પંજાબ, ભારત

ભારતનું રાજ્ય

પંજાબ (પંજાબી: ਪੰਜਾਬ) ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલું એક રાજ્ય છે. તેનું પાટનગર ચંડીગઢ છે, જે પંજાબ રાજ્યની સીમાની બહાર આવેલું છે. પંજાબ રાજ્ય એ એક મોટા પંજાબ પ્રદેશનો એક ભાગ છે. આ રાજ્ય અને પાકિસ્તાનનું પંજાબ રાજ્ય ભેગા થઇને પંજાબ પ્રદેશ બને છે. "પંજાબ" શબ્દ બે ફારસી શબ્દો "પંજ" (પાંચ) અને "આબ" (પાણી) ભેગા થઇને બન્યા છે, જે આ પ્રદેશમાંથી વહેતી પાંચ નદીઓનું સુચન કરે છે. આ પાંચ નદીઓના કારણે પૂરતું પાણી મળવાને કારણે પંજાબ રાજ્ય ખેતીની બાબતમાં દેશભરમાં અવ્વલ નંબરે રહે છે. અહીં ઘઉં, શેરડી તેમ જ સરસવ મુખ્ય ખેત ઉત્પાદનો છે. આ ઉપરાંત આધુનિક ખેતીનાં ઉપકરણો વાપરવામાં તેમ જ આધુનિક ખેત-પદ્ધતિને અપનાવવામાં પણ પંજાબ દેશભરમાં મોખરાનું સ્થાન ધરાવે છે. આ રાજ્યની વહીવટી મુખ્ય ભાષા પંજાબી છે.


પંજાબની રચના

પંજાબ રાજ્યના જિલ્લાઓ

ફેરફાર કરો
 

પંજાબ રાજ્યમાં ૨૨ જિલ્લાઓ આવેલા છે. આ જિલ્લાઓ નીચે મુજબ છે.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો
 
Wikivoyage
વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે: