૧૬ ઓગસ્ટનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૨૮મો (લિપ વર્ષ દરમ્યાન ૨૨૯મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૩૭ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

ફેરફાર કરો
  • ૧૯૩૦ – પ્રથમ રંગીન શ્રાવ્ય કાર્ટૂન ફિડલસ્ટીક્સ ઉબ ઇવેર્ક્સ દ્વારા રજૂ કરવામાં આવ્યું.
  • ૧૯૪૬ – અખિલ હૈદરાબાદ વાણિજ્ય સંઘ કોંગ્રેસની સ્થાપના સિકંદરાબાદમાં કરવામાં આવી.
  • ૧૯૫૪ – સ્પોર્ટ્સ ઇલ્યુસ્ટ્રેટેડનો પ્રથમ અંક પ્રકાશિત થયો.
  • ૧૯૬૦ – સાયપ્રસ યુનાઇટેડ કિંગડમથી સ્વતંત્રત થયું.
  • ૧૯૬૨ – ફ્રેન્ચ આધિપત્ય ધરાવતા ભારતીય પ્રદેશોને ભારતને સોંપવામાં આવ્યા, હસ્તાંતરણને સત્તાવાર બનાવવા માટે સંધિની બહાલીનું આદાનપ્રદાન કરવામાં આવ્યું.
  • ૧૯૭૭ – "રોક એન્ડ રોલ" સંગીતનો સમ્રાટ ગણાતો એલ્વિસ પ્રિસ્લિ (Elvis Presley), ૪૨ વર્ષની ઉમરે તેના 'ગ્રેસલેન્ડ' ખાતેના નિવાસસ્થાને વધુ પડતી દવાઓના સેવનને કારણે અવસાન પામ્યો.
  • ૧૯૯૧ – ઇન્ડિયન એરલાઇન્સ ફ્લાઇટ ૨૫૭, બોઇંગ ૭૩૭-૨૦૦, ઇમ્ફાલ એરપોર્ટ પર ઉડાન દરમિયાન ક્રેશ થયું, વિમાનમાં સવાર તમામ ૬૯ લોકો મૃત્યુ પામ્યા.
  • ૧૭૭૭ – દયારામ, ગરબી શૈલીમાં ગીતો રચનાર મધ્યકાલીન ગુજરાતી કવિ (અ. ૧૮૫૩)
  • ૧૯૦૪ – સુભદ્રા કુમારી ચૌહાણ, ભારતીય કવયિત્રી (અ. ૧૯૪૮)
  • ૧૯૩૨ – જયા મહેતા, ગુજરાતી ભાષાના કવયિત્રી, વિવેચક અને અનુવાદક
  • ૧૯૫૭ – આર. આર. પાટિલ, ભારતીય વકીલ અને રાજકારણી, મહારાષ્ટ્રના પૂર્વ નાયબ મુખ્યમંત્રી (અ. ૨૦૧૫)
  • ૧૯૫૮ – મેડોના, અમેરિકન ગાયક-ગીતકાર, નિર્માતા, અભિનેત્રી અને દિગ્દર્શક
  • ૧૯૬૮ – અરવિંદ કેજરીવાલ, ભારતીય સનદી અધિકારી અને રાજકારણી, દિલ્હીના ૭મા મુખ્યમંત્રી
  • ૧૯૭૦ – સૈફ અલી ખાન, ભારતીય અભિનેતા
  • ૧૯૭૦ – મનીષા કોઈરાલા, ભારતીય અભિનેત્રી

તહેવારો અને ઉજવણીઓ

ફેરફાર કરો

બાહ્ય કડીઓ

ફેરફાર કરો