ભિખારી ઠાકુર
ભીખારી ઠાકુર (૧૮ ડિસેમ્બર ૧૮૮૭ - ૧૦ જુલાઇ ૧૯૭૧) ભોજપુરી ભાષાના કવિ, નાટ્યકાર, ગીતકાર, અભિનેતા, લોકનર્તક, લોકગાયક અને સામાજિક કાર્યકર હતા. તેઓને ભોજપુરી ભાષાના સૌથી મહાન લેખક તરીકે માનવામાં આવે છે. તેમને ઘણીવાર 'ભોજપુરીનો શેક્સપીયર' અને 'રાય બહાદુર' તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમની કૃતિઓમાં એક ડઝનથી વધુ નાટકો, એકપાત્રી નાટક, કવિતાઓ, ભજનો, વગેરે છે જે ૧૯ પુસ્તકો સ્વરુપે પ્રકાશિત કરવામાં આવ્યાં છે. તેમની નોંધપાત્ર કૃતિઓ બિદેસિયા, ગબરઘીચોર, બેટી બેચવા અને ભાઈ બિરોધ છે. ગબરઘીચોરની તુલના હંમેશા બર્ટોલટ બ્રેચના નાટક ધ કોકેશિયન ચાક સર્કલ સાથે કરવામાં આવે છે. તેઓ નાચ લોક નાટ્યમંચ પરંપરાના પિતા તરીકે પણ ઓળખાય છે.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |