ભુલાભાઈ દેસાઈ (૧૩ ઓક્ટોબર ૧૮૭૭ – ૬ મે ૧૯૪૬) એ એક જાણીતા વકીલ અને ભારતીય સ્વાતંત્ર્ય સેનાની હતા. બીજા વિશ્વ વિગ્રહ સમયે ભારતીય રાષ્ટ્રીય સેનાના ત્રણ સૈનિકો પર રાજદ્રોહનો આરોપ મુકવામાં આવ્યો હતો, તેના બચાવ પક્ષની કામગિરી માટે તેઓ જાણીતા બન્યા.[]

ભુલાભાઈ દેસાઈ
જવાહરલાલ નેહરુ, ભુલાભાઈ દેસાઈ અને રાજેન્દ્ર પ્રસાદ (વચ્ચે), એપ્રિલ ૧૯૩૯નું કોંગ્રેસ અધિવેશન
જન્મની વિગત(1877-10-13)13 October 1877
વલસાડ
મૃત્યુની વિગત6 May 1946(1946-05-06) (ઉંમર 68)
રાષ્ટ્રીયતાભારતીય
જીવનસાથીઈચ્છાબેન
સંતાનધીરુભાઈ

શરૂઆતનું જીવન

ફેરફાર કરો

તેમનો જન્મ ગુજરાતના વલસાડમાં થયો હતો. શરૂઆતમાં તેમનો અભ્યાસ તેમના મામાના હાથ નીચે થયો, ત્યાર બાદ તેમણે વલસાડની અવાભાઈ શાળા અને મુંબઈની ભરડાહાઈ સ્કુલમાં અભ્યાસ કર્યો. તેઓએ ૧૮૯૫માં મેટ્રિકની પરીક્ષા આપી અને શાળામાં પ્રથમ ક્રમાંકે રહ્યા. તેઓ શાળામાં હતા તે જ સમય દરમ્યાન તેમના લગ્ન ઈચ્છાબેન સાથે થયા. તેમને ધીરુભાઈ નામે એક પુત્ર જન્મ્યો, પરતું ૧૯૨૩માં ઈચ્છાબેન કેન્સરના કારણે મૃત્યુ પામ્યા. ત્યાર બાદ તેઓ મુંબઈની ઍલફીસ્ટન કૉલેજમાં જોડાયા, અહીં તેમણે અંગ્રેજી સાહિત્ય અને ઈતિહાસ વિષયમાં સ્નાતકની પદવી મેળવી. ઈતિહાસ અને રાજનૈતિક અર્થશાસ્ત્ર વિષયમાં પ્રથમ ક્રમાંક મેળવવા માટે તેમને વર્ડ્ઝવર્થ પુરસ્કાર અને શિષ્યવૃત્તિ મળી. તેમણે મુંબઈ વિદ્યાપીઠમાં અંગ્રેજી વિષય સાથે એમ.એ. કર્યું. અભ્યાસ બાદ ભુલાભાઈની અમદાવાદની ગુજરાત કૉલેજમાં પ્રાધ્યાયાપક તરીકે તેમની નિમણૂક થઈ. અંગ્રેજી શીખવતા શીખવતા તેમણે કાયદાનો અભ્યાસ પણ કર્યો. ૧૯૦૫માં મુંબઈ ઉચ્ચ ન્યાયાલયના વકીલ તરીકે તેમની નોંધણી થઈ. ત્યાર બાદ તેઓ શહેર અને દેશના અગ્રણી વકીલ બન્યા.[]

રાજનૈતિક કારકિર્દી

ફેરફાર કરો

ઍની બેસંટના ઑલ ઈંડિયા હોમ રુલ લીગમાં જોડાઈને તેમણે પોતાની રાજનૈતિક કારકિર્દીની શરૂઆત કરી. બ્રિટિશ વગ હેઠળકાર્ય કરતી ઈંડિયન લિબરલ પાર્ટીમાં પણ તેઓ જોડાયા પરંતુ તેઓ ૧૯૨૮ના ભારતના બંધારણના સુધારા સુચવવા આવેલા સાયમન કમીશનના વિરોધમાં રહ્યા. ૧૯૨૮ના બારડોલી સત્યાગ્રહ બાદ બ્રિટિશ સરકારે એક તપાસ કમિશન નીમ્યું હતુ. ભુલાભાઈ દેસાઈ આ તપાસમાં ખેડૂતોના પ્રતિનિધી બન્યા હતા. આ સાથે તેમનો ભારતીય રાષ્ટ્રીય મહાસભા (કોંગ્રેસ) સાથે સંબંધ શરૂ થયો. ભૂખમરાના કાળમાં અંગ્રેજ સરકાર દ્વારા લાદવામાં આવેલા દમનકારક કરની વિરોધમાં સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વ હેઠળ બારડોલી સત્યાગ્રહ થયો હતો. ભુલાભાઈએ અસરકારકર રીતે ખેડૂતોનો પક્ષ મુક્યો અને છેવટે બારડોલી સત્યાગ્રહ સફળ થયો.[][] ૧૯૩૦માં તેઓ વિધિવત્ કોંગ્રેસમાં જોડાયા. વિદેશીમાલના બહિષ્કારને તે અસરકરક માનતા હતા આથી તેમણે સ્વદેશી સભાની સ્થાપના કરી. તેમણે ૮૦ કાપડ મિલના કારીગરોને આ સભામાં જોડાવ્યા અને પરદેશી માલના બહિષ્કારના આંદોલનને ટેકો આપ્યો. ૧૯૩૨માં આ સભાને ગેરકાયદે ઠરાવવામાં આવી અને તેમની ધરપકડ થઈ. જેલમાં તેઓ સતત માંદા રહેવા લાગ્યા. તેમને ખરાબ તબિયતના નેજા હેઠળ છોડવામાં આવ્યા અને તેઓ સારવાર માટે યુરોપ ગયા. જ્યારે કોંગ્રેસ વર્કીંંગ કમીટીની પુન:રચના થઈ ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલના કહેવાથી ભુલાભાઈ દેસાઈને તેમાં શામિલ કરવામાં આવ્યા.

ભુલાભાઈ દેસાઈ ૬ મે ૧૯૪૬ના દિવસે અવસાન પામ્યા. તેમની પાસે પ્રચંડ સંપત્તિ હતી, જેના થકી ભુલાભાઈ મેમોરિયલ ઈન્સ્ટીટ્યુટની સ્થાપના થઈ.

  • એમ. સી. શેતલવાડે તેમની જીવન કથા ભુલાભાઈ દેસાઈ લખી છે
  • મુંબઈમાં બ્રીચ કેંડીમાં આવેલા મુખ્ય માર્ગને ભુલાભાઈ દેસાઈ માર્ગ નામ અપાયું છે.

સંદર્ભો

ફેરફાર કરો
  1. ૧.૦ ૧.૧ ૧.૨ Motilal Chimanlal Setalvad (૧૯૬૮). Bhulabhai Desai. Publications Division, Ministry of Information and Broadcasting, Government of India.
  2. Rajmohan Gandhi (૧૯૯૨). Patel: A Life. Navajivan Trust.