મર્યાદિત ઓવરોનું ક્રિકેટ
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
મર્યાદિત ઓવરોનું ક્રિકેટ , એક-દિવસીય ક્રિકેટ તરીકે પણ અને થોડા અલગ સંદર્ભમાં લિસ્ટ એ (A) ક્રિકેટ તરીકે ઓળખાય છે, જે ક્રિકેટની રમતનું એક સ્વરૂપ છે જેમાં મેચ સામાન્ય રીતે એક દિવસમાં પૂરી કરવામાં આવે છે. જ્યારે ટેસ્ટ અને પ્રથમ-કક્ષાની મેચો પાંચ દિવસ સુધીનો સમય લઇ શકે છે. તેનું નામ જ એ નિયમ પર પ્રકાશ પાડે છે કે મેચમાં દરેક ટીમ નક્કી કરેલી મહતમ ઓવરો ફેંકે છે, જેની સંખ્યા સામાન્ય રીતે 20થી 50 હોય છે, જોકે મર્યાદિત ઓવરોનાં ક્રિકેટના ટૂંકા અને લાંબા સ્વરૂપો રમાઇ ચૂક્યાં છે. મહત્વની એક-દિવસીય મેચો, આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક મેચો માટે બે દિવસ વધારાના રાખવામાં આવ્યા હોય છે, જેમાં બીજો દિવસ "અનામત" હોય છે અને પ્રથમ દિવસે રમતનું પરિણામ શક્ય ન બન્યું હોય તો આ દિવસે રમત પૂરી કરવાની તક અપાય છે (ઉદાહરણ તરીકે જો રમતને વરસાદને કારણે અધૂરી મૂકવી પડી હોય કે બંધ રાખવી પડી હોય).
માળખું
ફેરફાર કરોદરેક ટીમ માત્ર એક જ વખત દાવ લે છે, અને દરેક દાવ ચોક્કસ ઓવરો સુધી સીમિત રાખવામાં આવ્યો હોય છે. મોટેભાગે એક-દિવસીય આંતરરાષ્ટ્રીય મેચમાં તે પચાસ ઓવરોનો હોય છે તેમજ લિસ્ટ એ (A)માં ચાલીસથી સાઇઠ ઓવરનો હોય છે. લિસ્ટ એ (A) મર્યાદિત-ઓવર્સ (એક-દિવસીય) સ્વરૂપના ક્રિકેટનું સ્થાનિક કક્ષાએ વર્ગીકરણ છે. ક્રિકેટમાંથી લિમિટેડ ઓવર્સ (એક દિવસીય)નું એક વર્ગીકરણ છે, સ્થાનિક કક્ષાએ તકનીકી રીતે એક-દિવસીય ક્રિકેટ પ્રેક્ષકોમાં લોકપ્રિય છે, કારણ કે તે આક્રમક અને સાહસી મનોરંજક બેટિંગને ઉત્તેજન આપે છે, અને તે મોટેભાગે દિલધડક અંતમાં પરિણમે છે. પાંચ દિવસની સતત હાજરીની જગ્યાએ પ્રેક્ષક આખી મેચ દિવસમાં જ જોઇ શકે છે. જોકે, ટેસ્ટ મેચ ક્રિકેટના ઘણાં ચુસ્ત સમર્થકો ટીમની સંબધિત નિપુણતાઓને યોગ્ય ઠેરવવામાં નિષ્ફળ નીવડ્યાં છે. આધુનિક એક-દિવસીય વ્યૂહનીતિઓ મુજબ બેટ્સમેન પ્રથમ અને છેલ્લી કેટલીક ઓવરોને બાદ કરતાં જોખમ ઘણું ઓછું લે છે, જેનાથી જે ઉત્સાહનો દાવો કરવામાં આવે છે તે ઉત્સાહ સતત ઘટી રહ્યો છે.
બોલિંગ નિયંત્રણો
ફેરફાર કરોઉપર જણાવ્યું તેમ, મોટાભાગની એક-દિવસીય મેચોમાં એક બોલેરે ફેંકવાની ઓવરોની સંખ્યા પર નિયંત્રણ લાદવામાં આવ્યાં છે. કોઇ ટીમ વિરોધી ટીમ સામે લાંબુ ટકી શકનારા પોતાના બે શ્રેષ્ઠ બોલરોને જ આખી મેચમાં રમાડે નહીં તે હેતુથી આ નિયંત્રણ લાદવામાં આવ્યું છે. આ નિયંત્રણમાં કોઇ પણ ટીમને ઓછામાં ઓછા પાંચ એવા ખેલાડીઓને સમાવવા જ પડે છે કે જે બોલિંગ કરી શકે છે. ઉદાહરણ તરીકે, વીસ-ઓવરની મેચ માટે સામાન્ય મર્યાદા પ્રતિ બોલર ચાર ઓવરની છે, જ્યારે ચાલીસ-ઓવરની મેચ માટે પ્રતિ બોલર આઠ ઓવર અને પચાસ-ઓવરની મેચ માટે દસ ઓવરની મર્યાદા છે. જોકે આ મર્યાદામાં કેટલાક અપવાદ પણ છે: યુનાઇટેડ સ્ટેટ્સમાં રમાતાં પ્રો ક્રિકેટમાં દરેક બોલર પાંચ ઓવર ફેંકી શકે છે, જેથી દરેક ટીમમાં ચાર જ બોલરની જરૂર પડે છે.
ઇતિહાસ
ફેરફાર કરોએક-દિવસીય ક્રિકેટની શરૂઆત ઇંગ્લિશ કાઉન્ટી ટીમો વચ્ચે 2 મે 1962માં થઇ હતી. "મિડલેન્ડ્સ નોક-આઉટ કપ"માં લીસેસ્ટરશાયર દ્વારા ડર્બીશાયરને અને નોર્ધમ્પ્ટનશાયર દ્વારા નોટિંઘમશાયરને 65 ઓવરોમાં પરાજય આપવામાં આવ્યો હતો, જેમાં અઠવાડિયા પછી નોર્ધમ્પ્ટનશાયર વિજેતા રહ્યું હતું. તે પછીના જ વર્ષમાં, પ્રથમ-કક્ષાની ટીમો વચ્ચે પ્રથમ સંપૂર્ણ-કક્ષાની એક-દિવસીય નોક-આઉટ સ્પર્ધા જીલેટ કપ યોજાઇ, જેમાં સસેક્સ વિજયી રહ્યું હતું. 1969માં જ્હોન પ્લેયર સન્ડે લીગની શરૂઆત સાથે ઇંગ્લેન્ડમાં લીગ એક-દિવસીય ક્રિકેટની શરૂઆત પણ થઇ. શરૂઆતથી જ આ બંને સ્પર્ધાઓ દરેક સીઝનમાં નિયમિતપણે રમાતી રહી છે, જોકે તેના પ્રાયોજકો બદલતાં રહ્યાં છે. નોક-આઉટ કપ હવે ફ્રેન્ડસ પ્રોવિડન્ટ ટ્રોફી તરીકે જાણીતો છે. લીગ હવે માત્ર રવિવાર પૂરતું મર્યાદિત નથી રહ્યું, કારણ કે સ્પર્ધામાં હવે 40 ઓવરોથી વધુ રમાય છે. હવે તે નેટવેસ્ટ પ્રો40 તરીકે ઓળખાય છે.
પ્રથમ મર્યાદિત ઓવર આંતરરાષ્ટ્રીય (એલઓઆઇ (LOI)) મેચ અથવા એક-દિવસીય આંતરરાષ્ટ્રીય (ઓડીઆઇ (ODI)) મેચ 1971માં મેલબોર્નમાં રમાઇ હતી અને ચતુર્વાર્ષિક ક્રિકેટ વિશ્વ કપની શરૂઆત 1975માં થઇ હતી. રંગીન કપડાં સહિતની ઘણી "પેકેજિંગ" નવીનતાઓ વર્લ્ડ સીરિઝ ક્રિકેટનું પરિણામ હતી. જે ઓસ્ટ્રેલિયાના ઉદ્યોગપતિ કેરી પેકર દ્વારા ક્રિકેટની સત્તાઓ સામે "બળવાખોર" સીરિઝ હતી. વધુ વિગતો માટે, જુઓ ક્રિકેટનો ઇતિહાસ.
એક-દિવસીય ક્રિકેટનું નિયંત્રિત સ્વરૂપ એવું ટ્વેન્ટી20 ક્રિકેટ પ્રથમવાર 2003માં ઇંગ્લેન્ડમાં રમાયું. આ સ્વરૂપ ખૂબ જ લોકપ્રિય સાબિત થયું, અને રાષ્ટ્રીય ટીમો વચ્ચે કેટલીક ટ્વેન્ટી20 મેચો રમાઇ. તેમાં સામાન્ય ક્રિકેટના કાયદાઓમાં થોડાઘણાં ફેરફાર કરવામાં આવ્યાં છે, જેમાં ટાઇ થયેલી મેચોના પરિણામ નક્કી કરવા માટે "બોલ-આઉટ" (ફૂટબોલના પેનલ્ટી શૂટ-આઉટની જેમ) ઉમેરવામાં આવ્યું છે, જે બાદમાં સુપર ઓવરના રૂપમાં ફેરવાઇ ગયું હતું.
==એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચો ==
એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચો સામાન્ય રીતે ઉજળા રંગોના કપડાંમાં "દિવસ-રાત" સ્વરૂપમાં રમવામાં આવે છે, જેમાં પ્રથમ દાવ બપોરે શરૂ થાય છે અને બીજો દાવ સ્ટેડિયમની લાઇટોમાં રમાય છે.
એક દિવસીય આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ
ફેરફાર કરોદર ચાર વર્ષે રમાતાં ક્રિકેટ વિશ્વ કપમાં તમામ ટેસ્ટ-રમતાં દેશો અને આઇસીસી (ICC) વિશ્વ કપ ક્વોલિફાયર દ્વારા પસંદ થયેલા દેશોનો સમાવેશ થાય છે. તેમાં સામાન્ય રીતે રાઉન્ડ-રોબિન સ્વરૂપમાં મેચો રમાય છે, જેમાં છેલ્લે સેમિ-ફાઇનલો અને ફાઇનલ રમાય છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી (ICC)) તેના માટેના સ્થળો ખૂબ જ વહેલાં નક્કી કરી દે છે.
જાવેદ મિયાંદાદ, વિવ રિચર્ડ્સ, ડીન જોન્સ, વસિમ અક્રમ, કપિલ દેવ, ઇમરાન ખાન, સચિન તેંદુલકર અને બ્રાયન લારા 1971-2000 દરમિયાનના મર્યાદિત ઓવરોની મેચોના હીરો છે.
આઇસીસી (ICC) ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ તમામ ટેસ્ટ-રમતાં દેશોનો સમાવેશ થાય છે, અને તે બે વિશ્વ કપ વચ્ચે રમાય છે. તેમાં સામાન્ય રીતે રાઉન્ડ-રોબિન જૂથ સ્વરૂપ, સેમિફાઇનલો અને ફાઇનલ રમાડવામાં આવે છે.
દરેક ટેસ્ટ-રમતો દેશ ઘણી વખત ત્રિકોણીય સ્પર્ધા યોજતો હોય છે, જેમાં પોતાના દેશની ટીમ ઉપરાંત બે પ્રવાસી ટીમોનો સમાવેશ થતો હોય છે. તેમાં સામાન્ય રીતે રાઉન્ડ-રોબિન જૂથ સ્વરૂપ પ્રમાણે મેચ હોય છે, અને પછી બે ટોચની ટીમો વચ્ચે ફાઇનલ અથવા ક્યારેક બેસ્ટ-ઓફ-થ્રી ફાઇનલ યોજાય છે. જ્યારે એક જ પ્રવાસી ટીમ હોય, ત્યારે પણ મર્યાદિત ઓવરોની બેસ્ટ-ઓફ-ફાઇવ અથવા બેસ્ટ-ઓફ-સેવન મેચોની સીરિઝ રમવામાં આવે છે.
સ્થાનિક એક-દિવસીય સ્પર્ધાઓ
ફેરફાર કરોક્રિકેટ રમાય છે તેવા લગભગ દરેક દેશમાં સ્થાનિક એક-દિવસીય સ્પર્ધાઓ અસ્તિત્વમાં છે.
લિસ્ટ એ (A) દરજ્જો
ફેરફાર કરોલિસ્ટ એ (A) ક્રિકેટ , ક્રિકેટની રમતનાં મર્યાદિત-ઓવર (એક-દિવસીય) સ્વરૂપનું વર્ગીકરણ છે. જેમ પ્રથમ-કક્ષા ક્રિકેટ એ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચ ક્રિકેટની નીચેના સ્તરે આવતું સ્થાનિક સ્વરૂપ છે, તેવી જ રીતે લિસ્ટ એ (A) ક્રિકેટ એક-દિવસીય ક્રિકેટનું એક-દિવસીય આંતરરાષ્ટ્રીય મેચોની નીચેના સ્તરે આવતું સ્થાનિક સ્વરૂપ છે. અત્યારે ટ્વેન્ટી20 મેચો તેમાં આવતી નથી.
ક્રિકેટ રમતાં મોટાભાગના દેશોમાં સ્થાનિક લિસ્ટ એ (A) સ્પર્ધા અસ્તિત્વ ધરાવે છે. લિસ્ટ એ (A) ક્રિકેટમાં ઓવરની સંખ્યા ચાલીસથી સાઠ પ્રતિ ટીમ હોય છે.
એસોસિએશન ઓફ ક્રિકેટ સ્ટેટિસ્ટિશ્યન્સ એન્ડ હિસ્ટોરિયન્સ દ્વારા પ્રથમ-કક્ષા ક્રિકેટની જેમ જ આ પ્રકાર પાડવામાં આવ્યો છે, જેનાથી વિક્રમો અને આંકડા ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છતી પેઢીને સરખામણીલાયક એક-દિવસીય મેચોનાં આંકડા મળી રહે. જેમાં માત્ર દરેક દેશની મહત્વની એક-દિવસીય સ્પર્ધાઓ અને પ્રવાસી ટેસ્ટ ટીમ સાથેની મેચોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 2006 સુધી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા ક્રિકેટ મેચોના આ વર્ગીકરણને "લિસ્ટ એ (A)" તરીકે માન્યતા મળી ન હતી, જોકે 2006માં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે જાહેર કર્યું કે પોતે અને સભ્ય એસોસિએશનો આ વર્ગીકરણને પ્રથમ કક્ષાની મેચોની જેમ નક્કી કરી શકશે.[૧]
- લિસ્ટ એ (A) તરીકે ગણાતી મેચો:
- એક દિવસીય આંતરરાષ્ટ્રીય (ઓડીઆઇ (ODIs))
- અન્ય આંતરરાષ્ટ્રીય મેચો
- દરેક દેશની
પ્રીમિયર એક-દિવસીય સ્પર્ધાઓ
- પ્રવાસી ટેસ્ટ ટીમની મુખ્ય પ્રથમ-કક્ષા ટીમો સામેની સત્તાવાર મેચો
- લિસ્ટ એ (A) તરીકે ન ગણાતી મેચો:
- વિશ્વ કપ વોર્મ-અપ મેચો
- અન્ય પ્રવાસી મેચો (ઉદાહરણ તરીકે,એવી પ્રથમ-કક્ષા ટીમો સામેની મેચ જે મુખ્ય સ્થાનિક પ્રથમ-કક્ષા સ્પર્ધાનો હિસ્સો ન હોય, જેમ કે યુનિવર્સિટીઓ)
- ફેસ્ટિવલ અને ફ્રેન્ડલી મેચો
ઓસ્ટ્રેલિયા
ફેરફાર કરોધ ર્યોબી વન ડે કપ . જે ટીમો ભાગ લે છે તે નીચે મુજબ છે:
- ન્યૂ સાઉથ વેલ્સનું પ્રતિનિધિત્વ કરતી
ન્યૂ સાઉથ વેલ્સ બ્લુઝ
- વિક્ટોરીઆનું પ્રતિનિધિત્વ કરતી
વિક્ટોરીઅન બુશરેન્જર્સ
- દક્ષિણ ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધત્વ કરતી સધર્ન રેડબેક્સ
- તાસ્માનીઆનું પ્રતિનિધિત્વ કરતી
તાસ્માનીઅન ટાઇગર્સ
- ક્વીન્સલેન્ડનું પ્રતિનિધિત્વ કરતી ક્વીન્સલેન્ડ બુલ્સ
- પશ્ચિમ ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ કરતી વેસ્ટર્ન વોરિયર્સ
2006માં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કેએફસી (KFC) ટ્વેન્ટી20 બિગ બેશ ની શરૂઆત કરી જેમાં ઉપર મુજબની રાજ્યોની ટીમોએ ભાગ લીધો હતો અને આ ટીમોને પુલ એ (A) (વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા, સાઉથ ઓસ્ટ્રેલિયા અને વિક્ટોરિયા) અને પુલ (B) (તાસ્માનિયા, ક્વીન્સલેન્ડ અને ન્યૂ સાઉથ વેલ્સ)માં વહેંચી દઇને બાદમાં ઘરેલુ મેદાન અને બહારના માળખામાં મેચો રમાડવામાં આવી. દરેક ટીમ એક મેચ ઘરેલુ મેદાન અને એક મેચ બહારના મેદાનમાં રમે છે. ચેમ્પિયન નક્કી કરવા માટે બંને પુલના વિજેતા એકબીજા સામે ટકરાય છે.
બાંગ્લાદેશ
ફેરફાર કરોનેશનલ વન ડે ક્રિકેટ લીગ ને ઇસ્પાહની મિરઝાપોર ટી દ્વારા પ્રાયોજિત કરવામાં આવે છે. હાલમાં તે નવેમ્બરથી માર્ચના ગાળામાં રમાય છે, જેમાં રાઉન્ડ રોબિન માળખાંમાં દરેક ટીમ અન્ય ટીમ સાથે ઘરના અને અન્ય મેદાન પર એક વખત રમે છે. લીગ ટાઇટલ માટે નીચને છ ટીમો વચ્ચે સ્પર્ધા થાય છે:
- બરિસલ ડિવિઝન
- ચિત્તાગોંગ ડિવિઝન
- ઢાકા ડિવિઝન
- ખુલ્ના ડિવિઝન
- રાજશાહી ડિવિઝન
- સીલ્હટ ડિવિઝન
ઈંગ્લેન્ડ
ફેરફાર કરો- ફ્રેન્ડ્સ પ્રોવિડન્ટ ટ્રોફી માં 2008 પછી નવું માળખું દાખલ કરવામાં આવ્યું છે. 18 પ્રથમ-કક્ષા કાઉન્ટીઓ, ઉપરાંત સ્કોટલેન્ડ અને આયરલેન્ડની ટીમોને 5 ટીમના 4 જૂથોમાં વિભાજીત કરી દેવામાં આવે છે. દરેક ટીમ જૂથની અન્ય ટીમ સામે એક વખત ઘરેલુ મેદાન પર અને એક વખત બહારના મેદાન પર રમે છે, જેમાંથી જૂથની ટોચની 2 કાઉન્ટીઓ ક્વાર્ટર ફાઇનલ્સમાં પ્રવેશે છે. પહેલા (2006-2007)માં આ સ્પર્ધામાં પ્રથમ રાઉન્ડમાં 10 ટીમોના 2 વિભાગ રહેતાં હતાં - જેમાં નોર્થમાં 9 કાઉન્ટી અને સ્કોટલેન્ડ તેમજ સાઉથમાં 9 કાઉન્ટી અને આયરલેન્ડનો સમાવેશ કરવામાં આવતો હતો. દરેક વિભાગની ટોચની 2 ટીમોને સેમિ-ફાઇનલ્સમાં પ્રવેશ મળતો હતો. તે પહેલા, 1963થી આ સ્પર્ધામાં સીધો જ નોક-આઉટ મુકાબલા થતાં હતાં. સ્પર્ધાનું આ માળખું વ્હાઇટ્સમાં રમાતું હતું અને શરૂઆતમાં તેમાં માઇનર કાઉન્ટીસનો સમાવેશ પણ થતો હતો. ફ્રેન્ડ્સ પ્રોવિડન્ટ ટ્રોફીને લિસ્ટ એ (A)નો દરજ્જો આપવામાં આવ્યો છે.
- નેટ વેસ્ટ પ્રો 40 - વાર્ષિક ધોરણે રમાતી આ સ્પર્ધા બે વિભાગ સાથે રમાય છે જેમાં 18 પ્રથમ કક્ષા કાઉન્ટીઓ અને સ્કોટલેન્ડનું પ્રતિનિધિત્વ કરતી ટીમનો સમાવેશ થાય છે. પ્રથમ વિભાગમાં 9 ટીમો હોય છે, જ્યારે બીજામાં 10 ટીમો રખાઇ છે. દરેક વિભાગ ડબલ રાઉન્ડ-રોબિન (ઘરેલુ મેદાન અને બહાર) રીતે રમે છે. પ્રથમ વિભાગમાં છેલ્લી 3 ટીમોને બીજામાં નીચલી પાયરીએ મૂકી દેવામાં આવે છે, જેમની જગ્યાએ બીજા વિભાગની ટોચની 3 ટીમોને લેવામાં આવે છે. મેચો ઓડીઆઇ (ODI)ના નિયમો પ્રમાણે 45 ઓવરો સુધી રમાય છે, જેમાં વિજેતાને 4 પોઇન્ટ, ટાઇ અથવા અનિર્ણિત માટે 2 અને હાર માટે 0 પોઇન્ટ અપાય છે. મોટાભાગની મેચો દિવસે જ રમાય છે, જોકે કેટલીક મેચ દિવસ-રાતની પણ હોય છે. 2006માં આ લીગની જગ્યાએ પ્રો 40 લીગ દાખલ થયું, જેમાં મોટા ફેરફાર કરવામાં આવ્યાં. એક દાવને 40 ઓવર સુધી મર્યાદિત કરાયો અને દરેક વિભાગમાં નવ ટીમ નો જ સમાવેશ કરવામાં આવ્યો (સ્કોટિશ સોલ્ટેઇર્સ હવે ભાગ નથી લેતી). પ્રો 40 મેચોને લિસ્ટ એ (A) દરજ્જો પ્રાપ્ત છે.
- ટ્વેન્ટી20 કપ - 2003માં દાખલ કરવામાં આવેલી આ સ્પર્ધા ત્રણ સરખા પ્રાદેશિક વિભાગોમાં વાર્ષિક ધોરણે રમવામાં આવે છે. દરેક ટીમ સિંગલ રાઉન્ડ-રોબિન મુજબ રમે છે (જેથી નોકઆઉટ સ્ટેજ પહેલાં દરેક ટીમ 5 મેચો રમે છે), જેમાં વિજય માટે 2, ટાઇ અથવા અનિર્ણિત માટે 1 અને પરાજય માટે 0 પોઇન્ટ આપવામાં આવે છે. 20 ઓવરો માટે જ રમાતી મેચમાં ઓડીઆઇ (ODI)ના સામાન્ય નિયમોનો જ ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ એક સુધારો કરવામાં આવ્યો છે જેમાં ખેલાડી આઉટ થયા પછી નવો ખેલાડી 90 સેકન્ડ સુધી બોલનો સામનો કરવા માટે તૈયાર ન હોય તો ખેલાડીને 'ટાઇમ આઉટ' જાહેર કરવામાં આવે છે. 2003માં, દરેક વિભાગની ટોચની ટીમ અને શ્રેષ્ઠ-ક્રમાંકિત રનર-અપને નોકઆઉટ સ્ટેજ માટે પસંદ કરવામાં આવ્યાં હતાં (સેમિ-ફાઇનલ અને ફાઇનલ). 2004માં, દરેક વિભાગની ટોચની બે ટીમો ઉપરાંત ત્રીજા સ્થાને આવેલી બે શ્રેષ્ઠ-ક્રમાંકિત ટીમોને નોકઆઉટ સ્ટેજ માટે પસંદ કરવામાં આવી હતી (ક્વાર્ટર-ફાઇનલ, સેમિ-ફાઇનલ અને ફાઇનલ). 20 ઓવરનું આ સ્વરૂપ લોકોમાં ખૂબ લોકપ્રિય બન્યું, અને કેટલીય મેચોની તમામ ટિકિટો વેચાઇ ગઇ, જે ફાઇનલ સિવાયની કોઇ પણ ઇંગ્લિશ કાઉન્ટી મેચ માટે અસામાન્ય બાબત હતી.
ભારત
ફેરફાર કરો- રણજી ટ્રોફી એકદિવસીય - પાંચ ઝોનની ટીમો અંદરોઅંદર રમે છે અને ઝોનના વિજેતાઓ રાઉન્ડ-રોબિન માળખાંમાં મેચો રમે છે.
- દેવધર ટ્રોફી - પાંચ ઝોન વચ્ચે રમાય છે: ઇસ્ટ ઝોન, વેસ્ટ ઝોન, નોર્થ ઝોન, સાઉથ ઝોન અને સેન્ટ્રલ ઝોન
- એનકેપી (NKP) સાલ્વે ચેલેન્જર ટ્રોફી - આ સ્પર્ધામાં ત્રણ ટીમની સમાવેશ થાય છે - દરેક ટીમમાં દેશની વિવિધ ટીમમાંથી લેવાયેલા ખેલાડીઓનો સમાવેશ થાય છે. ત્રણેય ટીમોના નામ ઇન્ડિયા સીનિયર્સ, ઇન્ડિયા એ (A) અને ઇન્ડિયા બી (B) અથવા ઇન્ડિયા રેડ્સ, ઇન્ડિયા ગ્રીન્સ અને ઇન્ડિયા બ્લુઝ રાખવામાં આવ્યા છે.
- ઇન્ડિયન ક્રિકેટ લીગ - બિલિયનર સુભાષ ચંદ્રાના રોકાણથી શરૂ થયેલી આ ટ્વેન્ટી20 લીગ દેશમાં ક્રિકેટનો વહીવટ કરતી સંસ્થા બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ (BCCI))થી સ્વતંત્ર હતી. મુંબઇ, ચેન્નઇ, ચંદીગઢ, હૈદરાબાદ, કોલકાત્તા અને દિલ્હી ટીમો સાથે 2007માં તેની શરૂઆત કરવામાં આવી હતી.
- ઇન્ડિયન પ્રીમિયર લીગ - આ સ્પર્ધા ઇન્ડિયન ક્રિકેટ લીગને બીસીસીઆઇ (BCCI)નો જવાબ હતો. 2008માં ટ્વેન્ટી20 લીગની શરૂઆત થઇ જેમાં બેંગલોર, ચેન્નઇ, દિલ્હી, હૈદરાબાદ, જયપુર, કોલકાત્તા, મોહાલી અને મુંબઇની ટીમો હતી, અને તેની પ્રથમ જ સીઝનમાં જ વિશ્વની કોઇ પણ સ્થાનિક વ્યવસાયિક રમત લીગમાં તે બીજી શ્રેષ્ઠ મેચદીઠ સરેરાશ હાજરી ધરાવતી સ્પર્ધા બની ગઇ હતી. તેની પહેલા માત્ર અમેરિકન ફૂટબોલની નેશનલ ફૂટબોલ લીગની જ હાજરી હતી. આ લીગ ખાનગી ધોરણે ફ્રેન્ચાઇસી ધરાવતાં નોર્થ અમેરિકન મોડેલના આધારે ડીઝાઇન કરવામાં આવ્યું હતું.
ન્યૂઝીલેન્ડ
ફેરફાર કરો- પુરૂષો: સ્ટેટ શીલ્ડ (પૂર્વ શેલ કપ) - પ્રથમ કક્ષાના જોડાણના આધારે તે વાર્ષિક ધોરણે છ ટીમ વચ્ચે રમાય છે: નોર્ધન નાઇટ્સ, ઓકલેન્ડ એસીઝ, સેન્ટ્રલ સ્ટેગ્સ, વેલિંગ્ટન ફાયરબર્ડઝ, કેન્ટરબ્યુરી વિઝાર્ડ્ઝ અને ઓટેગો વોલ્ટ્સ. હાલમાં ડબલ રોબિન-રાઉન્ડ (ઘરેલુ મેદાન અને બહાર) તરીકે રમાતી સ્પર્ધામાં પ્રથમ ટીમ સીધી જ ફાઇનલમાં પ્રવેશ મેળવે છે, જ્યારે 2 અને 3 નંબરની ટીિમ સેમિ-ફાઇનલ રમે છે. મેચો મોટેભાગે ઓડીઆઇ (ODI)ના નિયમો પ્રમાણે રમાય છે જેમાં ઘણી મેચ દિવસ-રાતની હોય છે. 2008-2009ની સીઝનમાં નોર્ધન ડિસ્ટ્રિક્ટ્સ નાઇટ્સની ટીમ તેમાં વિજયી બની હતી.
- મહિલા: સ્ટેટ લીગ - પ્રથમ કક્ષાના જોડાણના આધારે તે વાર્ષિક ધોરણે છ ટીમ વચ્ચે રમાય છે: નોર્ધન સ્પિરિટ, ઓકલેન્ડ હર્ટ્સ, સેન્ટ્રલ હિન્ડ્સ, વેલિંગ્ટન બ્લેઝ, કેન્ટરબ્યુરી મેજિસિયન્સ, ઓટેગો સ્પાર્કસ. તેનું માળખું પણ ડબલ રાઉન્ડ-રોબિન પ્રમાણે છે જેમાં વિજેતાને પોઇન્ટ દ્વારા નક્કી કરવામાં આવે છે. 2003-2004ની સીઝનમાં કેન્ટરબ્યુરી મેજિસિયન્સની ટીમ વિજેતા રહી હતી.
પાકિસ્તાન
ફેરફાર કરોપાકિસ્તાની સ્થાનિક સ્પર્ધાઓ નિયમિતપણે બદલાતી રહે છે, પરંતુ 2005-06થી પુરૂષો માટેની ત્રણ એક-દિવસીય સ્પર્ધા માટેનું આયોજન હાથ ધરાયું છે:
- નેશનલ બેંક કપ : ફેબ્રુઆરી અને માર્ચમાં બે-અઠવાડિયાની સ્પર્ધામાં શહેરોની ટીમોને ગોલ્ડ લીગ (સાત ટીમ સાથે) અને સિલ્વર લીગ (છ ટીમ સાથે)માં વહેંચી દેવામાં આવે છે. દરેક ટીમ એક બીજા સાથે એક વખત રમે છે, જેમાં દરેક લીગની બે સર્વોચ્ચ ટીમ ફાઇનલમાં પ્રવેશ મેળવે છે. આમ ગોલ્ડ લીગની કોઇ ટીમ સિલ્વર લીગ સાથે રમી શકશે નહીં.
- ગોલ્ડ લીગ ટીમ્સ:
- ફૈસલાબાદ વોલ્વ્સ
- કરાંચી ડોલ્ફિન્સ
- લાહોર લાયન્સ
- મુલ્તાન ટાઇગર્સ
- પેશાવર પેન્થર્સ
- સિઆલકોટ સ્ટેલિઅન્સ
- રાવલપિંડી રેમ્સ
- સિલ્વર લીગ ટીમ્સ:
- એબ્બોટ્ટાબાદ રીહનોસ
- હૈદરાબાદ હોક્સ
- ઇસ્લામાબાદ લીપર્ડસ
- કરાંચી ઝેબ્રાસ
- લાહોર ઇગલ્સ
- ક્વેટ્ટા બેઅર્સ
- નેશનલ બેંક પેટ્રન્સ કપ : બે અઠવાડિયાની આ સ્પર્ધા નેશનલ બેંક કપ પહેલા શરૂ થાય છે, જેમાં એક જૂથમાં પાંચ ટીમ અને અન્ય જૂથમાં છ ટીમનો સમાવેશ હોય છે. દરેક જૂથની શ્રેષ્ઠ બે ટીમ સેમિ-ફાઇનલમાં પ્રવેશે છે. જે ટીમો વચ્ચે ટક્કર થાય છે તે આ મુજબ છે:
- એલાઇડ બેંક લિમિટેડ
- પાકિસ્તાન કસ્ટમ્સ
- હબીબ બેંક લિમિટેડ
- ખાન રીસર્ચ લેબોરેટરીઝ
- નેશનલ બેંક ઓફ પાકિસ્તાન
- પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ
- પાકિસ્તાન ટેલિકોમ્યુનિકેશન્સ કંપની લિમિટેડ
- સર્વિસ ઇન્ડસ્ટ્રિઝ
- સુઇ નોર્ધન ગેસ પાઇપલાઇન્સ લિમિટેડ
- વોટર એન્ડ પાવર ડેવલપમેન્ટ ઓથોરિટી
- ઝરાઇ તારાક્યાતી બેંક લિમિટેડ
- નેશનલ બેંક ટ્વેન્ટી20 કપ : માર્ચના મધ્યમાં રમાતી આ સ્પર્ધા એક અઠવાડિયું ચાલે છે. નેશનલ બેંક કપમાં ભાગ લેતી ટીમો જ આમાં ભાગ લે છે, અને તેમાં ગ્રુપ મેચો પતી ગયા પછી સેમિ-ફાઇનલ અને એક ફાઇનલ રમાય છે.
હવે આ સ્પર્ધા કરાંચી અને લાહોરમાં યોજાશે.
દક્ષિણ આફ્રિકા
ફેરફાર કરોદક્ષિણ આફ્રિકામાં સ્ટાન્ડર્ડ બેંક કપ એ સ્થાનિક સ્પર્ધા છે (પૂર્વ બેન્સન એન્ડ હેજીસ સીરીઝ) જે 6 ટીમો વચ્ચે રમાય છે:
- ડોલ્ફિન્સ (ડર્બન્સ, ક્વાઝુલુ-નાતાલ)
- ઇગલ્સ (બ્લોમ્ફોન્ટેઇન, ફ્રી સ્ટેટ)
- લાયન્સ (જોહનિસબર્ગ, ગ્વાટેંગ)
- ટાઇટન્સ (પ્રીટોરિયા, ગ્વાટેંગ)
- વોરિયર્સ (પોર્ટ એલિઝાબેથ એન્ડ ઇસ્ટ લંડન, ઇસ્ટર્ન કેપ)
- કેપ કોબ્રાસ (કેપ ટાઉન એન્ડ પાર્લ, વેસ્ટર્ન કેપ)
મેચો 45-ઓવરોની હોય છે, અને ઘરેલુ-અને-બહાર રાઉન્ડ-રોબિન મેચ સીસ્ટમ આધારિત હોય છે (દરેક ટીમ 10 મેચ રમે છે) જેમાં સેમિ-ફાઇનલ અને ફાઇનલનો સમાવેશ પણ થાય છે. 2004/2005 અને 2005/2006 સ્પર્ધાઓમાં ઇગલ્સ ટીમ વિજેતા રહી હતી.
શ્રીલંકા
ફેરફાર કરોપ્રીમિયર મર્યાદિત-ઓવરોની સ્પર્ધામાં 20 ટીમોની ટક્કર થાય છે. છેલ્લી સીઝનની 16 ટીમો કરતાં ટીમની સંખ્યા વધારવામાં આવી હતી. ટીમોને બે જૂથોમાં વહેંચી દેવામાં આવે છે, અને દરેક ટીમ 50 ઓવરો રમે છે. જૂથની દરેક ટીમ બીજી ટીમ સાથે મહિનામાં એક વખત રમે છે. દરેક જૂથની ટોચની ચાર ટીમો ક્વાર્ટર-ફાઇનલ્સ માટે પસંદ થાય છે, અને ત્યારબાદ સીધી જ નોક-આઉટ પદ્ધત્તિથી મેચો રમાય છે. ત્રણ નોક-આઉટ સ્ટેજ પછી વિજેતા પસંદ ન થાય ત્યાં સુધી આ મેચો રમાય છે. સ્પર્ધામાં ઉતરનારી ટીમો આ મુજબ છે:
- બદુરેલિયા સ્પોર્ટસ ક્લબ
- બ્લૂમફીલ્ડ ક્રિકેટ એન્ડ એથ્લેટિક ક્લબ
- બર્ઘર રીક્રીએશન ક્લબ
- ચિલો મેરિઅન્સ ક્રિકેટ ક્લબ
- કોલંબો ક્રિકેટ ક્લબ
- કોલ્ટ્સ ક્રિકેટ ક્લબ
- ગોલ ક્રિકેટ ક્લબ
- કુરૂનેગાલા યુથ ક્રિકેટ ક્લબ
- લંકન ક્રિકેટ ક્લબ
- મૂર્સ સ્પોર્ટસ ક્લબ
- નોન્દેસ્ક્રિપ્ટ્સ ક્રિકેટ ક્લબ
- પાનાદુરા સ્પોર્ટસ ક્લબ
- પોલિસ સ્પોર્ટસ ક્લબ
- રાગામા ક્રિકેટ ક્લબ
- સારાસેન્સ સ્પોર્ટસ ક્લબ
- સેબાસ્ટીઅનાઇટ્સ ક્રિકેટ એન્ડ એથ્લેટિક ક્લબ
- સિંહા સ્પોર્ટસ ક્લબ
- સિંહાલીસ સ્પોર્ટસ ક્લબ
- શ્રીલંકા એર ફોર્સ સ્પોર્ટસ ક્લબ
- તમિલ યુનિયન ક્રિકેટ એન્ડ એથ્લેટિક ક્લબ
વેસ્ટ ઇન્ડિઝ
ફેરફાર કરોકેએફસી (KFC) કપ એ વેસ્ટ ઇન્ડિઝની મુખ્ય પ્રાદેશિક એક-દિવસીય સ્પર્ધા છે, જેનું નામ મુખ્ય પ્રાયોજક ફાસ્ટ ફૂડ ચેઇન કેએફસી (KFC) પરથી રાખવામાં આવ્યું છે. હાલના વર્ષોમાં, તે જૂથ સ્પર્ધા તરીકે એકાદ અઠવાડિયા માટે ચાલે છે, જેની પહેલાં નોક-આઉટ મેચો રમાય છે. વર્તમાન વિજેતા તરીકે ગુયાનાની ટીમ છે. બાર્બાડોઝને ફાઇનલમાં હરાવીને તેઓ જીત્યા હતાં. ગુયાના સૌથી વધુ નવ વખત આ ટાઇટલ જીતનારી ટીમ પણ છે, જોકે તેમાંથી બે ટાઇટલમાં તે સહ-વિજેતા રહ્યું છે. આ ઇતિહાસમાં ટ્રિનિદાદ એન્ડ ટોબેગો સાત ટાઇટલ સાથે બીજા ક્રમે છે.
કેએફસી (KFC) કપની 2005-2006ની આવૃત્તિમાં વેસ્ટઇન્ડિઝના છ કાયમી પ્રથમ કક્ષા પ્રદેશો ટકરાયાં હતાં:
ઝિમ્બાબ્વે
ફેરફાર કરોઝિમ્બાબ્વેમાં આ રમતની સત્તા ઝિમ્બાબ્વે ક્રિકેટમાં નેતૃત્વ વિવાદ અને વારંવારની ખેલાડીઓની હડતાળને કારણે 2005-2006થી ક્રિકેટનું કોઇ પણ સમયપત્રક બહાર પડ્યું નથી. ઇન્ટર-પ્રોવિન્સિયલ એક દિવસીય સ્પર્ધામાં 2004-05માં પાંચ ટીમે ભાગ લીધો હતો, જેમાં નામિબિઆ દેશે પણ ભાગ લીધો હતો. પાંચેય ટીમ એકબીજાની સામે એકએક મેચ રમી હતી, અને રાઉન્ડ રોબિન લીગના વિજેતાએ સમગ્ર સ્પર્ધા જીતી હતી. સ્પર્ધામાં ભાગ લેનારી ટીમો હતી:
- મેનિકેલેન્ડ
- મેશોનાલેન્ડ
- મેટાબેલેલેન્ડ (હાલના વિજેતા)
- મિડલેન્ડ્સ
- નામિબિઆ
વન-ડે વિક્રમો
ફેરફાર કરોલંડનના ઓવલ મેદાન પર 29 એપ્રિલ, 2007ના રોજ ફ્રેન્ડ્સ પ્રોવિડન્ટ ટ્રોફીમાં યોજાયેલી મેચમાં સરેએ 50-ઓવરોમાં ગ્લુસેસ્ટરશાયર સામે 4 વિકેટે કરેલા 496 રન કોઇ પણ લિસ્ટ એ (A) મર્યાદિત ઓવર મેચના એક દાવમાં થયેલો સર્વોચ્ચ જુમલો છે. આ જુમલાએ 4 જુલાઇ, 2006ના રોજ એમ્ટલવીન ખાતે રમાયેલી 50-ઓવરોની એક-દિવસીય મેચમાં શ્રીલંકાએ નેધરલેન્ડ્સ સામે 9 વિકેટે કરેલા 443 રનના જુમલાને વટાવી દીધો છે. હાલમાં ઓડીઆઇ (ODI)માં તે સર્વોચ્ચ સ્કોર છે.
1974માં હેડિંગ્લેમાં યોર્કશાયરે મિડલસેક્સ સામે 40-ઓવરોમાં સૌથી નિમ્ન 23 રનનો જુમલો નોંધાવ્યો હતો.
લિસ્ટ એ (A) મર્યાદિત ઓવરોની મેચમાં બંને ટીમો દ્વારા કરાયેલો સૌથી સર્વોચ્ચ જુમલો 872 રનનો છે: 2006માં જોહનીસબર્ગમાં રમાયેલી એક-દિવસીય આંતરરાષ્ટ્રીય મેચમાં પ્રથમ દાવ લેતાં ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરોમાં ચાર વિકેટે 434 રન નોંધાવ્યા હતાં, અને તેમ છતાં એક બોલ બાકી હતો ત્યારે દક્ષિણ આફ્રિકાએ નવ વિકેટે 438 રન બનાવીને તે મેચ જીતી લીધી હતી.
2002માં ધ ઓવલ ખાતે રમાયેલી 50-ઓવરની મેચમાં સરે તરફથી રમતા અલી બ્રાઉન દ્વારા કરાયેલા 268 રન અત્યાર સુધીનો સર્વાધિક વ્યક્તિગત જુમલો છે. 1997માં ઉના ખાતે રમાયેલી 50-ઓવરોની મેચમાં દિલ્હી તરફથી રમતા હિમાચલ પ્રદેશ સામે રાહુલ સંઘવીએ લીધેલી 15 રનમાં આઠ વિકેટ અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ બોલિંગનો વિક્રમ છે.
ઓગસ્ટ, 2006માં રીચમંડ, કેલિફોર્નિયા ખાતે 45 ઓવરોની મેચમાં યુનાઇટેડ્સ દ્વારા બે એરિયા સામે પાંચ વિકેટે નોંધાવવામાં આવેલા 630 રન મર્યાદિત ઓવરોની કોઇ પણ ઔપચારિક મેચમાં નોંધાયેલો સૌથી મોટો જુમલો માનવામાં આવે છે.[૧]
એક ઓવરમાં સૌથી વધુ સ્કોર દક્ષિણ આફ્રિકાના હર્ષલ ગિબ્સ દ્વારા કરવામાં આવ્યો છે. વેસ્ટ ઇન્ડિઝમાં યોજાયેલા 2007 ક્રિકેટ વિશ્વ કપમાં ગિબ્સે નેધરલેન્ડ્સના દાન વાન બંગની એક ઓવરમાં 6 છગ્ગા મારીને આ સ્કોર નોંધાવ્યો હતો.[૨]
ભારતના યુવરાજસિંહ દ્વારા પણ આવો જ વિક્રમ નોંધાવવામાં આવ્યો છે. દક્ષિણ આફ્રિકામાં યોજાયેલા 2007 આઇસીસી (ICC) વિશ્વ ટ્વેન્ટી20માં યુવરાજસિંહે ઇંગ્લેન્ડના સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં 6 છગ્ગા માર્યા હતાં.
ઓડીઆઇ (200)માં પ્રથમ વખત બેવડી સદી (200 નોટ આઉટ) ફટકારવાનો વિશ્વવિક્રમ સચિન તેંદુલકરના નામે નોંધાયેલો છે. સચિને આ સિદ્ધી 24 ફેબ્રુઆરી, 2010માં ભારતના ગ્વાલિયર ખાતે નોંધાવી હતી.
આ પણ જુઓ
ફેરફાર કરો- ક્રિકેટ પરિભાષા
- ઓડીઆઇ (ODI) ક્રિકેટરોની યાદી
- વર્લ્ડ સીરીઝ ક્રિકેટ
સંદર્ભો
ફેરફાર કરો- ↑ આઇસીસી (ICC) ક્લેરિફાઇસ વોટ કાઉન્ટ્સ એન્ડ વોટ ડઝન્ટ, ક્રિકઇન્ફો તરફથી, 30 જુલાઇ 2006
- ↑ content-usa.cricinfo.com/wc2007/content/current/story/285608.html
- Gilchrist, Adam (1999). One-Day Cricket: Playing the One-Day Game. Harper Collins Publishers. ISBN 0-7322-6713-7.
બાહ્ય લિંક્સ
ફેરફાર કરો- લિસ્ટ એ રેકોર્ડસ સંગ્રહિત ૨૦૦૭-૧૦-૦૧ ના રોજ વેબેક મશિન એટ ક્રિકેટઆર્કાઇવ
- ક્રિકેટ બ્લોગ સંગ્રહિત ૨૦૦૪-૧૧-૦૯ ના રોજ વેબેક મશિન
- ક્રિકેટના રસપ્રદ આંકડા
- ઇસીબી (ECB)ની સત્તાવાર વેબસાઇટ
- ઓનલાઇન ક્રિકેટ ન્યૂઝ અપડેટ્સ સંગ્રહિત ૨૦૨૧-૦૪-૧૧ ના રોજ વેબેક મશિન
- સાઇટ સ્ક્રીન - ક્રિકેટ ડિસ્કશન્સ સંગ્રહિત ૨૦૧૦-૧૦-૩૦ ના રોજ વેબેક મશિન
- ધ "સિલી પોઇન્ટ" |||. સંગ્રહિત ૨૦૦૮-૦૪-૧૧ ના રોજ વેબેક મશિનજીવંત ક્રિકેટ સ્કોરકાર્ડસ અને ટેક્સટ કોમેન્ટરી સંગ્રહિત ૨૦૦૮-૦૪-૧૧ ના રોજ વેબેક મશિન
- ટ્વેન્ટી 20 ક્રિકેટ સંગ્રહિત ૨૦૦૪-૦૯-૨૦ ના રોજ વેબેક મશિન
- ટ્વેન્ટી20 વર્લ્ડ ચેમ્પિયનશિપ ન્યૂઝ, લાઇવ સ્કોર્સ, એનિમેટેડ રીપ્લેઝ, અને બીજું ઘણું સંગ્રહિત ૨૦૧૯-૦૮-૨૪ ના રોજ વેબેક મશિન