ભીમ સાહેબ (જન્મ ૧૭૧૮, સમાધિ ૧૮૨૫) રવિ-ભાણ સંપ્રદાયના પ્રસિદ્ધ અને તેજસ્વી સંતકવિ છે. તેમનો જન્મ સૌરાષ્ટ્રના મોરબી તાલુકામાં આવેલા આમરણ ગામમાં મેઘવાળના બ્રાહ્મણ (ગરૂડા) જ્ઞાતિમાં થયેલો.[૧] તેમના શિષ્યોમાંથી ઘોઘાવદરના દાસી જીવણ સાહેબ અને થાનગઢના અક્કલ સાહેબ સમર્થ સંતો પાક્યા છે. તેમના ગુરુ સંતશ્રી ત્રિકમ સાહેબ હતા.

સંદર્ભો ફેરફાર કરો

  1. "Introduction of Gujarati Saint Poet". આનંદ આશ્રમ (અંગ્રેજીમાં). ૧૦ નવેમ્બર ૨૦૧૦. મેળવેલ ૨૮ જાન્યુઆરી ૨૦૧૭.