મખમલી થડચડ(Velvet-fronted Nuthatch),સીટ્ટા ફ્રંટાલીસ,, એક નાનું, ગાયક ચકલી વર્ગનું પંખી છે. તે દક્ષિણ એશિયામાં ભારત થી શ્રીલંકા અને દક્ષિણ ચીનથી ઈંડોનેશિયા સુધી મળી આવે છે.આ પક્ષી ન્યુથૅચ સીટ્ટીદાય [[[nuthatch]] family Sittidae]જાતિનું છે.

મખમલી થડચડ
મખમલી થડચડ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Animalia
Phylum: Chordata
Class: Aves
Order: Passeriformes
Family: Sittidae
Genus: 'Sitta'
Species: ''S. frontalis''
દ્વિનામી નામ
Sitta frontalis
Swainson, 1820

આ પક્ષી દરેક પ્રકારના જંગલમાં મળી આવે છે પણ ખુલ્લા નિત્ય લીલાં જંગલો આ પક્ષીને વધુ માફક આવે છે. અન્ય ન્યથૅચ પ્રજાતિ પ્રમાણે આ પક્ષી પણ ઝાડ પરથી ઉતરી શકે છે. લક્કડખોદ જેવા પક્ષીઓ માત્ર ઝાડ પર ચડી જ શકે છે, ઉતરી શકતાં નથી.કીટકો અને કરોળીયા પર નભનાર આ એક્ સક્રીય પક્ષી છે. અને અન્ય પાસેરઈન્સ (ગાયક ચકલી)ના મિશ્ર જૂથમાં પણ જોવા મળે છે.


મખમલી થડચડને પન સામાન્ય થડચડ જેવું જ મોટું માથુંૢ ટૂંકી પૂંછડી તથા મજબૂત ચાંચ અને પગ હોય છે. તે લગભગ ૧૨.૫ સેમી લાંબુ હોય છે. તે ઉપરથી જાંબુલી ભોરારંગનું હોય છે અંદરના અંગો ઘેરા અને ગળું ઘઉંવર્ણુ હોય છે. તેની ચાંચ રાતી હોય છે અને માથે કાળું ટીલું હોય છે. તનર પક્ષીને કાળી સુપરસીલીયમ ભવાં(supercilium) પણ હોય છે. માદાને ભવાં (supercilium) નથી હોતા અને તેમના નીચેનોઆંતરીક ભાગ વધુ ઘેરો હોય છે. નવજાત બચ્ચાં વયસ્કો કરતાં ફીક્કા રંગના હોય છે. નીચેના ભાગના રંગોની છાયા અને ગળાપરના સફેદ ધાબાના પ્રસાર અનુસાર તેની ચાર જાતિઓ મળી આવે છે. તેમના માળા ઝાડની બખોલ કે પાલાણમાં મૉસૢ પીંછા રુંવાટી કી ઘાસ દ્વારા આચ્છાદીત હોય છે. મોટેભાગે થડચડની આ કાણાં મોટા કરવા પડે છે . અને જો કાણું મોટું હોય તો તેની જરૂરિયા નુસાર ગારાની દીવાલ ચણી તે કાણાનો પ્રવેશ નાનો પણ બનાવે છે. સફેદમાં લાલાશ પડતા ૩ થી ૬ ઈંડા મૂકાય છે. આ એક કિકિયારું પક્ષી છે અને તેના સીટ-સીટ-સીટ જેવા અવાજથી શોધી શકાય છે.