ત્રિનિદાદ અને ટોબેગોનું ગણતંત્ર એ દ્વિપસમૂહો વડે બનેલું રાષ્ટ્ર છે[૪] જેનું સ્થાન દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલાની ઉત્તરપૂર્વ અને લૅસર એન્ટિલિઝ (દક્ષિણપૂર્વ વૅસ્ટ ઇન્ડિઝમાં આવેલા ટાપુઓનું જૂથ)ના ગ્રેનેડાની દક્ષિણ બાજુએ દક્ષિણ કેરબિયનમાં આવેલું છે. આ રાષ્ટ્ર ઉત્તરપૂર્વમાં બાર્બાડોસથી દક્ષિણપૂર્વમાં ગયાના અને દક્ષિણ પશ્ચિમમાં વેનેઝુએલા સહિત અન્ય રાષ્ટ્રો સાથે દરિયાઇ સરહદ ધરાવે છે.[૫][૬]

Republic of Trinidad and Tobago

Trinidad and Tobagoનો ધ્વજ
ધ્વજ
Trinidad and Tobago નું રાજચિહ્ન
રાજચિહ્ન
સૂત્ર: "Together we aspire, together we achieve"
રાષ્ટ્રગીત: Forged from the Love of Liberty
Location of Trinidad and Tobago
Location of Trinidad and Tobago
રાજધાનીPort of Spain
સૌથી મોટું citySan Fernando[૧]
અધિકૃત ભાષાઓEnglish
વંશીય જૂથો
Africans, Indians, Venezuelans, Spaniards, French Creoles, Portuguese, Chinese, Britons, Lebanese, Syrians, Caribs
લોકોની ઓળખTrinidadian, Tobagonian
સરકારParliamentary republic
• President
George Maxwell Richards
Kamla Persad-Bissessar
સંસદParliament
• ઉપલું ગૃહ
Senate
• નીચલું ગૃહ
House of Representatives
Independence
• from the United Kingdom
31 August 1962
• 
1 August 1976
વિસ્તાર
• કુલ
5,131 km2 (1,981 sq mi) (171st)
• જળ (%)
negligible
વસ્તી
• July 2009 અંદાજીત
1,299,953 (152nd)
• ગીચતા
254.4/km2 (658.9/sq mi) (49th)
GDP (PPP)2009 અંદાજીત
• કુલ
$25.922 billion[૨]
• Per capita
$19,818[૨]
GDP (nominal)2009 અંદાજીત
• કુલ
$20.380 billion[૨]
• Per capita
$15,580[૨]
માનવ વિકાસ દર (HDI) (2010)Increase 0.736[૩]
ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · 59th
ચલણTrinidad and Tobago dollar (TTD)
સમય વિસ્તારUTC-4
વાહન દિશાleft
ટેલિફોન કોડ+1-868
ISO 3166 કોડTT
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).tt

આ દેશનો વિસ્તાર 5,128 square kilometres (1,980 sq mi)[૭] છે અને બે મુખ્ય ટાપુઓ ત્રિનિદાદ અને ટોબેગો તથા અન્ય અસંખ્ય નાનાં ભૂમિના ટુકડાઓનો બનેલો છે. મુખ્ય ટાપુઓ પૈકી ત્રિનિદાદ એ સૌથી વિશાળ અને વધુ વસતી ધરાવતો ટાપુ છે; ટોબેગો ઘણો નાનો ટાપુ છે, જે કુલ વિસ્તારના આશરે 6 ટકા અને સમગ્ર વસતીના 4 ટકા હિસ્સાનું પ્રતિનિધિત્વ કરે છે. આ દેશની વસતી 1.3 મિલિયન હોવાનો અંદાજ છે (2005). આ દેશનું સ્થાન વાવાઝોડાના પટ્ટાની બહાર આવેલું છે.

ક્રિસ્ટોફર કોલમ્બસના સમયથી લઈ 1802માં બ્રિટનના હાથમાં આવતા સુધીના સમયગાળા દરમિયાન, ત્રિનિદાદ અને ટોબેગો સ્પેનની વસાહત હતી. 1962માં આ રાષ્ટ્રને સ્વતંત્રતા મળી અને 1976માં ગણતંત્ર બન્યું. મોટાભાગના અંગ્રેજીભાષી કેરીબિયન રાષ્ટ્રોથી વિપરિત, ત્રિનિદાદ અને ટોબેગોનું અર્થતંત્ર પહેલેથી ઔદ્યોગિક છે[૮] અને તેણે પેટ્રોલિયમ અને પેટ્રોકેમિકલ્સ પર ભાર મૂક્યો છે. ત્રિનિદાદ અને ટોબેગો મજબૂત મેક્રોઇકોનોમિક માળખું અને સંસ્થાકીય સ્થિરતાની લાંબી પરંપરા ધરાવે છે.[સંદર્ભ આપો] આર્થિક સ્વાતંત્ર્યના 10 ક્ષેત્રો પૈકીના ઘણાંમાં તેની કામગીરી સારી રહી છે, અને તેના અર્થતંત્રએ 2003-2008ના સમયગાળા દરમિયાન લગભગ 7 ટકાના સરેરાશ દરે વિકાસ સાધ્યો હતો. સરકારે અર્થતંત્રના પાયાને વૈવિધ્યસભર બનાવવાનો પ્રયાસ કર્યો છે, અને આ રાષ્ટ્ર કેરબિયન પ્રદેશમાં એક મહત્વના નાણાકીય કેન્દ્ર તરીકે ઊભર્યું છે.

ત્રિનિદાદ અને ટોબેગો, ત્યાંના કાર્નિવલ માટે જાણીતા છે અને આ દેશ સ્ટીલપૅન,[૯] કેલિપ્સો,[૧૦][૧૧] સોકા અને લિમ્બોની જન્મભૂમિ પણ છે.

ઇતિહાસકાર ઈ. એલ. જૉસેફે એવો દાવો કર્યો છે કે એમરિન્ડ કાળમાં ત્રિનિદાદનું નામ આયરી હતું, જે હ્યૂમિંગબર્ડનાં અરાવાક નામ, આયરીટી (ierèttê) અથવા યેરીટી (yerettê) ઉપરથી ઉતરી આવ્યું હતું. જો કે, બૂમેર્ટે એવો દાવો કર્યો છે કે કેયરી (cairi) કે કાયેરી (cairi), બન્નેમાંથી એકપણનો અર્થ હ્યૂમિંગબર્ડ થતો નથી તેમજ ટુકુસી (tukusi) અથવા ટુકુચી (tucuchi)નો પણ એવો કોઈ અર્થ થતો નથી. અન્યએ એવી રજૂઆત કરી છે કે કેયરી અને આયરી નો અર્થ ટાપુ થાય છે. [સંદર્ભ આપો] ક્રિસ્ટોફર કોલમ્બસે આ પ્રદેશનું પુનઃ નામકરણ કરીને “યા યાસ્લા દી લા ત્રિનિદાદ” (“ટ્રિનિટીનો ટાપુ”) રાખ્યું હતું અને તે રીતે પોતાની ત્રીજી સંશોધન યાત્રા શરૂ કરતા પૂર્વે પોતે લીધેલી પ્રતિજ્ઞા પૂરી કરી હતી.[૧૨]ટોબેગોનો સિગારની જેવા આકારને લીધે તેને તેનું સ્પેનિશ નામ (કેબેકો , ટેવાકો , ટોબેકો ) અને સંભવિતપણે એમરિન્ડિયન નામો જેવા કે એલાઉબેરા (કાળો શંખ) અને ઉરુપેઇના (મોટી ગોકળગાય) (બૂમેર્ટ, 2000) મળ્યાં હોવા જોઈએ, અલબત્ત તેના અંગ્રેજી ઉચ્ચારણો/təˈbeɪɡoʊ/ પ્લમ્બેગો અને સાગો સાથે ધ્વનિની સમાનતા (પ્રાસ) ધરાવે છે.[સંદર્ભ આપો]

ત્રિનિદાદ

ફેરફાર કરો

ત્રિનિદાદ અને ટોબેગો, બન્ને ઉપર પ્રારંભમાં દક્ષિણ અમેરિકાના મૂળના એમરિન્ડિયનોએ વસવાટ કર્યો હતો. લગભગ 7,000 વર્ષ પૂર્વે ખેતીનો પ્રારંભ થયો તે પૂર્વેના આદિમાનવ જેવા લોકોએ સૌ પ્રથમવાર ત્રિનિદાદ પર વસવાટ કર્યો હતો, અને તેમણે ત્રિનિદાદને કેરબિયનનો સૌથી પહેલા વસવાટ પામેલો હિસ્સો બનાવ્યો હતો. ઈ.સ.પૂ. (B.C.) 250ની આસપાસ માટીના વાસણોનો ઉપયોગ કરનારા ખેતીવાડીના જાણકાર લોકોએ ત્રિનિદાદમાં વસવાટ કર્યો અને ત્યારબાદ તેઓ આગળ લેસર એન્ટિલિયન પ્રદેશ તરફ આગળ વધ્યાં. યુરોપના સંપર્કમાં આવતા સમયે, ત્રિનિદાદ ઉપર નેપોયા અને સુપોયા જેવા વિવિધ એરવાકન બોલનારા જૂથો અને યાઓ જેવા કેરબન બોલનારા જૂથોનો કબ્જો હતો, જ્યારે ટોબેગો ઉપર કેરિબ્સ ટાપુ અને ગેલિબી ટાપુઓનો કબ્જો હતો.

 
ટોબેગોનો પીજન પોઇન્ટ, દેશના ટોચના પ્રવાસન સ્થાનોમાંનું એક
 
પાર્લાટુવિયેર અખાત, ટોબેગોનું લોકપ્રિય પ્રવાસન સ્થાન

ક્રિસ્ટોફર કોલમ્બસ 31 જુલાઈ, 1498ના રોજ ત્રિનિદાદ ટાપુ ઉપર આવી ચઢ્યો. 1530ના દશકમાં ત્રિનિદાદમાં સ્થાયી થનારો સૌપ્રથમ યુરોપિયન હતો એન્ટોનિયો દી સેડેનો જે ઓરિનોકો પર અંકુશ રાખવા તથા વૅરાઓ (વ્હાઈટહેડ, 1997)ને જીતી લેવા માટે આવ્યો હતો. કેસાઇક વન્નાવાનારે (ગ્યુઆનાગ્યુઆનારે)એ સેંટ જૉસેફ વિસ્તારને ડોમિન્ગો દી વૅરે ઇ ઇબરગ્વેનને 1592માં આપી દીધો અને ત્યારબાદ આ ટાપુના બીજા ભાગમાં ખસી ગયો (બૂમેર્ટ, 2000). આ ભૂમિ ઉપર સેન જોઝ દી ઓરુના (સેંટ જૉસેફ)ની સ્થાપના એન્ટોનિયો દી બૅરિયોએ કરી હતી. ત્રિનિદાદ પર વૉલ્ટર રેલીઘનું આગમન 22 માર્ચ 1595ના રોજ થયું હતું અને ટૂંક સમયમાં તેણે સાન જોઝ પર આક્રમણ કર્યું, તેણે દી બેરિયોને પકડીને તેની ઝીણવટથી તપાસ કરીને તેની પાસેથી તથા કેસાઇક ટોપિયા વારી (વ્હાઇટહેડ, 1997) પાસેથી ઘણી માહિતી કઢાવી લીધી.

1700ના દશકમાં, ત્રિનિદાદ મધ્ય અમેરિકા, હાલના મેક્સિકો અને દક્ષિણ પશ્ચિમ યુનાઇટેડ સ્ટેટ્સ (બેસોન, 2000) સહિત ન્યૂ સ્પેનના શાસન હેઠળનો ટાપુરૂપી પ્રદેશ હતો. જો કે, આ સમયગાળામાં ત્રિનિદાદ મહદ્અંશે જંગલ જ હતું, જેમાં કેટલાક સ્પેનિયાર્ડો અને તેમના થોડાક ગુલામો અને અમુક હજાર એમરિન્ડિયનની વસતી હતી (બેસોન, 2000). ત્રિનિદાદમાં સ્પેનનું વસાહતીકરણ બહુ ઓછું રહ્યું હતું. ત્રિનિદાદમાં ઓછી વસતીવાળું સ્થળ ગણાતું હોવાને કારણે, ગ્રેનેડામાં વસતો ફ્રેન્ચ વ્યક્તિ રુમી દી સેંટ લૌરેન સ્પેનિશ રાજા ચાર્લ્સ ત્રીજા પાસેથી 4 નવેમ્બર 1783ના રોજ કેડ્યુલા દી પોબ્લાસિયન મેળવી શક્યો હતો.

1776ના સૌપ્રથમ કેડ્યુલા દી પોબ્લાસિયનની તુલનાએ આ વધુ ઉદાર હતું અને ત્યાં સ્થાયી થનારા રોમન કેથોલિક વિદેશીઓ નિઃશુલ્ક જમીન આપવામાં આવી હતી તેમજ તથા ત્રિનિદાદમાં તેમના ગુલામો સ્પેનિશ રાજા પ્રત્યે નિષ્ઠાવાન રહેવા સંમત થયા હતા. [સંદર્ભ આપો]પ્રત્યેક વ્યક્તિ, સ્ત્રી અને બાળકને 32 એકર જમીન આપવામાં આવી હતી અને ત્રિનિદાદ લાવવામાં આવેલા પ્રત્યેક ગુલામને તેનાથી અડધી જમીન આપવામાં આવી હતી. પરિણામે સ્કોટ, આયરિશ, જર્મન, ઇટાલિયન અને ઇંગ્લિશ કુટુંબોનું આગમન થયું. પ્રોટેસ્ટન્ટ્સને ગવર્નર ડોન જોઝ મારિયા ચાકેનનાં કાયદાના ઉદાર અર્થઘટનનો લાભ મળ્યો. [સંદર્ભ આપો] ત્રિનિદાદની સંસ્કૃતિ ઉપર ફ્રાન્સની ક્રાંતિ (1789)ની પણ અસર થઈ હતી અને તેથી જ ત્રિનિદાદ પર માર્ટિનિક્વન ખેડૂતો અને તેમના ગુલામો આવ્યા હતા જેમણે આ ટાપુ ઉપર કૃષિ (ખાંડ અને કોકો) આધારિત અર્થવ્યવસ્થાની સ્થાપના કરી હતી.[૧૩]

પોર્ટ ઓફ સ્પેનની વસતી કે જે 3,000થી નીચે હતી તે પાંચ વર્ષ પછી વધીને 10,422 થઈ ગઈ અને 1797માં ટાપુના રહેવાસીઓમાં વિવિધ જાતિના લોકો, સ્પેનિયાર્ડ, આફ્રિકન, ફ્રેન્ચ રિપબ્લિકન સૈનિકો, નિવૃત્ત ચાંચિયાઓ અને ફ્રેન્ચ ઉમરાવોનો સમાવેશ થતો હતો (બેસોન, 2000). 1797માં ત્રિનિદાદની કુલ વસતી 17,718 હતી; આ પૈકીના 2,151 લોકો યુરોપીય કુળના હતા, 4,476 “મુક્ત કાળાઓ અને રંગધારી લોકો” હતા, 10,009 લોકો ગુલામો અને 1,082 લોકો એમરિન્ડિયન હતા.

1797માં, જનરલ સર રાલ્ફ એબરક્રોમ્બી અને તેમનો સૈન્ય કાફલો બોકાસ થઈને આવી પહોંચ્યો અને ચેગ્યુઅરામાસના કિનારે લંગર તાણ્યું. સ્પેનિશ ગવર્નર ચાકોને લડાઇ વિના જ અમુક શરતોને આધારે શરણે જવાનું નક્કી કર્યું. ત્રિનિદાદ ફ્રેન્ચ બોલતી વસતી અને સ્પેનિશ કાયદાઓ ધરાવતી બ્રિટિશ તાજના શાસન હેઠળની વસાહત બન્યું (બેસોન, 2000). 1802માં બ્રિટનની જીત અને ઔપચારિક સોંપણીને પગલે ત્રિનિદાદ ઇંગ્લેન્ડ અને પૂર્વીય કેરબિયનની બ્રિટિશ વસાહતોના લોકોનો પ્રવાહ શરૂ થયો. સ્પેનના શાસન દરમિયાન વસાહત છૂટીછવાઈ હતી અને વસતીવધારાનો દર ધીમો હતો અને બ્રિટિશ શાસન સ્થપાયા બાદ પણ ત્રિનિદાદ વેસ્ટ ઇન્ડિઝની સૌથી ઓછી વસતી ધરાવતી અને ખેતીનું અલ્પવિકસિત માળખું ધરાવતી પૈકીની એક વસાહત હતી.[૧૪] બ્રિટિશ શાસન દરમિયાન નવી સ્થાવર મિલ્કતોનું સર્જન થયું અને અહીંની જમીનને ઉચ્ચ નફો રળી આપતા શેરડીના ખેતરો તરીકે વિકસાવવાના કામને સરળ બનાવવા માટે ગુલામોની આયાતમાં વૃદ્ધિ થઈ, પરંતુ બ્રિટનમાં ગુલામપ્રથા નાબૂદીકરણના પ્રયાસોને કારણે ગુલામોની સામુહિકપણે આયાત હજુ પણ મર્યાદિત અને રોકાયેલી હતી.[૧૫][૧૬]

નાબૂદીકરણની ચળવળ[૧૫] અને/અથવા શ્રમશક્તિ મેળવવાની દ્વષ્ટિએ ગુલામો આર્થિક રીતે પરવડે એવા ન હતા,[૧૬] આ બન્ને પરિબળોને કારણે 1833માં સ્લેવરી એબોલિશન એક્ટ 1833 (સાઇટેશન 3 અને 4, વિલ. 4 સી. 73) દ્વારા ગુલામીપ્રથા નાબૂદ થઈ, ત્યારબાદ બ્રિટનના તાબા હેઠળના પ્રદેશોમાં પણ “એપ્રેન્ટિસશિપ (કરાર હેઠળ અમુક સમય માટે કામ કરવા બંધાઈને કામ શીખવાની પદ્ધતિ)”ના ગાળાના માર્ગે તેનું અનુસરણ થયું. 1838માં તેને પણ નાબૂદ કરવામાં આવી અને 1 ઓગસ્ટે ગુલામોને સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી. 1838ના વસતીના આંકડાઓને જોતા, જો કે, ત્રિનિદાદ અને તેના પડોશી ટાપુઓ વચ્ચેનો તફાવત સ્પષ્ટપણે જણાય છેઃ 1838માં ગુલામોને સંપૂર્ણ મુક્તિ વખતે, ત્રિનિદાદમાં માત્ર 17,439 ગુલામો હતા, ગુલામના માલિકો પૈકીના 80 ટકા લોકો વ્યક્તિદીઠ 10 કરતા પણ ઓછા ગુલામો ધરાવતા હતા (પાના 84–85)[૧૬]

તેનાથી વિપરિત, ત્રિનિદાદથી કદમાં બે ગણું, જમૈકા લગભગ 3,60,000 ગુલામો ધરાવતું હતું.[૧૭] સંપૂર્ણ મૂક્તિના સમયે, પ્રારંભી ખેતીના માલિકોમાં મજૂરોની ભારે ખેંચ ઊભી થઈ, અને આ જરૂરિયાતને બ્રિટિશે નોકરીના બેતરફી કરારનામાં દ્વારા પૂરી કરી. આ પદ્ધતિ હેઠળ વિભિન્ન રાષ્ટ્રોના લોકો સાથે કરાર કરવામાં આવ્યો, જેમાં ચીન, પોર્ટુગલ અને ભારતના લોકોનો સમાવેશ થતો હતો. આ પૈકી, ભારતીયો સૌથી વધુ સંખ્યામાં આયાત પામ્યાં, જેની શરૂઆત 1 મે, 1845ના રોજ થઈ, તે વખતે ત્રિનિદાદ તરફ ગયેલા એક મુસ્લિમની માલિકીના ફટેલ રોઝેક નામનાં સૌપ્રથમ જહાજમાં 225 ભારતીયોની આયાત કરવામાં આવી.[૧૮] ભારતીયો સાથેની ગિરમિટ પદ્ધતિ 1845થી 1917 સુધી ચાલી, જે દરમિયાન 1,47,000 કરતા પણ વધુ ભારતીયોને શેરડીના ખેતરોમાં કામ કરવા માટે ત્રિનિદાદ લાવવામાં આવ્યા.[૧૯]

તેમણે યુવા રાષ્ટ્રની બીજા ક્રમની સૌથી મોટી વસતીમાં વધારો કર્યો અને તેમના મજૂરોએ અગાઉ વણખેડાયેલી જમીન વિકસાવી. આ બેતરફી કરારનામાનો કરાર એટલો શોષણાત્મક હતો કે હ્યુ ટિન્કરે તો તેને “ગુલામીની એક નવી પદ્ધતિ” કહ્યો હતો. આ કરારમાં લોકો સાથે પાંચ વર્ષના સમયગાળા માટે દૈનિક વેતન (20મી સદીના પ્રારંભમાં 25 સેન્ટ્સ હતા) સાથેનો કરાર કરાતો હતો, જેના બાદ તેમને ભારત પરત મોકલી આપવાની બાંયધરી અપાતી હતી. મજૂરો મેળવવા માટે ઘણીવાર જોરજુલમ અપનાવવામાં આવતા હતા, જો કે, ટૂંક સમયમાં જ તેમના મજૂરો જલ્દી જતા રહે છે એવી ખેડૂતોએ ફરિયાદ કરતા બેતરફી કરારનો ગાળો વધારીને 10 વર્ષનો કરવામાં આવ્યો [૧૫]

મજૂરોને પરત મોકલવાને બદલે, બ્રિટિશ સત્તાવાળાઓએ ટૂંક સમયમાં જ મજૂરોને જમીનનો ભાગ આપવાનું શરૂ કર્યું જેથી તેઓ ત્યાં વસવાટ કરવા માટે પ્રોત્સાહિત થાય, જો કે જેમને જમીન અપાઈ હતી તેવા લોકોની સંખ્યા સ્પષ્ટ નથી.[૨૦] આ વસાહતમાં પ્રવેશનારા ભારતીયો પણ ખાસ શાહી કાનૂનો હેઠળ આવતા હતા, જેના કારણે તેઓ ત્રિનિદાદની બાકીની વસતીથી અલગ પડી ગયા હતા. તેઓ જ્યારે ખેતરોમાં ન હોય ત્યારે તેમણે પોતાની પાસે “પાસ” રાખવો પડતો હતો, અને જો તેમને મુક્ત કરી દેવાયા હોય તો તેમણે પોતાની પાસે બેતરફી કરારનો સમયગાળો પૂરો થઇ ગયાનો પુરાવો આપતા “ફ્રી પેપર્સ” અથવા સર્ટિફિકેટ રાખવા પડતા હતા.[૨૧] આમ છતાં, જો કે, બેતરફી કરારનો ગાળો પૂરો કરનારા લોકો ભૂતપૂર્વ-ગુલામોની જેમ જ વસતીનો એક નિર્ણાયક અને મહત્વનો હિસ્સો બન્યા.

19મી સદીના ઉત્તરાર્ધમાં અને 20મી સદીના પ્રારંભમાં આર્થિક આવકમાં કાકાઓ (કોકો)ની ખેતીનો પણ હિસ્સો નોંધપાત્ર હતો. કાકાઓ પાક પડી ભાંગ્યા બાદ (રોગ અને મહામંદીને લીધે) અર્થતંત્રમાં પેટ્રોલિયમનું વર્ચસ્વ વધવા લાગ્યું. કોકોની ખેતીની નિષ્ફળતાની સાથે સાથે શેરડી ઉદ્યોગ પણ પડી ભાંગ્યો જેને પરિણામે ત્રિનિદાદના ગ્રામીણ અને ખેત મજૂરોમાં વ્યાપક મંદી ફરી વળી અને 1920-1930ના સમયગાળામાં મજૂર ચળવળની આગેકૂચને પ્રોત્સાહન મળ્યું. તેની આગેવાની ટ્યુબલ ઉરિયાહ “બઝ” બટલરે લીધી, જે પોતાના ભારતીય ભાગીદારો સાથે (નોંધપાત્ર રીતે એડ્રિયન કોલા રેઇન્ઝી) મળીને કામદાર વર્ગ અને ખેત મજૂર વર્ગને એક કરવાનો ઉદ્દેશ ધરાવતો હતો જેથી સહુ લોકો માટે એક સારું જીવનધોરણ પ્રાપ્ત કરી શકાય તેમજ બ્રિટિશરોને જલ્દી તગેડી શકાય. બ્રિટિશ ગૃહ કાર્યાલય અને બ્રિટિશ-શિક્ષણ પામેલા ત્રિનિદાદના ઉચ્ચ વર્ગના લોકો કે જે પૈકીના ઘણાં લોકો ધનિક ખેત માલિકોના વંશજો હતા, તેઓએ આ પ્રયાસને કચડી નાખ્યો. તેમણે ત્રિનિદાદમાં દ્વેષપૂર્ણ જાતિવાદી રાજકારણને પ્રોત્સાહન આપ્યું જેનો હેતુ જાતિવાદના આધારે વર્ગ-આધારિત ચળવળમાં ભાગલા પાડવાનો હતો, જેમાં તેઓ સફળ થયા, ખાસ કરીને ટોચના સ્થાનેથી બટલરનો ટેકો ન રહ્યો. મંદી અને ઓઇલના અર્થતંત્રને કારણે સામાજિક માળખામાં ફેરફારો થયા. 1950ના દશક સુધીમાં, ઓઇલ ત્રિનિદાદના નિકાસ બજારની મુખ્ય જણસ બની ગયું અને ત્રિનિદાદની વસતીના તમામ જૂથોમાં મધ્યમ-વર્ગની વૃદ્ધિ તેને આભારી હતી.

કોલમ્બસે દૂરની ક્ષિતિજે ટોબેગો જોયા હોવાની નોંધ કરી હતી, જેનું નામ તેણે બેલાફોર્મા રાખ્યું હતું, પરંતુ તે આ જમીન ઉપર ઉતર્યો નહોતો.[૨૨] ટોબેગોનું નામ કદાચ તેના જૂના નામ “ટોબેકો”થી અપભ્રંશ થઇને પડ્યું હશે તેમ માનવામાં આવે છે.[૧૨]

 
ટોબેગોમાં ક્રાઉન પોઇન્ટ નજીકનો બીચ

16મી અને 17મી સદીમાં ડચ અને કોર્લેન્ડર્સ ટોબેગોમાં આવીને વસ્યાં અને તમાકું તથા રૂનું ઉત્પાદન કર્યું. ટોબેગોએ આધુનિક લાત્વિયાથી લઈને બ્રિટિશ, ફ્રેન્ચ, ડચ અને કોર્લેન્ડરોનું શાસન જોયું છે. નેપોલિયન યુદ્ધો દરમિયાન બ્રિટને આ બન્ને ટાપુઓ ઉપર પોતાનું નિયંત્રણ મજબૂત બનાવ્યું હતું, અને 1889માં તેમને ત્રિનિદાદ અને ટોબેગોની વસાહતમાં એકીકૃત કરવામાં આવ્યા.

વસાહતોના સંઘર્ષોના પરિણામે, આ દેશમાં સ્થળોના નામ એમેરિન્ડિયન, સ્પેનિશ, ફ્રેન્ચ અને ઇંગ્લિશ નામો સામાન્ય હતા. ઓગણીસમી અને 20મી સદીના પ્રારંભમાં શ્રમ પૂર્તિ માટે આફ્રિકન ગુલામો તથા ચીન, ભારત અને આફ્રિકાના ગિરમિટ પ્રથામાંથી મુક્તિ પામેલા મજૂરો તેમજ મેદિરાથી પોર્ટુગલના લોકોનું આગમન થયું. બાર્બાડોસ અને લેસર એન્ટિલેસના અન્ય રાષ્ટ્રો જેવા કે વેનેઝુએલા, સિરીયા અને લેબનોનથી લોકોના આગમનની આ દેશના માનવવંશના ચિત્ર પર અસર થઈ.

સ્વતંત્રતા

ફેરફાર કરો

1962માં ત્રિનિદાદ અને ટોબેગો સ્વતંત્ર રાષ્ટ્ર (યુનાઇટેડ કિંગડમથી છૂટું પડીને) બન્યું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ત્રિનિદાદમાં ચેગ્યુઅરામાસ અને ક્યુમુટોમાં અમેરિકાના લશ્કરના થાણાની ઉપસ્થિતિને કારણે સમાજની નીતિમાં નોઁધપાત્ર ફેરફાર થયો. યુદ્ધ પછીના સમયગાળામાં, બ્રિટિશ સામ્રાજ્યને વિભાજિત કરનારો સંસ્થાનવાદના અંતનો વાયરો ફૂંકાયો જેના કારણે 1958માં સ્વાતંત્ર્ય માટેના માધ્યમ તરીકે વૅસ્ટ ઇન્ડિઝ ફેડરેશનની રચના કરવામાં આવી. ફેડરલ પાટનગર તરીકે ચેગ્યુઅરામાસના સ્થળનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. જમૈકાના ખસી ગયા બાદ આ ફેડરેશનને વિખેરી નાખવામાં આવ્યું અને સરકારે પોતાની રીતે સ્વાતંત્ર્યનો પ્રયાસ કરવાનું પસંદ કર્યું.[સંદર્ભ આપો]

1976માં, આ દેશે બ્રિટિશ રાજાશાહી સાથેની પોતાને સાંકળતી કડીઓ તોડી નાખી અને કોમનવેલ્થની અંદર રહેલું એક ગણતંત્ર રાષ્ટ્ર બન્યું, અલબત્ત તેણે અપીલની આખરી અદાલત તરીકે બ્રિટિશ પ્રિવી કાઉન્સિલને યથાવત રાખી. 1972 અને 1983ની વચ્ચેના ગાળામાં, આ રાષ્ટ્રએ ઓઇલના વધતા જતા ભાવોમાંથી ભારે નફો મેળવ્યો અને ઓઇલની સંપત્તિ વડે સમૃદ્ધ આ રાષ્ટ્રના જીવનધોરણમાં નોંધપાત્ર વધારો થયો. 1990માં, અગાઉ લેનોક્સ ફિલીપ તરીકે ઓળખાતા યાસિન અબુ બકરની આગેવાનીમાં જમાત અલ મુસલીમીનના 114 સદસ્યોએ રેડ હાઉસ (સંસદનું ભવન) અને તે સમયે દેશના એકમાત્ર ટેલિવિઝન સ્ટેશન- ત્રિનિદાદ અને ટોબેગો ટેલિવિઝન પર ઉત્પાત મચાવ્યો અને છ દિવસ સુધી દેશની સરકારને બાનમાં રાખ્યા બાદ આત્મસમર્પણ કર્યું.[સંદર્ભ આપો]

2003થી આ દેશ ઓઇલનાં બીજા તેજીના તબક્કામાં પ્રવેશ્યો છે, ખાંડ અને કૃષિને ફરીથી દેશની મુખ્ય નિકાસની જણસ બનાવવા માટે સરકાર આ પરિબળનો ઉપયોગ કરી લેવા ઇચ્છે છે. 2007ના ઓગસ્ટમાં જ્યારે એવી આગાહી કરવામાં આવી કે તેજીનો આ તબક્કો માત્ર 2018 સુધી જ ચાલશે, તે વખતે મોટી ચિંતા સર્જાઈ હતી. પેટ્રોલિયમ, પેટ્રોકેમિકલ્સ અને કુદરતી ગેસ એ દેશના અર્થતંત્રની કરોડરજ્જુ તરીકે રહ્યાં છે. પ્રવાસન અને જાહેર સેવાઓ એ ટોબેગોના અર્થતંત્રનો આધાર છે, તેમછતાં સત્તાવાળાઓએ આ ટાપુને વૈવિધ્યપૂર્ણ બનાવવા માટે પ્રયાસો શરૂ કર્યાં છે.[૨૩] આ ટાપુ ઉપર આવનારા પ્રવાસન મુલાકાતીઓ પૈકીના મોટાભાગના લોકો પશ્ચિમ યુરોપના હોય છે.[સંદર્ભ આપો]

રાજકારણ

ફેરફાર કરો
 
રેડ હાઉસઃ ત્રિનિદાદ અને ટોબેગોની સંસદ ચેમ્બર 2008 (પુનઃનિર્માણ હેઠળ)

ત્રિનિદાદ અને ટોબેગો એ બે પક્ષીય પદ્ધતિ અને વૅસ્ટમિન્સ્ટર પદ્ધતિ પર આધારિત દ્વિ-ગૃહીય સંસદીય પદ્ધતિ ધરાવનારું ગણતંત્ર છે. ત્રિનિદાદ અને ટોબેગો રાષ્ટ્રના વડા રાષ્ટ્રપતિ હોય છે, જે હાલમાં જ્યોર્જ મૅક્સવૅલ રિચર્ડસ છે. સરકારના વડા વડા પ્રધાન હોય છે જે હાલમાં કમલા પ્રસાદ-બિસ્સેસાર છે. સંસદના બન્ને ગૃહોના તમામ સદસ્યો વડે બનેલા મતદાર મંડળ દ્વારા રાષ્ટ્રપતિની ચૂંટણી કરવામાં આવે છે. દરેક પાંચ વર્ષે યોજાતી સામાન્ય ચૂંટણીઓના પરિણામોને આધારે વડા પ્રધાનની ચૂંટણી કરવામાં આવે છે. રાષ્ટ્રપતિએ વડાપ્રધાનના પદ પર કોઈ એવા નેતાની નિમણૂંક કરવાની હોય છે કે જે તેમની દ્વષ્ટિએ પ્રતિનિધિઓના ગૃહના મોટાભાગના સદસ્યોનો ટેકો ધરાવતો હોય; સામાન્ય રીતે આ પદ પર છેલ્લી ચૂંટણીમાં (2001ની સામાન્ય ચૂંટણીઓના કિસ્સાને બાદ કરતા) સૌથી વધુ બેઠકો મેળવનાર પક્ષનો નેતા હોય છે. સામાન્ય ચૂંટણીઓથી અલગ, ટોબેગોમાં તેની પોતાની ચૂંટણીઓ થાય છે. આ ચૂંટણીઓમાં સદસ્યોને ચૂંટવામાં આવે છે અને તેઓ ટોબેગોના હાઉસ ઓફ એસેમ્બલીમાં સેવા આપે છે.

સંસદ બે સદનોનું બનેલું હોય છે, જેમાં સેનેટ (31 બેઠક) અને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ (41 બેઠક)નો સમાવેશ થાય છે.[૨૪] સેનેટના સદસ્યોની નિમણૂંક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. વડા પ્રધાનની સલાહના આધારે સરકારના 16 સેનેટરોની નિમણૂંક કરવામાં આવે છે, વિરોધપક્ષના મુખ્ય નેતાની સલાહના આધારે વિરોધ પક્ષના છ સેનેટરની નિમણૂંક કરાય છે અને નાગરિક સમાજના અન્ય ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરવા માટે નવ સ્વતંત્ર સેનેટરોની રાષ્ટ્રપતિ નિમણૂંક કરે છે. "ફર્સ્ટ પાસ્ટ ધ પોસ્ટ" પદ્ધતિથી જનતા દ્વારા વધુમાં વધુ પાંચ વર્ષની મુદત માટે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના 41 સદસ્યોની ચૂંટણી કરવામાં છે. 24 ડિસેમ્બર 2001થી 24 મે 2010 દરમિયાન, સત્તા પેટ્રિક મેનિંગની આગેવાની હેઠળની પીપલ’સ નેશનલ મૂવમેન્ટ (પીએનએમ) પક્ષના હાથમાં રહી હતી; વિરોધ પક્ષ તરીકે કમલા પ્રસાદ-બિસ્સેસારની આગેવાની હેઠળની યુનાઇટેડ નેશનલ કૉંગ્રેસ (યુએનસી) હતી. તાજેતરમાં કૉંગ્રેસ ઓફ પીપલ અથવા સીઓપી (COP) નામનો અન્ય એક પક્ષ ઊભર્યો છે જેના નેતા વિન્સ્ટન ડૂકેરન છે. આ પક્ષોને વંશીય પરિબળોને આધારે ટેકો મળતો હોય એમ જણાય છે. પીએનએમ (PNM) સતતપણે બહુમતી આફ્રો-ત્રિનિદાદીયન લોકોના મતો મેળવે છે, અને યુએનસી (UNC)ના ઇન્ડો-ત્રિનિદાદીયન લોકોનો મહત્વનો ટેકો છે. 2007ની સામાન્ય ચૂંટણીઓમાં સીઓપી (COP)ને 23 ટકા મત મળ્યાં હતા, પરંતુ તે એક પણ બેઠક જીતી શકી નહોતી. 24 મે, 2010 પૂર્વે, પ નવેમ્બર 2007ના રોજ યોજાયેલી ચૂંટણીઓ બાદ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં પીએનએમ 26 અને યુએનસી (UNC) એલાયન્સ (યુએનસી-એ (UNC-A)) 15 બેઠકો ધરાવતી હતી.

ફક્ત અઢી વર્ષ બાદ, વડા પ્રધાન પેટ્રિક મેનિંગે 2010ના એપ્રિલ મહિનામાં સંસદનું વિસર્જન કરી નાખ્યું, અને 24 મે, 2010ના રોજ સામાન્ય ચૂંટણીની જાહેરાત કરી. આ સામાન્ય ચૂંટણીઓ બાદ, કમલા પ્રસાદ-બિસ્સેસારની આગેવાની હેઠળની પીપલ’સ પાર્ટનરશિપ નવો સત્તાધારી પક્ષ બન્યો છે. પ્રાથમિક પરિણામોના આધારે “પીપલ’સ પાર્ટનરશિપ”એ 29 બેઠકો મેળવીને 12 બેઠકો મેળવનારી પેટ્રિક માનિંગની આગેવાની હેઠળની પીએનએમ (PNM) પાસેથી સત્તા પ્રાપ્ત કરી છે. આ દેશમાં 14 નગર નિગમો (બે શહેરો, ત્રણ બરો, અને નવ વિસ્તારો) છે જેઓ મર્યાદિત પ્રમાણમાં સ્વાયત્તતા ધરાવે છે. વિવિધ કાઉન્સિલો ચૂંટાયેલા અને નિમાયેલા સદસ્યોના મિશ્રણ વડે બનેલી છે. દરેક ત્રણ વર્ષે ચૂંટણીઓ યોજવી પડે છે, પરંતુ 2003થી ચૂંટણી યોજાઈ નથી, સરકારે પાસે ચાર વખત મુદતમાં વધારો માંગવામાં આવ્યો છે. હવે જુલાઈ 2010માં સ્થાનિક સરકારની ચૂંટણીઓ યોજાવાની છે. ત્રિનિદાદ અને ટોબેગો એ કેરબિયન કમ્યૂનિટી (કૅરિકોમ (CARICOM)) અને કેરિકોમ ((CARICOM)) સિંગલ માર્કેટ એન્ડ ઇકોનોમી (સીએસએમઇ (CSME))નું એક મહત્વનું સભ્ય છે, જૈ પૈકીનું કેરબિયન સિંગલ માર્કેટ (સીએસએમ (CSM)) અસ્તિત્વમાં છે. આ સંસ્થામાં કેરબિયન કોર્ટ ઓફ જસ્ટિસ (સીસીજે (CCJ)) પણ છે, જેનું ઉદઘાટન 16 એપ્રિલ, 2005ના રોજ થયું હતું. સીસીજે (CCJ)ની સ્થાપનાનો હેતુ કેરિકોમના સદસ્ય રાષ્ટ્રો માટે ફરિયાદની સર્વોચ્ચ અદાલત તરીકે બ્રિટિશ જ્યુડિશિયલ કમિટિ ઓફ ધ પ્રિવિ કાઉન્સિલનું સ્થાન લેવાનો છે. તેના ઉદઘાટનથી લઇ અત્યાર સુધીમાં, સીસીજે (CCJ)ના અપીલના ન્યાયક્ષેત્રમાં માત્ર બે રાષ્ટ્ર – બાર્બાડોસ અને ગુયાના જ જોડાયા છે. કેરિકોમ (CARICOM)ના તમામ સદસ્યો જેમાં જોડાયેલા છે તે ચેગ્યુઅરામાસની સુધારેલી સંધિના અર્થઘટન માટેની પ્રાથમિક ન્યાયક્ષેત્ર તરીકેની ફરજ પણ બજાવે છે.

વહીવટી વિભાગો

ફેરફાર કરો

ત્રિનિદાદ એ 9 પ્રદેશો અને પાંચ નગરનિગમો વડે બનેલા 14 પ્રાદેશિક નિગમો અને સુધરાઈમાં વહેંચાયેલું છે, જેનું સંચાલન 1990ના મ્યુનિસિપલ કોર્પોરેશન્સ એક્ટ 21 અને તેના વખતોવખતના સુધારા દ્વારા કરવામાં આવે છે. ટોબેગો ટાપુનું સંચાલન ટોબેગો હાઉસ ઓફ એસેમ્બલી દ્વારા કરવામાં આવે છેઃ

 
ત્રિનિદાદ અને ટોબેગોના કોસ્ટ ગાર્ડના સભ્યો 2008માં પ્રિન્સ ઓફ ચાર્લ્સના આગમન પહેલાં ચેગ્યુઅરામાસમાં સ્ટાઉબ્લેસ અખાતમાં અભ્યાસ દરમિયાન

ત્રિનિદાદ અને ટોબેગો ડિફેન્સ ફોર્સ (ટીટીડીએફ (TTDF)) એ રિપબ્લિક ઓફ ત્રિનિદાદ એન્ડ ટોબેગોના બે જોડકાં ટાપુઓની સુરક્ષાની જવાબદારી નિભાવતું સૈન્ય સંગઠન છે. આ સંગઠન રેજિમેન્ટ, તટરક્ષક, એર ગાર્ડ અને અનામત સુરક્ષા દળો વડે બનેલું છે. ત્રિનિદાદ અને ટોબેગોને બ્રિટનથી આઝાદી મળ્યા બાદ, 1962માં સ્થપાયેલું ટીટીડીએફ (TTDF) અંગ્રેજી ભાષી કેરબિયનમાં સૌથી વિશાળ સૈન્ય દળો પૈકીનું એક છે. ટીટીડીએફ (TTDF)નું ધ્યેયસૂત્ર છે “રિપબ્લિક ઓફ ત્રિનિદાદ એન્ડ ટોબેગોના સાર્વભૌમ તત્વની રક્ષા કરવી, રાષ્ટ્રીય સમાજના વિકાસમાં યોગદાન આપવું અને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય હેતુઓની પરિપૂર્ણતામાં રાષ્ટ્રની સહાય કરવી” . આ સુરક્ષા દળ 1990ના બળવાના પ્રયાસની જેવા સ્થાનિક બનાવો તથા 1993 અને 1996 દરમિયાન હૈતીમાં યુનાઇટેડ નેશન્સના મિશનની જેવા આંતરરાષ્ટ્રીય બનાવોમાં પણ સક્રિય રહે છે.

 
ત્રિનીદાદના અગ્નિભાગમાં માયરો બીચ

ત્રિનિદાદ અને ટોબેગો એ એન્ટિલિઝ (દક્ષિણપૂર્વ વૅસ્ટ ઇન્ડિઝમાં આવેલા ટાપુઓનું જૂથ)માં દક્ષિણપૂર્વમાં આવેલા ટાપુઓ છે, જેનું સ્થાન 10° 2' અને 11° 12' ઉત્તર અક્ષાંશ અને 60° 30' અને 61° 56' પશ્ચિમ રેખાંશ વચ્ચે આવેલું છે. સૌથી નજીકના સ્થળમાં - ત્રિનિદાદ વેનેઝુએલાના તટથી ફક્ત 11 kilometres (6.8 mi) દૂર છે. 5,128 km2 (1,980 sq mi)નો વિસ્તાર ધરાવતો, આ દેશ બે મુખ્ય ટાપુઓ – ત્રિનિદાદ અને ટોબેગો, તથા ચાકાચાકેર, મોનોસ, હુવોસ, ગાસ્પર ગ્રાન્ડ (અથવા ગાસ્પારી), લિટલ ટોબેગો, અને સેંટ ગિલ્સ આયલેન્ડ સહિતના સંખ્યાબંધ નાના ટાપુઓ વડે બનેલો છે. ત્રિનિદાદ 4,768 km2 (1,841 sq mi) (દેશના કુલ વિસ્તારના 93 ટકાને આવરી લે છે)નો વિસ્તાર ધરાવે છે, તેની સરેરાશ લંબાઈ 80 km (50 mi) અને સરેરાશ પહોળાઈ 59 kilometres (37 mi)ની છે.

ટોબેગો આશરે 300 km2 (120 sq mi) અથવા દેશના કુલ વિસ્તારના 5.8 ટકાનો વિસ્તાર ધરાવે છે, અને તે 41 km (25 mi) લાંબો અને તેની પહોળાઈ વધુમાં વધું 12 km (7.5 mi)ની છે. ત્રિનિદાદ અને ટોબેગો દક્ષિણ અમેરિકાની ખંડીય છાજલી પર વસેલાં છે, અને તેથી જ ભૌગોલિક દ્વષ્ટિએ આ દેશ સંપૂર્ણપણે દક્ષિણ અમેરિકામાં આવેલો મનાય છે. જો કે, કેરબિયન ટાપુઓ સામાન્ય રીતે ઉત્તર અમેરિકાનો ભાગ મનાય છે અને ત્રિનિદાદ તથા ટોબેગોની ભાષા અને સાંસ્કૃતિક કડીઓ દક્ષિણ અમેરિકા સાથે નહીં પણ અંગ્રેજી ભાષી કેરબિયન રાષ્ટ્રો સાથે જોડાયેલી છે, આ રાષ્ટ્રને ઘણીવાર ઉત્તર અમેરિકાના ભાગ તરીકે જોવામાં આવે છે.

ચિત્ર:Port of spain hills.JPG
ડિયાગો માર્ટીનને અડીને આવેલી ટેકરીઓનો પ્રદેશ

આ ટાપુઓનો ભૂપ્રદેશ પર્વતો અને મેદાનોનું મિશ્રણ ધરાવે છે. દેશની સૌથી ઊંચું સ્થળ અલ કેરો ડેલ એરિપોની ઉત્તરીય પર્વત શ્રૃંખલામાં મળી આવ્યું છે જે સમુદ્ર સપાટીથી 940 m (3,080 ft) ઊંચે છે. અહીં ઉષ્ણકટિબંધની આબોહવા છે. આ દેશમાં વર્ષમાં બે ઋતુ હોય છેઃ વર્ષના પ્રથમ છ મહિના સુધી શુષ્ક ઋતુ અને વર્ષના બાકીના હિસ્સામાં ભેજવાળી ઋતુ. અહીં મુખ્યત્વે ઉત્તરપૂર્વનો પવન વહે છે અને ઉત્તરપૂર્વના વ્યાપારને અનુકૂળ પવનોનું વર્ચસ્વ છે. અન્ય કેરબિયન ટાપુઓથી વિપરીત, ત્રિનિદાદ અને ટોબેગો- બન્નેમાં હરીકેન ઇવાન સહિતના ભારે વિનાશકારી વાવાઝોડાઓની વિપરીત અસરોમાંથી અવારનવાર બચ્યું છે, તાજેતરના ઇતિહાસમાં આ ટાપુઓની નજીકમાંથી સપ્ટેમ્બર 2004માં છેલ્લું વાવાઝોડું પસાર થયું હતું. વસતીનો મોટાભાગનો હિસ્સો ત્રિનિદાદમાં રહે છે તેથી ત્યાં મોટાભાગના મહત્વના શહેરો અને નગરો આવેલા છે. ત્રિનિદાદમાં ત્રણ મહત્વના નગરનિગમો છેઃ રાજધાની પોર્ટ ઓફ સ્પેન, સાન ફર્નાન્ડો અને ચેગ્યુઆનાસ. ટોબેગોનું મુખ્ય શહેર સ્કારબરો છે. ત્રિનિદાદ વિવિધ પ્રકારની માટી વડે બનેલું છે, મોટાભાગની જમીન ઝીણી રેતી અને ભારે માટી વડે બનેલો છે. ઉત્તરીય રેન્જની કાંપવાળી ખીણો અને ઇસ્ટ-વૅસ્ટ કોરિડોર ની જમીન સૌથી વધુ ફળદ્રુપ છે. [સંદર્ભ આપો]

 
ચાકોનિઝ (વાર્ઝેવિક્ઝિયા કોકિનીયા) ત્રિનિદાદ અને ટોબેગોનું રાષ્ટ્રીય ફૂલ છે

ઉત્તરીય પર્વતમાળા મુખ્યત્વે અપર જુરાસિક અને ચાકમય ભૂસ્તરીય ખડકો વડે બનેલી છે. ઉત્તરની નીચાણવાળી જમીન (પૂર્વ-પશ્ચિમ કોરિડોર અને કેરોનીના મેદાનો) નવા છીંછરા દરિયાઇ વિભાજિત નિક્ષેપન ધરાવે છે. તેની દક્ષિણે આવેલ સેન્ટ્રલ રેન્જ ફોલ્ડ અને થ્રસ્ટ બૅલ્ટ ચાકમય અને આદિનૂતનમ યુગના ભૂસ્તરીય ખડકો વડે બનેલ છે, તેની દક્ષિણ અને પૂર્વીય બાજુએ માયોસિન રચના છે. આ સ્થળની દક્ષિણ બાજુએ નેપારિમાના મેદાનો અને નેરિવા અનૂપ આ ઊંચાણવાળા વિસ્તારનો દક્ષિણ ભાગ રચે છે. દક્ષિણની નીચાણવાળી જમીન માયોસિન અને પ્લિયોસિન માટી, રેતી અને રેતના નાનાં પથ્થરો વડે બનેલી છે. આની નીચે તેલ અને કુદરતી વાયુના ભંડારો છે, ખાસ કરીને લોસ બાજોસ ફોલ્ટની ઉત્તરે આ ભંડારો છે. દક્ષિણીય રેન્જ ત્રીજી એન્ટિક્લિનલ અપલિફ્ટનું સર્જન કરે છે. તે પર્વતમાળાઓની કેટલીક શ્રેણી ધરાવે છે જેમાં ટ્રિનિટી હિલ્સ પ્રખ્યાત છે. આ ખડકો રેતના પથ્થરો, સ્લેટના ખડકો અને તળિયે જામેલા કાદવના ખડકો અને માયોસિનમાં રચાયેલી અને પ્લેઇસ્ટોસિનમાં ઉંચે આવેલી રેતી વડે બનેલા છે. આ વિસ્તારમાં ખાસ કરીને તૈલી માટી અને કાદવના જ્વાળામુખીઓ સામાન્ય છે. આ સ્થળ દક્ષિણ અમેરિકાના તટેથી થોડે જ દૂર આવેલું છે તેમછતાં, ત્રિનિદાદ અને ટોબેગો કેરબિયનમાં તેની ભૌગૌલિક અને ઐતિહાસિક વિરાસતના પ્રતાપે સામાન્યપણે વૅસ્ટ ઇન્ડિઝનો એક ભાગ મનાય છે.[સંદર્ભ આપો]

અર્થતંત્ર

ફેરફાર કરો
 
પોઇન્ટ-એ-પીઆરી ખાતેની ઓઇલ રિફાઇનરી
 
પોર્ટ ઓફ સ્પેન સીટીસ્પેસ, 2008
ચિત્ર:SharpedgePOS.JPG
પોર્ટ ઓફ સ્પેન ધ હ્યાત રેજેન્સી 2009

ત્રિનિદાદનું અર્થતંત્ર પર પેટ્રોલિયમ ઉદ્યોગનો મહત્વનો પ્રભાવ છે. સ્થાનિક અર્થતંત્રમાં પ્રવાસન અને ઉત્પાદન ક્ષેત્રની પણ બોલબાલા છે.પ્રવાસન એક ઉભરી રહેલું ક્ષેત્ર છે, અલબત્ત અન્ય કેરબિયન ટાપુઓમાં તેનું મહત્વ આટલું બધું નથી. ત્રિનિદાદ અને ટોબેગોની કૃષિ પેદાશોમાં નારંગી-લીંબુ જેવા ફળ, કોકો અને અન્ય પેદાશોનો સમાવેશ થાય છે. વિશ્વ બેંકની અનુસાર, વિશ્વમાં સૌથી વધુ આવક ધરાવતા ટોચના અર્થતંત્રોમાં ત્રિનિદાદ અને ટોબેગોનો ક્રમ 69મો છે. લિક્વિફાઇડ નેચરલ ગેસ (એલએનજી (LNG)), પેટ્રોકેમિકલ્સ અને સ્ટીલમાં થયેલા મૂડીરોકાણને કારણે હાલની વૃદ્ધિને પ્રોત્સાહન મળ્યું છે. આ સિવાય પેટ્રોકેમિકલ, એલ્યુમિનિયમ અને પ્લાસ્ટિકના પ્રોજેક્ટ આયોજનના વિવિધ તબક્કામાં છે. કેરબિયનમાં ત્રિનિદાદ અને ટોબેગો એ તેલ તથા કુદરતી ગેસનું મોખરાનું ઉત્પાદક છે, અને તેનું અર્થતંત્ર આ સંસાધનો ઉપર નોંધપાત્ર રીતે નિર્ભર છે પરંતુ તે કેરબિયન પ્રદેશમાં ઉત્પાદિત ચીજવસ્તુઓ પણ પૂરી પાડે છે, ખાસ કરીને ફૂડ અને બેવરેજીઝ અને સિમેન્ટ. તેલ અને ગેસનો દેશની નિકાસ અને કાચી રાષ્ટ્રીય પેદાશમાં અનુક્રમે આશરે 40 અને 80 ટકાનો હિસ્સો છે, પરંતુ તે માત્ર પાંચ ટકા રોજગારી જ પૂરી પાડે છે. આ દેશ એક પ્રાદેશિક નાણા કેન્દ્ર પણ છે, અને અર્થતંત્રની વેપારની જમાસિલક વધતી જાય છે.[૨૫] છેલ્લાં 6 વર્ષ દરમિયાન એટલાન્ટિક એલએનજી (LNG)ના કરાયેલા વિસ્તરણને કારણે ત્રિનિદા અને ટોબેગોમાં આર્થિક વૃદ્ધિના સૌથી મોટા અને લાંબો સમય ટકી રહેનારા તબક્કાનું સર્જન થયું છે. આ રાષ્ટ્ર હવે યુનાઇટેડ સ્ટેટ્સને એલએનજી (LNG)ની નિકાસ કરનારું મોખરાનું રાષ્ટ્ર બન્યું છે, અને હવે યુએસની એલએનજીની આયાતમાં ત્રિનિદાદ અને ટોબેગોના ગેસનો હિસ્સો આશરે 70 ટકા જેટલો છે. [૨૬]

એક ઓઇલ-આધારિત અર્થતંત્રથી પરિવર્તન સાધીને ત્રિનિદાદ અને ટોબેગો હવે એક કુદરતી ગેસ આધારિત અર્થતંત્ર બન્યું છે. 2007માં, કુદરતી ગેસનું ઉત્પાદન સરેરાશપણે પ્રતિદિન 4 બિલિયન સ્ટાન્ડર્ડ ક્યુબિક ફીટ (એમએમએસસીએફ/ડી (mmscf/d)) હતું, જેની તુલનાએ 2005માં આ આંકડો 3.2 બીસીએફ/ડી (bcf/d) હતો. 2005ના ડિસેમ્બર મહિનામાં, એટલાન્ટિક એલએનજીના લિક્વિફાઇડ નેચરલ ગેસ (એલએનજી (LNG))ના ચોથાં પ્રોડક્શન મોડ્યુલ અથવા “ટ્રેઇને” ઉત્પાદન શરૂ કર્યું છે. ટ્રેઇન 4એ એટલાન્ટિક એલએનજી (LNG)ની કુલ ઉત્પાદન ક્ષમતામાં લગભગ 50 ટકાનો વધારો કર્યો છે અને તે પ્રતિવર્ષ 5.2 મિલિયન ટન એલએનજીનાં ઉત્પાદન સાથે વિશ્વમાં સૌથી વિશાળ એલએનજી (LNG) ટ્રેઇન છે. પ્રાદેશિક ધારાધોરણો પ્રમાણે ત્રિનિદાદ અને ટેબેગોનું બુનિયાદી માળખું સારું છે.ઢાંચો:Or 2001માં ત્રિનિદાદના આંતરરાષ્ટ્રીય વિમાનીમથકનું વિસ્તરણ કરાયું હતું. ત્રિનિદાદ ચાર અને છ લૅનનાં સારી રીતે તૈયાર કરાયેલા માર્ગોનું એક વ્યાપક માળખું ધરાવે છે જેમાં એક નિયંત્રિત ઉપયોગ ધરાવતો એક્સપ્રેસ-વૅનો પણ સમાવેશ થાય છે. મિનિસ્ટ્રી ઓફ વર્કસનો એવો અંદાજ છે કે ત્રિનિદાદનો પ્રત્યેક નાગરિક પ્રતિદિન સરેરાશ આશરે 4 કલાક ટ્રાફિકમાં વિતાવે છે. કટોકટીની સેવાઓ વિશ્વસનીય છે પરંતુ ગ્રામીણ પ્રદેશોમાં તેમાં વિલંબ થઈ શકે છે.[સંદર્ભ આપો] ખાનગી હોસ્પિટલો પ્રાપ્ય અને વિશ્વાસપાત્ર છે.[સંદર્ભ આપો] શહેરોમાં સુવિધાઓ ન્યાયી રીતે વિશ્વાસપાત્ર છે.[સંદર્ભ આપો] કેટલાક વિસ્તારો, જો કે, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારો, હજુ પણ પાણીની તંગીથી પીડાય છે.[સંદર્ભ આપો]

ટેલિફોન સર્વિસ આધુનિક અને ભરોસાપાત્ર છે.ઢાંચો:Or[સંદર્ભ આપો] સેલ્યુલર સેવા વ્યાપકપણે જોવા મળે છે અને તે ઘણાં વર્ષથી વિકાસનું એક મહત્વનું ક્ષેત્ર રહી છે. ટેલિકમ્યૂનિકેશન્સ સર્વિસીઝ ઓફ ત્રિનિદાદ એન્ડ ટોબેગો લિમિટેડ (સામાન્ય રીતે ટીએસટીટી (TSTT) તરીકે ઓળખાય છે) એ ત્રિનિદાદ અને ટોબેગોમાં ટેલિફોન અને ઇન્ટરનેટ સર્વિસ પૂરી પાડનારી સૌથી વિશાળ કંપની છે. ત્રિનિદાદ અને ટોબેગોની સરકાર તથા કેબલ એન્ડ વાયરલેસની સંયુક્ત માલિકીની આ કંપનીને ટેલ્કો (ત્રિનિદાદ એન્ડ ટોબેગો ટેલિફોન કંપની લિમિટેડ) અને ટેક્સ્ટેલ (ત્રિનિદાદ એન્ડ ટોબેગો એક્સટર્નલ ટેલિકમ્યૂનિકેશન્સ કંપની લિમિટેડ)નું એકીકરણ કરીને બનાવવામાં આવી હતી. સ્થાયી-લાઇનની ટેલિફોન સેવાઓમાં ટીએસટીટી (TSTT) હવે એકાધિકાર ધરાવતી નથી, કારણકે ફ્લો પોતાની સ્થાયી-લાઇન સેવા શરૂ કરી રહી છે, અને સેલ્યુલર ક્ષેત્રે ટીએસટીટીનો એકાધિકાર 2005ના જૂનમાં જ પડી ભાંગ્યો હતો, કે જ્યારે ડિજીસેલ અને લેક્વટેલને પરવાના આપવામાં આવ્યા હતા. લેક્વટેલે જો કે ક્યારેય કારોબાર શરૂ કર્યો જ નહોતો.

 
ચર્ચીલ રૂઝવેલ્ટ હાઇવે અને ઉરીયાહ બટલર હાઇવેના ચાર રસ્તા 2009

ત્રિનિદાદ એન્ડ ટોબેગોની પરિવહન સેવાઓમાં રોડ, હાઇવે, મુક્તરોડ, ફેરીબોટ્સ અને વોટર ટેક્સી ઉપરાંત જાહેર અને ખાનગી સહિતના અનેક સ્વરૂપોનો સમાવેશ થાય છે. ત્રિનિદાદમાં દેશનું મુખ્ય હવાઈમથક પીઆર્કો આંતરરાષ્ટ્રીય હવાઈમથક આવેલું છે. ટોબેગોના ક્રાઉન પોઇન્ટ આંતરરાષ્ટ્રીય હવાઈમથક પર ખૂબ જ ઓછી આંતરરાષ્ટ્રીય હવાઈમથક પર ઉડાન ભરે છે. જમીન પરની જાહેર પરિવહન સેવાઓમાં બસ, ખાનગી ટેક્સીઓ અને મીનીબસોનો સમાવેશ થાય છે. દરિયાઈ માર્ગે મળતા પરિવહન વિકલ્પોમાં આંતર-ટાપુ ફેરી બોટ્સ અને આંતર-શહેર વોટર ટેક્સીનો સમાવેશ થાય છે.[૨૭]

હવાઈમથક

ફેરફાર કરો

ત્રિનિદાદ ટાપુને પીઆર્કોમાં આવેલા પીઆર્કો આંતરરાષ્ટ્રીય હવાઈમથક દ્વારા સેવા પૂરી પાડવામાં આવે છે. તે આઠમી જાન્યુઆરી 1931ના રોજ ખુલ્લું મુકવામાં આવ્યું હતું. દરિયાની સપાટીથી લગભગ 7.4 મીટરની ઊંચાઈએ આવેલું આ હવાઈમથક 680 હેક્ટર વિસ્તારમાં પથરાયેલું છે અને 3200m જેટલો રન વે ધરાવે છે. હવાઇમથકમાં નોર્થ ટર્મિનલ અને સાઉથ ટર્મિનલ એમ બે ટર્મિનલનો સમાવેશ થાય છે. જૂના સાઉથ ટર્મિનલનું 2009માં પાંચમી અમેરિકન શિખર બેઠક માટે વીઆઇપી પ્રવેશ તરીકે ઉપયોગમાં લેવા નવીનીકરણ કરવામાં આવ્યું હતું. નોર્થ ટર્મિનલ 2001માં પૂરું થયું અને તે આંતરરાષ્ટ્રીય વિમાનો માટે વિમાનથી ટર્મિનલ બિલ્ડિંગ લોડિંગ બ્રીજ સાથે લગભગ 14 જેટલા દ્વિતીય કક્ષાના એરક્રાફ્ટ ગેટ્સ ધરાવે છે,[૨૮] બે ગ્રાઉન્ડ લેવલના સ્થાનિક ગેટ્સ અને 82 જેટલા ટિકિટ કાઉન્ટર ધરાવે છે. પીઆર્કો આંતરરાષ્ટ્રીય હવાઈમથકને ગ્રાહક સંતોષ અને કામગીરીમાં કાર્યક્ષમતા માટે 2006માં ટર્ક્સ અને કૈકોસમાં આયોજન કરવામાં આવેલા પ્રતિષ્ઠિત વર્લ્ડ ટ્રાવેલ એવોર્ડસ (ડબલ્યુટીએ (WTA))માં[૨૯] અગ્રણી કેરબિયન હવાઇમથક જાહેર કરવામાં આવ્યું હતું.[૩૦] અત્યાધુનિક હવાઈ સુરક્ષા તાલીમ સાથેનું પીઆર્કો આંતરરાષ્ટ્રીય હવાઈમથક એસીઆઇ (ACI) ગ્લોબલ ટ્રેઇનિંગ સેન્ટર ઓન એવિયેશન નું વિશ્વનું પ્રથમ હવાઇમથક છે, જેનો ઉપયોગ એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ (એસીઆઇ( ACI)) દ્વારા વિશ્વના અન્ય ભાગોમાં પાંચ તાલિમ કેન્દ્રો વિકસાવવા માટે નમૂના તરીકે કરવામાં આવે છે.[૩૧] 2008માં પીઆર્કો આંતરરાષ્ટ્રીય હવાઈમથક ખાતે મુસાફરોની અવરજવર લગભગ 2.6 મિલિયન જેટલી હતી. ડિસેમ્બર 2006માં, ઓગણીસ જેટલી આંતરરાષ્ટ્રીય એરલાઇન પીઆર્કોમાં કાર્યરત હતી અને 27 જેટલા આંતરરાષ્ટ્રીય સ્થળોએ હવાઇ સેવાઓ પૂરી પાડતી હતી.

હવાઇસેવા

ફેરફાર કરો

કેરબિયન એરલાઇન્સ ત્રિનિદાદ અને ટોબેગોની રાષ્ટ્રીય હવાઇસેવા છે, જેનું મુખ્ય મથક પીઆર્કોમાં પીઆર્કો આંતરરાષ્ટ્રીય હવાઈમથક ખાતે આવેલું છે. તે કેરબિયનથી યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા, સાઉથ અમેરિકા અને અન્ય કેરબિયન ટાપુઓ પરની આંતરરાષ્ટ્રીય સેવાઓ પૂરી પાડે છે. ત્રિનિદાદ અને ટોબેગો સરકારની સંપૂર્ણ માલિકી ધરાવતી આ હવાઈસેવાની શરૂઆત 1 જાન્યુઆરી 2007થી કરવામાં આવી હતી, જેણે તેની પુરોગામી સેવા બીડબલ્યુઆઇ (BWIA)એ અથવા બ્રિટીશ વેસ્ટ ઇન્ડિઝ એરવેઝનું સ્થાન લીધું. 50 મિલિયન અમેરિકન ડોલરનું રોકડ ભંડોળ ઉમેરીને ત્રિનિદાદ અને ટોબેગો સરકારે જમૈકન હવાઇસેવા એર જમૈકા 1 મે 2010ના રોજ ખરીદી, જેનો તબદિલીનો ગાળો લગભગ 6-12 મહિના જેટલો હતો.[૩૨]

વસ્તી-વિષયક માહિતી

ફેરફાર કરો
વંશીય જૂથ વસતી % કુલના*
ઇન્ડિયન ટ્રિનબાગો 521,275 40%
એફ્રો-ટ્રિનબાગો 488,695 37.5%
મિશ્ર 267,153 20.5%
શ્વેત ટ્રિનબાગો 7,819 0.6%
ચીની ટ્રિનબાગો 3,909 0.3%
અન્ય 14,335 1.1%
* Percentage of total Trinbago population

2005ની સ્થિતિએ દેશના 1.3 મિલિયન રહેવાસીઓના મોટાભાગના (96 ટકા) ત્રિનિદાદ ટાપુ પર રહેતા હતા, જ્યારે બાકીના (ચાર ટકા) ટોબેગોમાં રહેતા હતા. ત્રિનિદાદ અને ટોબેગોની સંસ્કૃતિ સંસ્કરણ વિજય અને સ્થળાંતરના ઇતિહાસનું પ્રતિબિંબ છે. મુખ્ય વંશીય જૂથો, ઇન્ડો-ત્રિનિદાદિયન અને ટોબેગોનિયન્સ અને એફ્રો-ત્રિનિદાદિયન અને ટોબેગોનિયન્સ વસતિનો લગભગ 80 ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે મિશ્ર વંશ, યુરોપિયન, ચીનીસિરિયન-લેબેનીઝ અને એમરિન્ડિયન બાકીનો હિસ્સો ધરાવે છે.

ઇન્ડો-ત્રિનિદાદિયન અને ટોબેગોનિયન્સ

ફેરફાર કરો

ઇન્ડો-ત્રિનિદાદિયન દેશનું સૌથી મોટું (કુલ વસતિનો લગભગ 40 ટકા હિસ્સો ધરાવતું[૩૩]) સાંસ્કૃતિક જૂથ છે. તેઓ મોટાભાગે ભારતમાંથી આવેલા બંધુઆ મજૂરો, જેમને શેરડીની ખેતીમાં કામ કરવાનો ઇનકાર કરનારા આફ્રિકાના ગુલામોને મુક્ત કરવા માટે લાવવામાં આવ્યા હતા. ભારતીય સમુદાયને બે સરખા હિસ્સામાં વહેંચી શકાય છે, જેમણે પોતાનું મૂળ, ધર્મો જાળવી રાખ્યા અને જેઓ ધર્મપરિવર્તન કરીને ખ્રિસ્તી બન્યા અથવા જેઓ કોઇપણ પ્રકારનો ધર્મ ધરાવતા નથી. સંસ્કૃતિ જાળવણી જૂથોના માધ્યમથી ભારતીય મૂળના ત્રિનિદાદિયન્સે તેમના ઘણાં રીત-રીવાજો જાળવી રાખ્યા છે.

એફ્રો-ત્રિનિદાદિયન અને ટોબેગોનિયન્સ

ફેરફાર કરો

એફ્રો-ત્રિનિદાદિયન અને ટોબેગોનિયન દેશનું બીજા નંબરનું સૌથી મોટું (લગભગ 37 ટકા વસતિ સાથે[૩૪]) સાંસ્કૃતિક જૂથ બનાવે છે. આફ્રિકન ગુલામોની પ્રથમ વખતની આયાત 1517માં કરવામાં આવી હતી, તેઓ 1783ની વસતિ (310)નો માત્ર 11 ટકા હિસ્સો ધરાવતા હતા.[૩૫]મોટાભાગના આફ્રિકન ગુલામો ત્રિનિદાદના સ્પેનિશ ગુલામી કાળના છેલ્લાં કેટલાક વર્ષોમાં અને અંગ્રેજ ગુલામી કાળના પ્રારંભિક વર્ષોમાં લાવવામા આવ્યા હતા. સેડ્યુલાની વસતીએ 1773ની 1000ની નાની વસાહતને 1797માં 18,627ની વસતિ ધરાવતી બનાવી દીધી. 1777ની વસતિ ગણતરીમાં આ ટાપુ પર માત્ર 2,763 લોકો રહેતા હોવાનું નોંધવામાં આવ્યું હતું, જેમાં 2,000 એરવાકનોનો સમાવેશ થતો હતો. તે સમય દરમિયાન આફ્રિકન ગુલામોના ઘણાં માલિકો હતા. 1807માં, યુકેની સંસદે સ્લેવ ટ્રેડ એક્ટ 1807 મંજૂર કર્યો જેણે ગુલામોના વેચાણને નાબૂદ કર્યું અને સ્લેવરી એબોલિશન એક્ટ 1833એ ગુલામીની પ્રથાને નાબૂદ કરી.

યુરોપીયનો

ફેરફાર કરો

યુરોપીયન પ્રજા મુખ્યત્વે પ્રારંભમાં સ્થાયી થયેલા અને બહારથી આવેલી પ્રજામાંથી ઉતરી આવી છે. અડધા જેટલા યુરોપિયનો બ્રિટીશ મૂળના છે અને બાકીના ફ્રેંચ, ઇટાલીયન સ્પેનિશ, પોર્ટુગીઝ, જર્મન વંશના છે. તાજેતરની વસતિ ગણતરીમાં 11,000 બ્રિટીશ, 4,100 સ્પેનિશ, 4,100 ફ્રેંચ, 2,700 પોર્ટુગીઝ અને 2,700 જર્મન વંશના લોકો હોવાનું નોંધવામાં આવ્યું હતું.[૩૬] આ આંકડામાં માત્ર થોડા અંશે યુરોપીયન પૂર્વજો ધરાવતા હોય અથવા તો પોતાની જાતને આફ્રિકન અથવા ભારતીય તરીકે ઓળખાવતા હોય તેવા લોકોનો સમાવેશ કરવામાં આવ્યો નથી. તેઓ કદાચ સ્પેન અથવા વેનેઝુએલાથી આવેલા મિશ્રજાતિના લોકોમાંથી ઉતરી આવ્યા હોય, જેમને સામાન્ય રીતે "કોકો પેનિયોલ" તરીકે ઓળખવામાં આવે છે. ફેંચ લોકો મોટાભાગે સ્પેનિશ સમયગાળા દરમિયાન મફતમાં મળતી ખેતીની જમીનનો લાભ લેવા માટે આવ્યા હતા. આફ્રિકન ગુલામોએ ઓછું વેતન લેવાનો ઇનકાર કર્યો ત્યારે તેમને મુક્ત કરવા તેમના સ્થાને પોર્ટુગીઝ લોકોને લાવવામાં આવ્યા હતા. ત્રિનિદાદમાં રહી ગયેલા યુરોપિયનો પોર્ટ ઓફ સ્પેન અને તેની આસપાસના વિસ્તારોમાં વસે છે. ટોબેગોમાં, મોટાભાગના યુરોપિયનો જર્મની અને સ્કેન્ડેનેવિયામાંથી નિવૃત્ત થઈને તાજેતરમાં આવીને વસેલા છે.

મિશ્ર વંશ

ફેરફાર કરો

ત્રિનિદાદ અને ટોબેગોમાં સાંસ્કૃતિક ઓળખનું પ્રમાણ મોટી સંખ્યામાં હોવાથી ઘણાં નાગરિકો ફ્રેંચ, પશ્ચિમ આફ્રિકા, ક્રેઓલેસ, ચીની, ભારત, જર્મન, સ્વીસ, પોર્ટુગીઝ, બ્રિટીશ, ઇટાલીયન, સ્પેન, ડચ, નોર્વેજીયન, પોલિશ, આરબ, લેબનીઝ, આફ્રિકન અમેરિકન, અન્ય કેરબિયન ટાપુઓ, વેનેઝુએલા અને આઇરીશ પ્રજામાંથી મિશ્ર સાંસ્કૃતિક વારસો મેળવ્યો છે. સામાન્ય વંશ મિશ્રણમાં યુરોપીયન અને આફ્રિકન વંશના મુલાટોસ અને ભારતીય તથા આફ્રિકન વંશજો (ઘણીવખત બોલચાલની ભાષામાં ડૌલ્ગા તરીકે જાણીતા)નો સમાવેશ થાય છે. આ મિશ્ર વસતિ લગભગ 20.6 ટકા હોવાનો અંદાજ છે, જો કે, કોઇને કોઇ રીતે આફ્રિકન, ભારતીય, યુરોપીયન, અને મૂળ એમરિન્ડિયન વંશ ધરાવતા લોકોની ગણતરી કરવામાં આવે તો તે કુલ વસતિનો મોટો ભાગ ધરાવે છે. શારીરિક દેખાવ પરથી વ્યક્તિ પોતાની જાતને શ્યામ અથવા ભારતીય તરીકે ઓળખાવે, જો કે, તેઓ રંગસૂત્રીય રીતે ભારતીય અને આફ્રિકન વંશજો (ડૌલ્ગા) જેવો હોઈ શકે.[૩૭][૩૮][૩૯]

અન્ય વંશીય જૂથો

ફેરફાર કરો

ચીની લોકોના પણ જૂથ છે, જે પોર્ટુગીઝ અને ભારતીય લોકોની જેમ, બોન્ડેડ મજૂરોના વંશમાંથી ઉતરી આવ્યું છે. તેઓની વસતિ લગભગ 20,000 જેટલી છે અને તેઓ મોટાભાગે પોર્ટ ઓફ સ્પેન અને સાન ફર્નાન્ડોમાં વસે છે. સિરીયા અને લેબનોનમાં મૂળ ધરવતાં લગભગ 2,500 જેટલા આરબો છે, જે મોટાભાગે પોર્ટ ઓફ સ્પેનમાં રહે છે. ત્રિનિદાદના સિરીયન અને લેબનીઝ સમુદાયો મોટાભાગે ખ્રિસ્તિ છે, જે 19મી સદીમાં ઓટોમન સામ્રાજ્ય દ્વારા ધાર્મિક સતામણી થવાથી મધ્યપૂર્વમાંથી 19મી સદીમાં ભાગી છૂટ્યા હતા અને પછીથી કેરબિયન અને લેટિન અમેરિકાના દેશોમાં આવ્યા હતા. અન્ય લેબનીઝ અને સિરીયન 20મી સદીના મધ્ય ભાગમાં આ પ્રદેશમાં યુદ્ધ અને અવ્યવસ્થાને કારણે ભાગી છૂટ્યા હતા. અંતમાં મિશ્ર જાતિના કેરબ લોકો છે, જેઓ મૂળ ગુલામી કાળ પહેલાના ટાપુવાસીઓના વંશજો છે. તેઓ સેન્ટા રોસા કેરીબ સમુદાયની આસપાસ ગોઠવાયેલા છે અને મોટાભાગે એરીમા અને તેની આસપાસના પ્રદેશોમાં રહે છે.

વિદેશગમન

ફેરફાર કરો

અન્ય કેરબિયન દેશોની જેમ જ ત્રિનિદાદ અને ટોબેગોમાંથી વિદેશગમન ઐતિહાસિક રીતે ઘણું ઊંચું છે; મોટાભાગના લોકો અમેરિકા, કેનેડા અને બ્રિટન જાય છે. જન્મદરમાં ઝડપી ઘટાડા સાથે સામાન્ય રીતે ઔદ્યોગિક દેશોમાં જોવા મળતા સ્તરે પહોંચી જવા છતાં પણ વિદેશગમન ચાલુ રહ્યું છે, જો કે તેનો દર નીચો રહ્યો છે. આ પરિસ્થિતિને કારણે મોટાભાગે, 2007ના સ્તરે, ત્રિનિદાદ અને ટોબેગોનો નીચો વસતિ વધારાનો દર (0.37 ટકા) નીચો રહ્યો છે.

Religion in Trinidad and Tobago
Religion Percent
Christianity
  
40.6%
Hinduism
  
22.5%
Other
  
10.8%
Islam
  
7.0%
None
  
1.9%
Unspecified
  
1.4%
Judaism
  
0.1%
ચિત્ર:Montrose Masjid Trinidad.jpg
ચેગૌનાસના મોન્ટ્રોસમાં મસ્જિદનું ઉદાહરણ

ત્રિનિદાદ અને ટોબેગોમાં વિવિધ પ્રકારના ધર્મો પાળવામાં આવે છે: ખ્રિસ્તી ધર્મમાં પણ ઘણાં લોકો રોમન કેથોલિક (26 ટકા), એન્જલિકન્સ (7.8 ટકા), સેવન્થ-ડે એડવન્ટીસ્ટ્સ (4 ટકા), પ્રેઝબિટેરીયન્સ, મેથોડિસ્ટ્સ અને અન્ય ઇવાન્જેલિકલ જૂથો (5.8 ટકા)નું અનુસરણ કરે છે. અન્ય ધાર્મિક જૂથોમાં હિંદુ (22.5 ટકા), મુસ્લિમ (7 ટકા) અને જેહોવાહ્સ વિટનેસીસનો સમાવેશ થાય છે. બે આફ્રિકન સમાનતા ધરાવતા ધાર્મિક જૂથો, શાઉટર અથવા સ્પિરિચ્યુઅલ બેપ્ટીસ્ટ અને ઓરીશા ફેઇથ (પહેલાં શાન્ગોસ તરીકે ઓળખાતું) સૌથી ઝડપથી વિકસી રહેલા ધાર્મિક જૂથોમાં સ્થાન પામે છે. તેવી જ રીતે, ઇવાન્જેલિકલ અને કટ્ટરવાદી ચર્ચ, જેને મોટાભાગના ત્રિનિદાદિયન્સ દ્વારા "પેન્ટેકોસ્ટલ" તરીકે ઓળખવામાં આવે છે (જો કે આ નામ ઘણીવખત અચોક્કસ હોય છે), તેની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. જુડૈક સમુદાય નાના પ્રમાણમાં અસ્તિત્વ ધરાવે છે, ઉપરાંત ઘણાં પૂર્વીય ધર્મો જેમ કે બૌધ અને તાઓવાદી ચીની સમુદાયો દ્વારા અનુસરવામાં આવે છે. બહાઇ સમુદાય પણ થોડા પ્રમાણમાં છે. અન્ય ધર્મોની વસતિ લગભગ 10.8 ટકા, અચોક્કસ 1.4 ટકા અને કોઇ ધર્મ નહીં પાળતા લોકોની સંખ્યા 1.9 ટકા જેટલી છે. (2000ની વસતિ ગણતરી)

અંગ્રેજી દેશની એકમાત્ર સત્તાવાર ભાષા છે (પ્રમાણભૂત અંગ્રેજીની સ્થાનિક આવૃત્તિ ત્રિનિદાદિયન અંગ્રેજી તરીકે ઓળખાય છે), પરંતુ બોલવામાં આવતી મુખ્ય ભાષા બે અંગ્રેજી-આધારિત ક્રેઓલ ભાષાઓ (ત્રિનિદાદિયન ક્રેઓલ અંગ્રેજી અથવા ટોબેગોનિયન ક્રેઓલ અંગ્રેજી) છે, જે દેશના સ્પેનિશ, ભારતીય, આફ્રિકન અને યુરોપીયન વારસાને પ્રતિબિંબિત કરે છે. બંને ક્રેઓલ્સ આફ્રિકન ભાષાઓના અનેક તત્વો અને વિવિધતાઓ ધરાવે છે, ત્રિનિદાદિયન ક્રેઓલ્સ, જો કે, ફ્રેંચ, ફ્રેંચ ક્રેઓલ્સ, સ્પેનીઝ અને ભોજપુરી/હિન્દીથી પ્રભાવિત છે. સ્પેનિશ ભાષાઓ અને અન્ય સ્થાનિક ભાષાઓ સામાન્ય રીતે અનૌપચારિક પરિસ્થિતિઓમાં બોલવામાં આવે છે અને તેની લખાણની કોઈ ઔપચારિક વ્યવસ્થા નથી. પેટોઇસ (સ્પેનિશ/ફ્રેંચની વિવિધતા) એક સમયે ત્રિનિદાદમાં બહોળા પ્રમાણમાં બોલાતી ભાષા હતી, અને રોજબરોજ બોલવામાં આવતી સ્થાનિક ભાષામાં તેના ઘણાં અવશેષો રહેલા છે. સ્પેનિશ વારસો ધરાવતા લોકો માટે વપરાતા શબ્દ "કોકો પેયોલ" તરીકે ઓળખવામાં આવતી સ્પેનિશ-આધારિત ક્રેઓલ પણ અસ્તિત્વ ધરાવે છે.

દક્ષિણ અમેરિકાના દરિયા કિનારા પર આવેલું હોવાને કારણે ત્રિનિદાદ, તે સ્પેનિશ બોલતા લોકો સાથેનો તેમનો સંપર્ક પુનઃવિકસિત કરી રહ્યા છે, પરંતુ 2004માં માત્ર 45,500 રહેવાસીઓ જ સ્પેનિશ બોલતા હતા તે હકીકતથી તેમાં અવરોધ પેદા થાય છે. સરકારે 2004માં "સ્પેનિશ એઝ અ ફોરેન લેંગ્વેજ (એસએએફએફએલ (SAFFL)) ઇનિશિયેટીવ"[૪૦] (વિદેશી ભાષા તરીકે સ્પેનિશ પહેલ)ની પહેલ કરી હતી, જેને માર્ચ 2005માં જાહેર લોન્ચ કરવામાં આવી હતી. વેનેઝુએલાથી લોકો અંગ્રેજી શીખવા માટે ત્રિનિદાદ આવે છે અને ઘણી શાળાઓએ અંગ્રેજી અને સ્પેનિશ એમ બંને ભાષાઓમાં તેનું ભવિષ્ય નિર્ધારિત કર્યું છે.

દેશના ગુલામીના વારસાને કારણે, ત્રિનિદાદમાં શહેરોના નામ મોટાભાગે ઇંગ્લીશ (ચેટહેમ, બ્રિજટોન, ગ્રીન હિલ, સેન્ટ મેરીઝ, પ્રિન્સ ટાઉન, ફ્રિપોર્ટ, ન્યુ ગ્રાન્ટ), સ્પેનિશ (સેન ફર્નાન્ડો, સેન્ગ્રે ગ્રાન્ડ, રીઓ કાર્લો, સેન જુઆન, લા ક્યુવાસ, મારાકાસ, મોન્ઝાનિલા, લોસ બેજોસ), ભારતીય (ફૈઝાબાદ, બેરાકપોર, ઇન્ડિયન વોક, મદ્રાસ સેટલમેન્ટ, પેનલ, ડેબે), એમરિન્ડિયન ભાષાઓ (ચેગુઆનાસ, ટુનાપુના, ગુઆયોગુઆયાર, કેરેપિચૈમા, મુકુરેપો, ચેગ્યુઅરામાસ, એરિમા, એરાઉકા, ગુઆઇકો, ઓરોપૌચે, એરીપો) રાખવામાં આવ્યા છે. ટોબેગોમાં અંગ્રેજી નામોનું પ્રભુત્વ છે. જો કે, કેટલાક નામો તેના ગુલામીના ભૂતકાળનું સૂચન કરે છેઃ બેલે ગાર્ડન, બોન એકોર્ડ, ચાર્લોટ્ટેવિલે, લેસ કોટેઉક્સ, પાર્લાટુવિયર (ફ્રેંચ), ઔચેન્સ્કેઓક, બ્લેન્હેઇયમ (ડચ), ગ્રેટ કોરલેન્ટ બે (કોરલેન્ડર્સ).

સામાન્ય રીતે બાળકો ત્રણ વર્ષ જેટલી નાની ઉંમરથી પ્રી-સ્કૂલનો પ્રારંભ કરે છે. આ સ્તરનું શિક્ષણ ફરજિયાત નથી પરંતુ મોટાભાગના બાળકો આ ઉંમરે શાળાનો પ્રારંભ કરે છે કારણ કે બાળકો તેમનું પ્રાથમિક શિક્ષણ શરૂ કરે ત્યારે તેઓ વાંચવા અને લખવાનું પાયાનું કૌશલ્ય ધરાવતા હોય તેવી અપેક્ષા રાખવામાં આવે છે. વિદ્યાર્થીઓ પાંચ વર્ષની ઉંમરે પ્રાથમિક શાળામાં જાય છે. સાત વર્ષ પ્રાથમિક શાળામાં ગાળવામાં આવે છે. પ્રાથમિક શાળાના સાત વર્ષોમાં પ્રી-કિંડરગાર્ટન અને કિંડરગાર્ટનનો સમાવેશ થાય છે, ત્યાર બાદ પહેલા ધોરણથી પાંચમું ધોરણ આવે છે. પ્રાથમિક શાળાના છેલ્લા વર્ષ દરમિયાન, બાળકોને સેકન્ડરી એન્ટ્રન્સ એસેસમેન્ટ (સીઇએ (SEA)) (માધ્યમિક પ્રવેશ ચકાસણી) માટે તૈયાર કરવામાં આવે છે અને આ પરીક્ષા અપાવવામાં આવે છે, જે કઇ માધ્યમિક શાળામાં બાળકને પ્રવેશ મળશે તે નક્કી કરે છે.વિદ્યાર્થી ઓછામાં ઓછા પાંચ વર્ષ માટે માધ્યમિક શાળામાં અભ્યાસ કરે છે, ત્યારબાદ સીએઇસી (CSEC)(કેરબિયન સેન્ડરી એજ્યુકેશન સર્ટીફિકેશન) પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, જે બ્રિટીશ જીસીએસઇ ઓ (GCSE O) સ્તરને સમકક્ષ છે. સંતોષજનક ગ્રેડ મેળવનારા બાળકો વધુ બે વર્ષ માટે ઉચ્ચતર શાળા ચાલુ રાખવાનો વિકલ્પ સ્વીકારી શકે છે, જે કેરબિયન એડવાન્સ્ડ પ્રોફિસિયન્સી એક્ઝામિનેશન્સ (સીએપીઇ (CAPE)) તરફ દોરી જાય છે, જે જીસીઇ એ (GCE A) સ્તરને સમકક્ષ છે. સીએસઇસી (CSEC) અને સીએપીઇ (CAPE) બંને પરીક્ષાઓ કેરબિયન એક્ઝામિનેશન્સ કાઉન્સિલ (સીએક્સસી (CXC)) દ્વારા આયોજન કરવામાં આવે છે. જાહેર પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ તમામ લોકો માટે વિનામૂલ્યે છે, જો કે ખાનગી અને ધાર્મિક શિક્ષણ ફી ચૂકવીને મેળવી શકાય છે.

તૃતિય સ્તરનું શિક્ષણ પણ, સ્નાતક કક્ષા સુધી, યુનિવર્સિટી ઓફ ધ વેસ્ટ ઇન્ડિઝ (યુડબલ્યુઆઇ (UWI)), યુનિવર્સિટી ઓફ ત્રિનિદાદ અને ટોબેગો (યુટીટી (UTT)), યુનિવર્સિટી ઓફ ધ સધર્ન કેરબિયન (યુએસસી (USC)), કોલેજ ઓફ સાયન્સ, ટેકનોલોજી અને અપ્લાઇડ આર્ટસ ઓફ ત્રિનિદાદ અને ટોબેગો (સીઓએસટીએએટીટી (COSTAATT)) અને અન્ય કેટલાક ચોક્કસ માન્ય સંસ્થાનોમાં તમામ લોકો માટે વિનામૂલ્ય ઉપલબ્ધ છે. સરકાર પણ હાલમાં કેટલાક અનુસ્નાતક કાર્યક્રમોને સબસીડી આપે છે. સરકાર અને ખાનગી ક્ષેત્ર એમ બંને તેજસ્વી અથવા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સ્થાનિક, પ્રાદેશિક અથવા આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવા માટે શૈક્ષણિક સ્કોલરશિપના રૂપમાં સહાય પૂરી પાડે છે.

સંસ્કૃતિ

ફેરફાર કરો
 
કોસ્યુમ બેન્ડના સભ્યો લેન્ટએન કાર્નિવલ પહેલાં પોર્ટ ઓફ સ્પેનની શેરીઓમાં પરેડ કરતાં નજરે ચડે છે.

ત્રિનિદાદ અને ટોબેગો કેલિપ્સો સંગીત અને આ દેશમાં 20મી સદી દરમિયાન શોધાયેલા એક માત્ર એકોસ્ટિક સંગીદવાદ્ય હોવાનો દાવો કરવામાં આવતા સ્ટીલપાનનું જન્મસ્થળ છે.[૪૧] વિવિધ સંસ્કૃતિ અને ધાર્મિક પશ્ચાદભૂમિને કારણે વર્ષ દરમિયાન અનેક તહેવારો અને ઉજવણીઓ કરવામાં આવે છે. ત્રિનિદાદ અને ટોબેગોના બે લેખકોને નોબેલ પારિતોષક મળ્યું છે, વીએસ નાઇપોલ અને સેન્ટ લુસિયાનામાં જન્મેલા ડેરેક વોલકોટ (જેમણે ત્રિનિદાદ થીયેટર વર્કશોપની સ્થાપના કરી, તેમના કાર્યકાળનો ઘણોખરો ભાગ ત્રિનિદાદમાં કામ કર્યું હતું). એડમન્ડ રોસ, "લેટિન અમેરિકન સંગીતના સમ્રાટ", પોર્ટ ઓફ સ્પેનમાં જન્મ્યા હતા. ડિઝાઇનર પીટર મિનશેલ માત્ર કાર્નિવલ કોશ્ચ્યુમ માટે જ નહીં પરંતુ બાર્સિલોના ઓલિમ્પિક્સ, 1994ના ફૂટબોલ વર્લ્ડ કપ, 1996 સમર ઓલિમ્પિક્સ અને 2002 વિન્ટર ઓલિમ્પિક્સ, જેના માટે તેમને એમી એવોર્ડ આપવામાં આવ્યો હતો, વગેરેના ઉદઘાટન સમારંભમાં ભજવેલી ભૂમિકા માટે પણ જાણીતા છે.જેફરી હોલ્ડર, બોસ્કો હોલ્ડરના ભાઈ, અને હિથર હેડલી પણ ત્રિનિદાદમાં જન્મેલા કલાકારો છે, જેમણે રંગભૂમિ માટે ટોની એવોર્ડ મેળવ્યા હતા. હોલ્ડર અનોખી ફિલ્મ કારકિર્દી પણ ધરાવે છે અને હડલી ગ્રેમી એવોર્ડ જીત્યા હતા. રેકોર્ડિંગ કલાકાર બિલિ ઓસન પણ ત્રિનિદાદિયન છે.[૪૨]

ઓલમ્પિક્સ

ફેરફાર કરો

હેસલી ક્રોફોર્ડે 1976 સમર ઓલિમ્પિક્સમાં પુરુષો માટેની 100 મીટર દોડમાં ત્રિનિદાદ અને ટોબેગો માટેનો પ્રથમ ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. ત્રિનિદાદ અને ટોબેગોના નવ જુદા-જુદા રમતવીરોએ ઓલિમ્પિક્સમાં 12 ચંદ્રક જીત્યા છે, જેનો પ્રારંભ રોડની વિલ્કિસ દ્વારા 1948માં વેઇટ લિફ્ટિંગમાં રજત ચંદ્રક જીતવાથી થયો હતો,[૪૩] અને સૌથી છેલ્લે રીચાર્ડ થોમસને 2008માં પુરુષો માટેની 100 મીટર દોડમાં રજત ચંદ્રક જીત્યો હતો. એટો બોલ્ડોને ત્રિનિદાદ અને ટોબેગો માટે સૌથી વધારે કુલ આઠ ચંદ્રક ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયનશીપ મેડલ જીત્યા છે – જેમાંથી ચાર ચંદ્રક ઓલિમ્પિકમાં અને ચાર વર્લ્ડ ચેમ્પિયનશીપમાં જીત્યા હતા. ત્રિનિદાદ અને ટોબેગોએ તૈયાર કરેલો રમતવીર એક માત્ર વર્લ્ડ ચેમ્પિયન બોલ્ડોન જ છે.તેણે 1997માં એથેન્સ ખાતે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં 200 મીટર દોડ પણ જીતી હતી. તરણવીર જ્યોર્જ બોવેલ-ત્રીજાએ પણ 2004માં પુરુષો માટેની 200 મીટર આઇએમ (IM)માં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.

ક્રિકેટ

ફેરફાર કરો

ક્રિકેટ ત્રિનિદાદ અને ટોબેગોની સૌથી લોકપ્રિય રમત છે, જેમાં તે પાડોશી કેરબિયન ટાપુઓ સાથે તીવ્ર સ્પર્ધા ધરાવે છે. ત્રિનિદાદ અને ટોબેગો વેસ્ટ ઇન્ડીઝ ટીમના સભ્ય તરીકે ટેસ્ટ ક્રિકેટ, વન ડે ઇન્ટરનેશનલ ઉપરાંત ટ્વેન્ટી20 ક્રિકેટ પણ રમે છે. પ્રાદેશિક સ્પર્ધામાં રાષ્ટ્રીય ટીમ પ્રથમ કક્ષાએ રમે છે. અન્ય ટાપુઓની સાથે ત્રિનિદાદ અને ટોબેગોએ 2007 ક્રિકેટ વિશ્વ કપની યજમાની કરી હતી. બ્રાયન લારા, ટેસ્ટ અને પ્રથમ કક્ષાની ક્રિકેટ મેચમાં એક દાવમાં સૌથી વધારે રન કરવાનો અને અન્ય વિક્રમો ધરાવનાર, ત્રિનિદાદ અને ટોબેગોના સાન્તા ક્રૂઝમાં જન્મ્યો હતો, અને તેને ઘણીવખત પ્રિન્સ ઓફ પોર્ટ ઓફ સ્પેન અથવા પ્રિન્સના નામે ઓળખવામાં આવે છે. દંતકથા સમાન વેસ્ટ ઇન્ડિયન બેટ્સમેની ગણના વિશ્વના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોમાં અને દેશના પ્રસિદ્ધ રમતવીર તરીકે કરવામાં આવે છે.

રાષ્ટ્રીય ફૂટબોલ ટીમ, 16 નવેમ્બર 2005ના રોજ મનામા ખાતે બેહરિનને હરાવીને પ્રથમ વખત 2006 ફિફા (FIFA) વિશ્વ કપ માટે ક્વોલિફાય થઈ હતી, જે સાથે વિશ્વક પ માટે ક્લોલિફાય થનારો સૌથી નાનો દેશ (વસતિની રીતે) બન્યો હતો. ડચ રાષ્ટ્રીયતા ધરાવતા કોચ લીઓ બીનહેક્કર અને ટોબેગોનિયન કેપ્ટન ડ્વાઇટ યોર્કના નેત્તૃત્વ હેઠળની ટીમે તેમને પહેલી ગ્રૂપ મેચ – ડોર્ટમેનમાં સ્વીડન સામે, 0-0થી ડ્રો કરી, પરંતુ બીજી ગેમ ઇંગ્લેન્ડ સામે 0-2થી હારી ગયા. તેઓ ગ્રૂપ મેચના તબક્કાની છેલ્લી ગેમ પેરાગ્વે સામે 2-0થી હારી જતાં વર્લ્ડકપમાંથી બહાર ફેંકાઈ ગયા હતા. 2006 વિશ્વ કપમાં ક્વોલિફાય થયાં પહેલાં, ટી એન્ડ ટી (T&T) 1974માં વિવાદસ્પદ રીતે ક્વોલિફાઇંગની નજીક પહોંચી ગઇ હતી. રેફ્રીને તટસ્થતા નહીં જાળવી શકવા બદલ હાંકી કાઢવામાં આવ્યો હતો. 2007માં 1990માં રમેલા ખેલાડીઓ સાથેની બે ટીમો વચ્ચે "ફરીથી મેચ"નું આયોજન કરવામાં આવ્યું હતું અને તે ત્રિનિદાદ અને ટોબેગો દ્વારા જીતવામાં આવી હતી[૪૪] અને ફરીથી 1990ની સ્પર્ધા માટે ઘરઆંગણે યુનાઇટેડ સ્ટેટ્સ સામે ડ્રોની જરૂર હતી, પરંતુ 1-0થી હારી ગઈ હતી.[૪૫] ત્રિનિદાદ અને ટોબેગોએ 2001માં 17 વર્ષથી ઓછી વયના માટેના ફિફા (FIFA U-17) ચેમ્પીયનશિપનું આયોજન કર્યું હતું, અને તેની પસંદગી 2010માં મહિલાઓ માટેના ફિફા (FIFA U-17) વર્લ્ડકપનું આયોજન કરવા માટે પણ થઈ હતી.

ત્રિનિદાદ અને ટોબેગોની રાષ્ટ્રીય બેઝબોલ ટીમ દેશની રાષ્ટ્રીય બેઝબોલ ટીમ છે. ટીમનું નિયંત્રણ બેઝબોલ/સોફ્ટબોલ એસોસિયેશન ઓફ ત્રિનિદાદ અને ટોબેગો દ્વારા કરવામાં આવે છે અને તે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરે છે. ટીમ પાન અમેરિકન બેઝબોલ કન્ફેડરેશનની પ્રોવિઝનલ સભ્ય છે.

અન્ય રમતો

ફેરફાર કરો

નેટબોલ ત્રિનિદાદ અને ટોબેગોમાં લાંબા સમયથી લોકપ્રિય છે, જો કે તેની લોકપ્રિયતામાં તાજેતરના વર્ષોમાં ઘટાડો આવ્યો છે. નેટબોલ વર્લ્ડ ચેમ્પિયનશિપ્સમાં 1979માં તેઓ સંયુક્ત-વિજેતા હતા, 1987માં રનર્સ-અપ હતા અને 1983માં સેક્ન્ડ રનર્સ-અપ હતા.ત્રિનિદાદ અને ટોબેગોમાં બાસ્કેટબોલ સામાન્ય રીતે કોલેજો, યુનિવર્સિટીઓ અને વિવિધ પ્રકારના શહેરી બાસ્કેટબોલ કોર્ટસ પર રમાય છે. રગ્બી લોકપ્રિય રમત છે અને ઘોડા દોડને દેશમાં નિયમિત રીતે અનુસરવામાં આવે છે.

રાષ્ટ્રીય ચિહ્નો

ફેરફાર કરો
 
ત્રિનિદાદ અને ટોબેગોનો ધ્વજ
 
ત્રિનિદાદ અને ટોબેગોનું રાજચિહ્ન

ધ્વજની પસંદગી 1962માં સ્વતંત્રતા સમિતિ દ્વારા કરવામાં આવી હતી. લાલ, કાળો અને સફેદ રંગ અનુક્રમે આગ (સૂર્ય, હિંમતનું પ્રતિક), પૃથ્વી (સમર્પણનું પ્રતિક) અને પાણી (શુદ્ધતા અને સમાનતાનું પ્રતિક) દર્શાવે છે.[૪૬]

રાજચિહ્ન

ફેરફાર કરો

રાજચિહ્નની ડિઝાઇન સ્વતંત્રતા સમિતિ દ્વારા તૈયાર કવરામાં આવી હતી અને તેમાં સ્કાર્લેટ આઇબિસ (ત્રિનિદાદના રહેવાસી), કોર્કિકો (ટોબેગોના રહેવાસી) અને હમિંગબર્ડ આવેલા છે. ઢાલમાં ત્રણ જહાજો આવેલા છે, જે ત્રિનિટી અને કોલંબસ દ્વારા મુસાફરી કરવામાં આવેલા ત્રણ જહાજો એમ બંનેના સૂચક છે.[૪૬]

 1. Trinidad and Tobago -- Britannica Online Encyclopedia સંગ્રહિત ૨૦૦૬-૧૦-૧૨ ના રોજ વેબેક મશિન at www.britannica.com
 2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ "Trinidad and Tobago". International Monetary Fund. મેળવેલ 2010-04-21.
 3. "Human Development Report 2010" (PDF). United Nations. 2010. મૂળ (PDF) માંથી 21 નવેમ્બર 2010 પર સંગ્રહિત. મેળવેલ 5 November 2010.
 4. આર્કિપેલાજિક વોટર એન્ડ એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન એક્ટ નંબર 24, 1986
 5. "Treaty between the Republic of Trinidad and Tobago and the Republic of Venezuela on the delimitation of marine and submarine areas, 18 April 1990" (PDF). The United Nations. મેળવેલ 2009-04-13. [મૃત કડી]
 6. "The 1990 Accord Replaces the 1942 Paris Treaty". Trinidad and Tobago News. મેળવેલ 2009-04-13.
 7. "Background note Trinidad and Tobago". US Department of State. મેળવેલ August 2009. Check date values in: |access-date= (મદદ)
 8. "Trinidad and Tobago Country brief". The World Bank. મૂળ માંથી 2007-01-12 પર સંગ્રહિત. મેળવેલ September 2008. Check date values in: |access-date= (મદદ)
 9. હિલ (1983), પાનાં 203-209.
 10. હિલ (1983), પાનાં 8-10. આ પણ જુઓ, પાનું 284, એન. 1.
 11. ક્વિવેડો (1983), પાનાં 2-14.
 12. ૧૨.૦ ૧૨.૧ હાર્ટ, મેરી. (1965). ધ ન્યૂ ત્રિનિદાદ એન્ડ ટોબેગો , પાનું 13. કોલિન્સ લંડન અને ગ્લાસગો પુનઃમુદ્રણ 1985.
 13. બેસોન, 2000
 14. (બ્રેરેટન 1981)
 15. ૧૫.૦ ૧૫.૧ ૧૫.૨ બ્રેરેટન, બ્રીજેટ(1981). એ હિસ્ટરી ઓફ મોડર્ન ત્રિનિદાદ 1783-1962. લંડન: હીનેમન એજ્યુકેશન બુક્સ
 16. ૧૬.૦ ૧૬.૧ ૧૬.૨ વિલિયમ્સ, એરિક (1962). હિસ્ટરી ઓફ ધ પીપલ ઓફ ત્રિનિદાદ અને ટોબેગો. લંડન : એન્ડ્રી ડ્યુશ.
 17. મીઘૂ કિર્ક(2008)'એથનિક મોબિલાઇઝેશન વિ. એથનિક પોલિટિક્સ: અન્ડરસ્ટેન્ડિંગ એથનિસિટી ઇન ત્રિનિદાદ એન્ડ ટોબેગો પોલિટિક્સ, કોમનવેલ્થ એન્ડ કમ્પેરિટિવ પોલિટિક્સ,46:1,101–127
 18. "1845: The Indians and indentureship". Trinicenter.com. 1999-08-08. મેળવેલ 2010-05-02.
 19. દીન, શામ્સુ (1994). સોલ્વિંગ ઇસ્ટ ઇન્ડિયન રૂટ્સ ઇન ત્રિનિદાદ. ફ્રીપોર્ટ જંકશન. એચ. ઇ. એમ. એન્ટરપ્રાઇઝ. ISBN 976-8136-25-1
 20. ટિન્કર, હગ (1991). એ ન્યૂ સિસ્ટમ ઓફ સ્લેવરીઃ એક્સપોર્ટ ઓફ ઇન્ડિયન લેબર ઓવરસીઝ (1830-1920). હન્સિબ પલ્બિશિંગ (કેરબિયન) લિમિટેડ
 21. મોહમદ, પેટ્રિક્રીયા(2002). જેન્ડર નેગોશિયેન્શન્સ એમોન્ગ ઇન્ડિયન્સ ઇન ત્રિનિદાદ 1917-1947. પાલગ્રેવ મેકમિલાન.
 22. કાર્મિકેલ, ગર્ટ્યુડ (1961). ધ હિસ્ટરી ઓફ ધ વેસ્ટ ઇન્ડિઝ આયલેન્ડ ઓફ ત્રિનિદાદ એન્ડ ટોબેગો. 1498-1900 , પાનું 14. એલ્વિન રેડમેન, લંડન.
 23. "બિઝનેસ બ્રાન્ચિસ આઉટ" (ડિસ્કવર ત્રિનિદાદ એન્ડ ટોબેગો) [હંમેશ માટે મૃત કડી]
 24. "Trinidad News". Trinidadexpress.com. મૂળ માંથી 2007-12-12 પર સંગ્રહિત. મેળવેલ 2010-05-02.
 25. "U.S. State Department". State.gov. 2009-11-13. મેળવેલ 2010-05-02.
 26. "US Energy Information Administration - LNG". Eia.doe.gov. મેળવેલ 2010-05-02.
 27. "Government of Trinidad and Tobago Information Services press release on water taxis". News.gov.tt. મૂળ માંથી 2011-05-10 પર સંગ્રહિત. મેળવેલ 2010-05-02.
 28. "Airport Authority of Trinidad and Tobago - Welcome to Piarco Airport". મૂળ માંથી 2011-05-03 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-28.
 29. "World Travel Awards".
 30. "World Travel Award votes Piarco International Caribbean's Leading Airport". 2006-10-12. મૂળ માંથી 2010-08-22 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-28.
 31. "World's First Global Training Centre on Aviation at Piarco International Airport". 10/12/2006. મૂળ માંથી 2010-07-27 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-28. Check date values in: |date= (મદદ)
 32. "કેરબિયન એરલાઇન્સ ટુ રિ-હાયર 1,000 વર્કર્સ" ડેરૈન લ્યુટોન દ્વારા ધ જમૈકા ગ્લીનર , 29 એપ્રિલ 2010
 33. "Demographic Data". Indexmundi.com. 2008-12-18. મેળવેલ 2010-11-07.
 34. "2000 Census information". Indexmundi.com. 2008-12-18. મેળવેલ 2010-11-07.
 35. કન્ટ્રી સ્ટડીઝ - ત્રિનિદાદ
 36. http://www.joshuaproject.net/countries.php?rog3=TD
 37. રેસ રિલેશન્સ ઇન કોલોનીયલ ત્રિનિદાદ 1870-1900
 38. "ત્રિનિદાદ ફ્રેન્ચ ક્રેઓલ". મૂળ માંથી 2010-03-28 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-28.
 39. એસ્ટિમેટ્સ ઓફ આફ્રિકન, યુરોપીયન એન્ડ નેટિવ અમેરિકન એન્સેટરી ઇન એફ્રો-કેરબિયન મેન .
 40. "Secretariat for The Implementation of Spanish, Government of the Republic of Trinidad and Tobago". Tradeind.gov.tt. મૂળ માંથી 2010-11-03 પર સંગ્રહિત. મેળવેલ 2010-05-02.
 41. "20th Century Percussion". Bbc.co.uk. મેળવેલ 2010-05-02.
 42. "ઇન બ્રીફ : ત્રિનિદાદ એન્ડ ટોબેગો હિસ્ટરી એન્ડ સોસાયટી" (ડિસ્કવર ત્રિનિદાદ એન્ડ ટોબેગો)
 43. "Trinidad and Tobago's Olympic Medal Winners". મૂળ માંથી 2007-06-12 પર સંગ્રહિત. મેળવેલ 2008-11-30.
 44. "Trinidad and Tobago Sport". મૂળ માંથી 2007-06-22 પર સંગ્રહિત. મેળવેલ 2008-11-30.
 45. "The Trinidad Guardian -Online Edition Ver 2.0". મૂળ માંથી 2008-04-21 પર સંગ્રહિત. મેળવેલ 2008-11-30.
 46. ૪૬.૦ ૪૬.૧ "Trinidad and Tobago government website". Gov.tt. મેળવેલ 2010-05-02.

સંદર્ભો

ફેરફાર કરો
 • હિલ, ડોનાલ્ડ આર.કેલિપ્સો કલાલૂ: અર્લી કાર્નિવલ મ્યુઝિક ઇન ત્રિનિદાદ . (1993). ISBN 0-8130-1221-X (cloth); ISBN 0-8130-1222-8 (pbk). યુનિવર્સિટી પ્રેસ ઓફ ફ્લોરિડા. બીજી આવૃત્તિ: ટેમ્પલ યુનિવર્સિટી પ્રેસ (2006) ISBN 1-59213-463-7.
 • ક્વિવેડો, રેમન્ડ (એટિલા ધ હન). 1983 એટિલા'સ કૈસો : એ શોર્ટ હિસ્ટ્રી ઓફ ત્રિનિદાદ કેલિપ્સો . (1983). યુનિવર્સિટી ઓફ ધ વેસ્ટ ઇન્ડિઝ, સેન્ટ ઓગસ્ટિન, ત્રિનિદાદ. (જૂના કેલિપ્સોસ તેમજ કેટલાક એટિલાના કેલિપ્સોસ માટે મ્યુઝિકલ સ્કોર્સ માટે શબ્દોનો સમાવેશ કરે છે.)

વધુ વાંચન

ફેરફાર કરો
 • બેસોન, ગેરાર્ડ એન્ડ બ્રેરેટન, બ્રીજેટ. ધ બુક ઓફ ત્રિનિદાદ (બીજી આવૃત્તિ, 1992), પોર્ટ ઓફ સ્પેન: પેરિયા પલ્બિશિંગ કંપની લિમિટેડ. ISBN 976-8054-36-0
 • બેસોન, ગેરાર્ડ. લેન્ડ ઓફ બિગિનિંગ્સ - એ હિસ્ટ્રિકલ ડાઇજેસ્ટ , ન્યૂઝડે ન્યૂઝપેપર, 27 ઓગસ્ટ 2000
 • બૂમર્ટ, એરી. ત્રિનિદાદ, ટોબેગો એન્ડ ધ લોઅર ઓરિનોકો ઇન્ટરેક્શન સ્ફીયર: એન આર્કિયોલોજીકલ/એથનોહિસ્ટ્રીકલ સ્ટડી . અલ્કમારઃ કૈરી પબ્લિકેશન, 2000
 • કેની, જુલિયન. વ્યૂઝ ફ્રોમ ધ રીજ . પોર્ટ ઓફ સ્પેન, ત્રિનિદાદ: પ્રોસ્પેક્ટ પ્રેસ, મિડીયા એન્ડ એડિટોરિયલ પ્રોજેક્ટ્સ લિમિટેડ, 2000/2007. ISBN 976-95057-0-6
 • લાન્સ સી: ક્રેઓલ રેમીડીઝ ઓફ ત્રિનિદાદ એન્ડ ટોબેગો
 • મેન્ડિઝ, જોહન. કોટે સી કોટે લા: ત્રિનિદાદ એન્ડ ટોબેગો ડિક્શનરી. એરિમા, ત્રિનિદાદ, 1986
 • સૈથ, રાધિકા એન્ડ લિન્ડરસે, માર્ક. વ્યાહ નોટ એ વુમન? પોર્ટ ઓફ સ્પેન: પેરિયા પબ્લિકેશન કંપની લિમિટેડ, 1993. ISBN 976-8054-42-5
 • ટેલર, જેરેમી. વિઝટર્સ ગાઇડ ટુ ત્રિનિદાદ એન્ડ ટોબેગો (લંડન, યુનાઇટેડ કિંગડમ: મેકમિલાન, 1986. ISBN 978-0333419854); બીજી આવૃત્તિ ત્રિનિદાદ અને ટોબેગો: એન એન્ટ્રોડક્શન એન્ડ ગાઇડ (લંડન, યુનાઇટેડ કિંગડમ: મેકમિલાન, 1991. ISBN 978-0-333-55607-8).

બાહ્ય લિંક્સ

ફેરફાર કરો