મુખ્ય મેનુ ખોલો


દિવ્ય ભાસ્કર (અંગ્રેજીમાં: Divya Bhaskar) એક ગુજરાતી વર્તમાનપત્ર છે, જે ૨૦૦૩થી ગુજરાતી સમાચારપત્રોની સૂચીમાં ઉમેરાયું છે. દિવ્ય ભાસ્કર એ હિન્દી દૈનિક ભાસ્કરની કંપનીનું પ્રકાશન છે. પોતાના આગવા માર્કેટિંગથી[૧], દિવ્ય ભાસ્કરે ગુજરાત રાજ્યમાં સારો એવો પગદંડો જમાવી દીધો છે અને વરસો જુનાં ગુજરાત સમાચાર અને સંદેશ જેવા વર્તમાનપત્રોને સારી એવી હરીફાઈ આપી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર
Divya Bhaskar Logo.png
પ્રકાર દૈનિક વર્તમાનપત્ર
સ્વરૂપ બ્રોડશિટ
માલિક DB Corp Ltd.
પ્રકાશક રમેશચન્દ્ર અગ્રવાલ
સ્થાપના ૨૦૦૩
ભાષા ગુજરાતી
વડુમથક અમદાવાદ

આ સમાચાર પત્રની આવૃત્તિઓ ગુજરાતનાં મુખ્ય શહેરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ[૨]થી પ્રકાશિત કરવામાં આવે છે.

સંદર્ભફેરફાર કરો

  1. Porus Munshi (૨૦૦૯). "Dainik Bhaskar: No. 1 From Day One". Making Breakthrough Innovations Happen. Collins Business. pp. ૧૬–૩૩. ISBN 978-81-7223-774-5. 
  2. સિંહની ભૂમિમાં 'સાવજ'નું આગમન...

બાહ્ય કડીઓફેરફાર કરો