદુર્ગાનાં બીજા સ્વરૂપ એવા બ્રહ્મચારિણી માતાની પૂજા-અર્ચના કરવામાં આવે છે.[૨] સાધકો આ દિવસે પોતાના મનને માતાજીના ચરણોમાં સમર્પિત કરે છે. બ્રહ્મનો અર્થ છે તપસ્યા અને ચારિણીનો અર્થ છે આચરણ કરનારી.[૩] આમ બ્રહ્મચારિણી અર્થાત તપનું આચરણ કરનારી માતા. એમના જમણા હાથમાં જપ કરવાની માળા તેમ જ ડાબા હાથમાં કમંડળ રહેલું હોય છે.

બ્રહ્મચારિણી
નવદુર્ગા માંહેનાં બીજા દેવી
દેવી બ્રહ્મચારિણી, અંબરના કિલ્લાનાં ચાંદીના દ્વાર પરની કોતરણી. રાજસ્થાન.
જોડાણોનવદુર્ગા
મંત્ર

શંકરપ્રિયા ત્વં હિ, ભુક્તિ-મુક્તિ દાયિની,
શાંતિદા-માનદા, બ્રહ્નચારિણી પ્રણમામ્યહમ્,
ઓમ્ ર્હીં, ર્શ્રીં કલીઁ, બ્રહ્નચારિણ્યૈ નમ:

[૧]
શસ્ત્રકમંડળ અને માળા
ઉત્સવોનવરાત્રી

શક્તિ ફેરફાર કરો

આ દિવસે સાધકો કુંડલિની શક્તિને જાગ્રત કરવા માટે પણ સાધના કરે છે. આ શક્તિ જાગ્રત થવાથી સાધકનું જીવન સફળ થઇ શકે અને એની સામે આવનારા કોઇપણ પ્રકારનાં વિઘ્નોનો સામનો આસાનીથી કરી શકે. એવી ધાર્મિક માન્યતા સાધકોમાં રહેલી છે.

ફળ ફેરફાર કરો

મા દુર્ગાનું આ બીજું સ્વરૂપ[૪] ભક્તો અને સાધકોને અનંત ફળ આપનારૂં છે. તેમની ઉપાસનાથી સાધકમાં તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર અને સંયમની વૃદ્ધિ થાય છે અને જીવનનાં કપરા સંઘર્ષકાળ દરમ્યાન પણ તેમનું મન કર્તવ્ય પથ પરથી વિચલિત થતું નથી. માતાજીની કૃપાથી તેને સર્વ સિદ્ધિ અને વિજય પ્રાપ્ત થાય છે. એવું માનવામાં આવે છે.

દુર્ગા પૂજાનાં દ્વિતિય દિવસે તેમની જ પૂજા કરવામાં આવે છે. આ દિવસે સાધકનું મન 'સ્વાધિષ્ઠાન' ચક્રમાં સ્થિત હોય છે. આ ચક્રમાં રહેલા મનવાળો યોગી, મા બ્રહ્મચારિણીની કૃપા અને ભક્તિ પ્રાપ્ત કરે છે.

આ દિવસે એવી કન્યાઓનું પૂજન કરવામાં આવે છે કે જેમનો વિવાહ થઈ ગયો હોય પરંતુ લગ્ન થયાં ના હોય. તેમને પોતાના ઘરે આમંત્રિ તેમનું પૂજન કરી, તેમને જમાડવામાં આવે છે અને ભોજનને અંતે વસ્ત્ર, વાસણ વિગેરેનું દાન અને દક્ષિણા આપી તેમને વિદાય કરવામાં આવે છે.

ઉપાસના ફેરફાર કરો

પ્રત્યેક સામાન્ય વ્યક્તિ માટે આરાધના કરવા યોગ્ય આ શ્લોક સરળ અને સ્પષ્ટ છે. જગદંબા માતાની ભક્તિ મેળવવા માટે આ કડીઓ કંઠસ્થ કરી નવરાત્રી વેળાએ બીજા દિવસે એનો જાપ કરવો જોઇએ.

या देवी सर्वभू‍तेषु ब्रह्मचारिणी रूपेण संस्थिता |
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम: ||

અર્થ: હે મા! સર્વત્ર વિરાજમાન અને બ્રહ્મચારિણીના રૂપમાં પ્રસિધ્ધ અંબે, આપને મારાં વારંવાર પ્રણામ છે અથવા હું આપને વારંવાર પ્રણામ કરું છું.

શ્લોક ફેરફાર કરો

दधाना करपद्माभ्यामक्षमालाकमण्डलु |
देवी प्रसीदतु मयि ब्रह्मचारिण्यनुत्तमा ||

સંદર્ભો ફેરફાર કરો

  1. "શક્તિપૂજાનું પર્વ નવરાત્રિ". દિવ્ય ભાસ્કર. ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૧. મેળવેલ ૧૧ ડિસેમ્બર ૨૦૧૭.
  2. "Navadurga: The Nine Forms of Goddess Durga". મૂળ માંથી 2016-09-10 પર સંગ્રહિત. મેળવેલ ૧૪ ઓક્ટોબર ૨૦૧૫.
  3. brahmacArin Monier Williams Sanskrit Dictionary, Cologne Digital Sanskrit Lexicon, Germany
  4. Manohar Laxman Varadpande (2005), History of Indian Theatre: Classical theatre, Abhinav, ISBN 978-8170174301, page 54