ગાગા અભયારણ્ય
ગુજરાતના દેવભૂમી દ્વારકા જિલ્લામાં આવેલું પક્ષી અભયારણ્ય
(મહાગંગા પક્ષી અભયારણ્ય થી અહીં વાળેલું)
ગાગા અભયારણ્ય અથવા મહાગંગા પક્ષી અભયારણ્ય દેવભૂમી દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં આવેલું પક્ષી અભયારણ્ય છે. તેની સ્થાપના નવેમ્બર ૧૯૮૮માં થઇ હતી અને તે ૩૩૨.૮૭ હેક્ટર વિસ્તાર ધરાવે છે.[૧] આ અભયારણ્ય ઘાસ વિસ્તાર તેમજ ગોરાડ જમીન ધરાવે છે અને તેમાં નીલગાય, શિયાળ, જંગલી બિલાડી, વરૂ જેવા પ્રાણીઓ તેમજ ફ્લેમિંગો, ઘોરાડ અને અન્ય પક્ષીઓ વસવાટ કરે છે.[૨]
ગુજરાતમાં કચ્છ ઘોરાડ અભયારણ્યની સાથે આ અભયારણ્ય ઘોરાડની વસ્તી ધરાવે છે, જોકે આ પક્ષી ગુજરાતના બધા અભયારણ્યમાંથી બે દાયકાઓ પહેલા જ નામશેષ થઇ ગયું છે.[૩]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ H. S. Singh; Gujarat Ecological Education and Research Foundation (૨૦૦૧). Natural heritage of Gujarat: forests and wildlife in Gujarat. Gujarat Ecological Education and Research Foundation. પૃષ્ઠ ૯૨. મેળવેલ ૨૩ નવેમ્બર ૨૦૧૨.
- ↑ "Gaga Wild Life Sanctuary". Forests & Environment Department. Government of Gujarat. મૂળ માંથી 2012-11-17 પર સંગ્રહિત. મેળવેલ ૨૩ નવેમ્બર ૨૦૧૨.
- ↑ Munjpara, Sandeep B.; B. Jethva; C.N. Pandey (September 2011). "Distribution of the Indian Bustard Ardeotis nigriceps (Gruiformes: Otididae) in Gujarat State, India". Journal of Threatened Taxa. ૩ (૯): ૨૦૯૦–૨૦૯૪. doi:10.11609/jott.o2756.2090-4.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |