ત્રિવેદી મનુભાઈ ત્રિભુવનદાસ, ‘સરોદ’, ‘ગાફિલ’ (૨૬-૭-૧૯૧૪, ૯-૪-૧૯૭૨) : કવિ. જન્મ રાજકોટમાં. વતન માણાવદર. માધ્યમિક શિક્ષણ રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં. જૂનાગઢની કૉલેજમાં અભ્યાસ. એલએલ.બી. થઈને થઈને વકીલાત કર્યો બાદ ન્યાયખાતામાં ન્યાયાધીશપદે. સુરેન્દ્રનગર, નડિયાદ, ભાવનગર, જૂનાગઢ, મોરબી, રાજકોટ, ગોંડલ વગેરે સ્થળે કામગીરી કર્યા બાદ અંતે સ્મોલ કૉઝ કોર્ટ, અમદાવાદમાં ન્યાયાધીશપદે. અમદાવાદમાં હૃદયરોગથી અવસાન.


એમની કવિત્વશક્તિ મુખ્યત્વે ભજન-ગઝલમાં વ્યક્ત થઈ છે. ‘રામરસ’ (૧૯૫૬) અને ‘સુરતા’ (૧૯૭૦) એમના ભજનસંગ્રહો છે. આધ્યાત્મિક રહસ્યછાયાની અંકિત એમની પદાવલીમાં સૌરાષ્ટ્રની ભજન-પરંપરાનો પાસ છે; તો એમના ‘બંદગી’ (૧૯૭૩) ગઝલસંગ્રહમાં પરંપરાની સાદગીનું આકર્ષણ છે.

ગુજરાતી સાહિત્ય પરિષદ પર પરિચય