જમૈકા કેરેબીયન સાગરમા આવેલ એક સ્વતંત્ર રાષ્ટ્ર છે અને તેની રાજધાની કિંગ્સ્ટન છે.

જમૈકા

Jumieka (Jamaican Patois)
Jamaicaનો ધ્વજ
ધ્વજ
Jamaica નું રાજચિહ્ન
રાજચિહ્ન
સૂત્ર: "Out of Many, One People"
રાષ્ટ્રગીત: "Jamaica, Land We Love"
Location of Jamaica
રાજધાનીકિંગસ્ટન
17°58′17″N 76°47′35″W / 17.97139°N 76.79306°W / 17.97139; -76.79306
સૌથી મોટું શહેરcapital
અધિકૃત ભાષાઓઅંગ્રેજી
National languageJamaican Patois (de facto)
વંશીય જૂથો
(2011[])
ધર્મ
લોકોની ઓળખજમૈકન
સરકારUnitary parliamentary constitutional monarchy
• Monarch
Elizabeth II
Patrick Allen
Andrew Holness
Marisa Dalrymple-Philibert
Tom Tavares-Finson
Bryan Sykes
Mark Golding
સંસદParliament
• ઉપલું ગૃહ
Senate
• નીચલું ગૃહ
House of Representatives
Independence 
• Granted
6 August 1962
વિસ્તાર
• કુલ
10,991 km2 (4,244 sq mi) (160th)
• જળ (%)
1.5
વસ્તી
• 2018 અંદાજીત
2,726,667[] (141st)
• 2011 વસ્તી ગણતરી
2,697,983[]
• ગીચતા
266[]/km2 (688.9/sq mi)
GDP (PPP)2018 અંદાજીત
• કુલ
$26.981 billion[] (134th)
• Per capita
$9,434[] (109th)
GDP (nominal)2018 અંદાજીત
• કુલ
$15.424 billion[] (119th)
• Per capita
$5,393[] (95th)
જીની (2016)positive decrease 35[]
medium
માનવ વિકાસ દર (HDI) (2019)Increase 0.734[૧૦]
high · 101st
ચલણજમૈકન ડોલર (JMD)
સમય વિસ્તારUTC-5
વાહન દિશાડાબે
ટેલિફોન કોડ+1-876
+1-658 (Overlay of 876; active in November 2018)
ISO 3166 કોડJM
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).jm

ટાઇનો જાતીના મૂળ વસાહતીઓ કોલમ્બસનાં આગમન પહેલા અહીં વસતા હતા. ઈ.સ. ૧૪૯૪માં સ્પેનિસ લોકોના આગમન બાદ મોટાભાગના મૂળ લોકો યુરોપથી આવેલા ચેપી રોગોની કે જેની તેમની પાસે કોઇ રોગપ્રતીકારકતા હતી નહી તેથી નાશ પામી હતી ત્યારબાદ સ્પેનિશ લોકો દ્વારા શેરડીના ખેતરોમાં કામ કરવા માટે મોટી સંખ્યામાં આફ્રિકીવંશીય લોકોને વસાવવામા આવ્યા. ઈ.સ. ૧૬૫૫માં બ્રિટને સ્પેનિશલોકો પાસેથી આ ટાપુ જીતી લઈને તેને પોતાનુ સંસ્થાન બનાવીને જમૈકા નામ આપ્યુ હતું. ૬ઓગસ્ટ ૧૯૬૨ના રોજ જમૈકાએ બ્રિટિશ આધિપત્યમાંથી મુક્ત થઈને પુર્ણ સ્વાતંત્ર મેળવ્યુ હતું. સ્વતંત્રતા બાદ જમૈકામાં સંસદીય પ્રકારની લોક્શાહી અને બધાંરણીય રાજાશાહી પધ્ધતીથી રાજ્ય ચાલે છે. બ્રિટનના રાણીએ દેશના બંધારણીય વડા છે.

જમૈકાનો કુલ વિસ્તાર ૧૦૯૯૦ ચોરસ કિ.મી જેટલો છે.ભૌગોલીક રીતે જમિકાનુ સ્થાન ક્યુબાની દક્ષિણે, હિસ્પેનોલીયાની( હાઇટી અને ડોમિનિકન રિપબ્લિકવાળો ટાપુ) પશ્ચિમે અને કેયમેન ટાપુની દક્ષિણ-પુર્વમા આવેલ છે. જમૈકા કેરેબિયન સાગરમા આવેલ ત્રીજો સૌથી મોટો ટાપુ છે.કિંગ્સટન અને મોન્ટેગો બે દેશના સૌથી મોટા બે શહેરો છે.જમૈકાની આબોહવા ઉષ્ણકટીબંધીય પ્રકારની ગરમ અને ભેજવાળી છે.

ઉદ્યોગો

ફેરફાર કરો

જમૈકાના મુખ્ય પાકોમાં મકાઈ,શેરડી,કેળા,પ્લેન્ટૈન( કેળા જેવુ એક પ્રકારનુ ફળ),અનાનસ,નાળીયેર અને ખાટા ફળો છે આ ઉપરાંત જમૈકામા બોક્સાઇટ,જિપ્સમ( ચીરોડી) અને શીસુ જેવા ખનીજો મળે છે. શેરડીમાથી ખાંડ અને રમ ,સીમેન્ટ,ખાતર અને સોફ્ટવેર સેવાઓના ઉધ્યોગો પણ વીક્સેલ છે. પ્રવાસન ઉદ્યોગ દેશનો સૌથી મોટો ઉદ્યોગ છે અને મોન્ટેગો બે તેનુ બહુ જાણીતુ પ્રવાસન કેન્દ્ર છે.

વસ્તીવિષયક

ફેરફાર કરો

જમૈકાની મોટાભાગની વસ્તી આફ્રિકન મૂળના લોકોની છે તે ઉપરાંત યુરોપીય,ભારતીય અને મિશ્ર મૂળના લોકો વસે છે. જમૈકન છાંટ વાળી અંગ્રેજી અને અંગ્રેજી મિશ્રીત ક્રીયોલ જે જમૈકન પેરવાના નામે જાણીતી છે તે મુખ્ય ભાષાઓ છે. દેશની મોટાભાગની પ્રજા પ્રોટેસ્ટંટ અને કેથોલીક ખ્રિસ્તીઓની છે ઉપરાંત અન્ય ધર્મના લોકો પણ વસે છે.


સંદર્ભ :

ફેરફાર કરો
  1. Collins, Olive. "Welcome to Sligoville: The story of the Irish in Jamaica". The Irish Times. મૂળ સંગ્રહિત માંથી 25 October 2019 પર સંગ્રહિત. મેળવેલ 14 April 2020.
  2. "CIA World Factbook (Jamaica)". United States Government. મૂળ સંગ્રહિત માંથી 11 January 2021 પર સંગ્રહિત. મેળવેલ 15 May 2007.
  3. સંદર્ભ ત્રુટિ: અયોગ્ય <ref> ટેગ; WorldFactbookનામના સંદર્ભ માટે કોઈ પણ સામગ્રી નથી
  4. "The World Factbook – Central Intelligence Agency". Cia.gov. મૂળ સંગ્રહિત માંથી 24 January 2021 પર સંગ્રહિત. મેળવેલ 2017-09-25.
  5. "Data Query Total Population by sex (thousands)". UNITED NATIONS/DESA/POPULATION DIVISION. મૂળ માંથી 19 September 2016 પર સંગ્રહિત. મેળવેલ 18 April 2018.
  6. "Population Usually Resident in Jamaica, by Parish: 2011". Statistical Institute of Jamaica. મૂળ સંગ્રહિત માંથી 26 February 2020 પર સંગ્રહિત. મેળવેલ 2019-12-28.
  7. "Data Query – Population density (persons per square km), as of 1 July". UNITED NATIONS/DESA/POPULATION DIVISION. મૂળ માંથી 19 September 2016 પર સંગ્રહિત. મેળવેલ 18 April 2018.
  8. ૮.૦ ૮.૧ ૮.૨ ૮.૩ "World Economic Outlook Database, October 2018". IMF.org. International Monetary Fund. મેળવેલ 12 March 2019.
  9. "The World Factbook". CIA.gov. Central Intelligence Agency. મૂળ સંગ્રહિત માંથી 11 January 2021 પર સંગ્રહિત. મેળવેલ 12 March 2019.
  10. Human Development Report 2020 The Next Frontier: Human Development and the Anthropocene (PDF). United Nations Development Programme. 15 December 2020. પૃષ્ઠ 343–346. ISBN 978-92-1-126442-5. મૂળ સંગ્રહિત (PDF) માંથી 15 December 2020 પર સંગ્રહિત. મેળવેલ 16 December 2020.