ઓગસ્ટ ૧૫
તારીખ
૧૫મી ઓગસ્ટનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૨૭મો(લિપ વર્ષ દરમ્યાન ૨૨૮મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૩૮ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
ફેરફાર કરો- ૧૫૧૯ – પનામા, પનામા શહેરનો પાયો નંખાયો.
- ૧૯૧૪ – પનામા નહેર આવાગમન માટે ખુલ્લી મુકાઇ, 'એન્કોન' નામક પ્રથમ માલવાહક જહાજ નહેરમાંથી પસાર થયું.
- ૧૯૪૫ – દ્વિતીય વિશ્વયુદ્ધ: જાપાન પરનો વિજયદિન – જાપાને શરણાગતિ સ્વીકારી.
- ૧૯૪૫ – દ્વિતીય વિશ્વયુદ્ધ: કોરિયા મુક્તિ દિવસ.
- ૧૯૪૭ – બ્રિટિશ તાજ અને કંપની શાસનના લગભગ ૧૯૦ વર્ષ પછી ભારતને બ્રિટિશ શાસનથી સ્વતંત્રતા મળી અને બ્રિટિશ રાષ્ટ્રસંઘનું સભ્ય બન્યું.
- ૧૯૪૭ – પાકિસ્તાનના સ્થાપક મહમદ અલી ઝીણાએ કરાચીમાં પાકિસ્તાનના પ્રથમ ગવર્નર જનરલ તરીકે શપથ લીધા.
- ૧૯૪૮ – પ્રથમ કોરિયા પ્રજાસત્તાક (દક્ષિણ કોરિયા)ની સ્થાપના કરવામાં આવી.
- ૧૯૫૦ – ભારતના આંધ્ર પ્રદેશમાં શ્રીકાકુલમ જિલ્લાની રચના કરાઇ.
- ૧૯૬૯ – ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર (ઇસરો)ની સ્થાપના કરવામાં આવી.
- ૧૯૭૫ – બાંગ્લાદેશમાં સેનાએ બળવો કર્યો, શેખ મુજીબુર રહેમાન અને તેમનાં કુટુંબની હત્યા કરાઇ, એકમાત્ર તેમનાં પુત્રી "હસીના વાજિદ" બચી ગયા.
- ૧૯૭૫ – હિન્દી ચલચિત્ર શોલે થિયેટરમાં રજૂ કરાઇ.
- ૧૯૮૫ – આસામ સમજૂતી પર હસ્તાક્ષર, ભારત સરકારના પ્રતિનિધિઓ અને આસામ ચળવળના નેતાઓ વચ્ચે આંદોલનનો અંત લાવવા માટે સમજૂતી.
- ૨૦૨૦ – મહેન્દ્ર સિંઘ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી.
જન્મ
ફેરફાર કરો- ૧૭૬૯ – નેપોલિયન બોનાપાર્ટ, ફ્રેન્ચ લશ્કરી વડો (અ. ૧૮૨૧)
- ૧૭૯૮ – સંગોલી રાયન્ના, ભારતીય યોદ્ધા (અ. ૧૮૩૧)
- ૧૮૭૨ – શ્રી અરવિંદ (શ્રી ઓરબિન્દો), ભારતીય લેખક અને તત્વચિંતક (અ. ૧૯૫૦)
- ૧૮૭૩ – રામપ્રસાદ ચંદા, ભારતીય પુરાતત્ત્વવિદ અને ઇતિહાસકાર (દ. ૧૯૪૨)
- ૧૯૦૪ – આસિમ રાંદેરી, ગુજરાતી કવિ, ગઝલકાર અને સંપાદક (અ. ૨૦૦૯)
- ૧૯૪૫ – ખાલિદા ઝિયા, બાંગ્લાદેશી રાજકારણી, બાંગ્લાદેશના ૧૦મા વડા પ્રધાન
- ૧૯૪૭ – રાખી ગુલઝાર, ભારતીય ફિલ્મ અભિનેત્રી
- ૧૯૭૧ – અદનાન સામી, પાકિસ્તાની મૂળના ભારતીય ગાયક, સંગીતકાર, પિયાનોવાદક અને અભિનેતા
- ૧૯૭૫ – વિજય ભારદ્વાજ, ભારતીય ક્રિકેટર
અવસાન
ફેરફાર કરો- ૧૯૪૨ – મહાદેવભાઈ દેસાઈ, મહાત્મા ગાંધીના અંગત મદદનીશ. (જ. ૧૮૯૨)
- ૧૯૪૭ – સરદાર અજીત સિંઘ, ક્રાંતિકારી, ભારતીય રાષ્ટ્રવાદી (જ. ૧૮૮૧)
- ૧૯૭૫ – શેખ મુજીબુર રહેમાન, બંગાળી રાજકારણી, બાંગ્લાદેશના પ્રથમ રાષ્ટ્રપતિ (જ. ૧૯૨૦)
- ૨૦૦૪ – અમરસિંહ ચૌધરી, ભારતીય રાજકારણી, ગુજરાતના ૮મા મુખ્યમંત્રી (જ. ૧૯૪૧)
તહેવારો અને ઉજવણીઓ
ફેરફાર કરોબાહ્ય કડીઓ
ફેરફાર કરોવિકિમીડિયા કૉમન્સ પર August 15 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.