ભટિન્ડા ભારત દેશના ઉતર ભાગમાં આવેલા તથા પાંચ નદીઓને કારણે ઉત્તમ ખેતી કરવા માટે પ્રખ્યાત એવા પંજાબ રાજ્યમાં આવેલું એક મહત્વનું શહેર છે. આ શહેરમાં પંજાબ રાજ્યમાં આવેલા કુલ ૨૦ (વીસ) જિલ્લાઓ પૈકીના એક એવા ભટિન્ડા જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે. તે માલવા ક્ષેત્રમાં ઉત્તર પશ્ચિમ ભારતમાં સ્થિત છે, જે રાજધાની ચંદીગઢ થી ૨૨૭ કિમી પશ્ચિમમાં છે અને તે પંજાબનું પાંચમું મોટું શહેર છે. ભટિન્ડા તેના તળાવોને કારણે 'લેક્સ સિટી' તરીકે ઓળખાય છે.

પંજાબ રાજ્યના જિલ્લાઓ તથા એનાં મુખ્ય મથકો

ભટિંડામાં પંજાબની સેન્ટ્રલ યુનિવર્સિટી અને એઈમ્સ ભટિંડા છે. આ શહેરમાં બે આધુનિક થર્મલ પાવર પ્લાન્ટ પણ છે, જે ગુરુ નાનક દેવ થર્મલ પ્લાન્ટ અને લહેરા મોહબ્બત ખાતે ગુરુ હરગોવિંદ થર્મલ પ્લાન્ટ છે. શહેરમાં સ્થિત એક ખાતર પ્લાન્ટ, બે સિમેન્ટ પ્લાન્ટ (અંબુજા સિમેન્ટ્સ અને અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ), સેનાની એક મોટી છાવણી, એક એરફોર્સ સ્ટેશન, એક પ્રાણી સંગ્રહાલય અને ઐતિહાસિક મુબારક કિલ્લો આવેલા છે.