હિંદુ ધર્મનાં પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે મહાગૌરીનવદુર્ગાનું આઠમુ સ્વરૂપ છે. તેમને ચાર ભુજાઓ છે, તેમણે એક હાથમાં ત્રિશુળ અને બીજા હાથમાં ડમરુ ધારણ કરેલું છે. ત્રીજો અને ચોથો હાથ અભયમુદ્રા અને વરદમુદ્રામાં છે. તેમનું વાહન વૃષભ છે એટલે ’વૃષારુઢા’ તરીકે પણ ઓળખાય છે. નવરાત્રીના આઠમા દિવસે નવદુર્ગાનાં આ સ્વરૂપનું પૂજન અર્ચન કરાય છે. દેવીનો વર્ણ ગૌર છે, વસ્ત્ર આભૂષણ શ્વેત છે એટલે ’શ્વેતાંબરધરા’ તરીકે પણ ઓળખાય છે.

મહાગૌરી
નવદુર્ગા માંહેનાં આઠમા દેવીના સભ્ય
દેવી મહાગૌરી, સંઘશ્રી, કાલીઘાટ, કોલકાતા
અન્ય નામોશ્વેતાંબરધરા
જોડાણોનવદુર્ગા
મંત્ર

શાંતિ કુરુ મહાગૌરી સર્વ સિદ્ધિ પ્રદાયક,
ભુક્તિ, મુક્તિ, દાયક દેવી, નમસ્તે, નમસ્તે સ્વાહા
ઓમ્ કર્લીં, હૂઁ, મહાગૌર્યે ક્ષૌં,
ક્ષૌં, મમ સુખ-શાંતિ કુરુ કુરુ સ્વાહા

શસ્ત્રત્રિશુળ
વાહનવૃષભ
જીવનસાથીશિવ

પુરાણ કથા પ્રમાણે દેવી શૈલપુત્રી સોળ વર્ષની આયુએ ખુબ જ સુંદર અને ગૌર વર્ણનાં હતાં. દેવીનું આ સ્વરૂપ "મહાગૌરી" તરીકે ઓળખાયુ. દેવી મહાગૌરી રાહુ (ગ્રહ)નું સંચાલન કરે છે.[][][]

श्वेते वृषे समारुढा श्वेताम्बरधरा शुचिः |
महागौरी शुभं दद्यान्महादेवप्रमोददा ||

  1. દિવ્ય ભાસ્કર-લેખ
  2. દ્રિકપંચાંગ.કોમ
  3. "હિંદુઈઝમ.કોમ". મૂળ માંથી 2013-10-14 પર સંગ્રહિત. મેળવેલ 2013-10-06. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)