ભુવડ ચાવડા કચ્છના રાજપૂત હતા, જે ઇ.સ. ૧૦મી સદીમાં કચ્‍છમાં કેરામાં શાસન કરતા રા'લાખા અથવા લાખોજી જાડેજાના અંગત રાજદ્વારી દરબારી હતા.

 
શુરવીર ભુવડ ચાવડાની ખાંભી, ભુવડ ગામ, કચ્છ

ભુવડનો વધ કાઠીઓ અથવા લાખા ફુલાના જાડેજા દ્વારા ૧૩૨૦માં કરવામાં આવ્યો હતો. ભુવડના માથાં વગરના ધડે પણ યુદ્ધ ચાલુ રાખ્યું હતું તેવું કહેવાય છે. ભુવડની લાલ રંગની માથાં વગરની મૂર્તિ કચ્છ જિલ્લાના અંજારથી ૨૦ કિમી દૂર આવેલા ભુવડ ગામમાં આવેલી છે. તેની બાજુમાં ભુવડ જોડે યુદ્ધમાં ખપી ગયેલ યોદ્ધાઓના પાળીયાઓ આવેલા છે.[] અહીં ભુવડ ચાવડાનો ચમત્‍કારીક ઓરડો અને યશપાલ ચાવડાની ખાંભી હયાત છે.

  1. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Printed at the Government Central Press. ૧૮૮૦. પૃષ્ઠ ૨૧૯.