મહાદેવી વર્મા (૨૬ માર્ચ ૧૯૦૭ - ૧૧ સપ્ટેમ્બર ૧૯૮૭) હિન્દીની સર્વાધિક પ્રતિભાવાન કવયિત્રીઓમાંથી છે. તેઓ હિન્દી સાહિત્યમાં છાયાવાદી યુગના ચાર પ્રમુખ સ્થંભોમાંના એક મનાય છે. આધુનિક હિન્દીની સૌથી સશક્ત કવયિત્રીઓમાંના એક હોવાને કારણે એ આધુનિક મીરાના નામથી પણ ઓળખાય છે. કવિ નિરાલાએ એમને “ હિન્દીના વિશાલ મંદિરની સરસ્વતિ" પણ કહ્યું છે. મહાદેવીએ સ્વતંત્રતા પહેલાનું ભારત પણ જોયું છે અને એના પછીનું પણ. તેઓ એ કવિમાંના એક છે જેમણે વ્યાપક સમાજમાં કામ કરતા રહીને ભારતની અંદર વિદ્યમાન હાહાકાર, રુદનને જોયું, પારખ્યું અને કરુણ થઈને અન્ધકારને દૂર કરવા વાળી દષ્ટિ દેવાની કોશિશ કરી. ન કેવળ એમના કાવ્ય પરંતુ એમના સમાજસુધારના કાર્ય અને મહિલાઓ પ્રતિ ચેતના ભાવનાને કારણે પણ તેઓ પ્રભાવિત રહ્યા. એમણે મનની પીડાને એટલા સ્નેહ અને શૃંગારથી શણગારી કે દીપશિખામાં એ જન જનની પીડાના રૂપમાં સ્થાપિત થઈ અને કેવળ વાચકોને જ નહીં પરંતુ સમીક્ષકોને પણ પ્રભાવિત કર્યા.

એમણે ખડી બોલી હિન્દીની કવિતામાં એ કોમળ શબ્દાવલિનો વિકાસ કર્યો જે આજ સુધી ફક્ત વ્રજભાષામાં જ સંભવ મનાય છે. એ માટે એમણે પોતાના સમયને અનુકૂળ સંસ્કૃત અને બંગાળીના કોમળ શબ્દ ચૂંટી હિન્દીના પહેરણ પહેરાવ્યા. સંગીતની જાણકાર હોવાને કારણે એમના ગીતોના નાદ-સૌંદર્ય અને પૈની ઉક્તિઓની વ્યંજના શૈલી અન્યત્ર દુર્લભ છે. એમણે અધ્યાપનથી પોતાના કાર્યજીવનની શરૂઆત કરી અને અંતિમ સમય સુધી એ પ્રયાગ મહિલા વિદ્યાપીઠની પ્રધાનાચાર્ય બની રહી. એમનો બાળ-વિવાહ થયો પરંતુ એમણે અવિવાહિતની જેમ જીવન વિતાવ્યું. પ્રતિભાવંત કવિયત્રી અને ગદ્ય લેખિકા મહાદેવી વર્મા સાહિત્ય અને સંગીતમાં નિપુણ હોવાની સાથે સાથે કુશળ ચિત્રકાર અને સૃજનાત્મક અનુવાદક પણ હતા. એમણે હિન્દી સાહિત્યના બધા જ મહત્વપૂર્ણ પુરસ્કાર પ્રાપ્ત કરવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. ભારતના સાહિત્ય આકાશમાં મહાદેવી વર્માનું નામ ધૃવ તારાની સમાન પ્રકાશમાન છે. ગત શતાબ્ધિની સર્વાધિક લોકપ્રિય મહિલા સાહિત્યકારના રૂપમાં તેઓ જીવનભર પૂજનીય બની રહી. વર્ષ ૨૦૦૭ એમની જન્મ શતાબ્ધિના રૂપમાં ઊજવાઈ રહ્યું છે.

સંદર્ભોફેરફાર કરો