માખણ એ ડેરી ઉત્પાદન છે. ઘરોમાં સામાન્ય રીતે દહીંને વલોવીને તેમાંથી સારરૂપે માખણ કાઢવામાં આવે છે. દૂધને દહીથી મેળવી બાર કે પંદર કલાક પછી વલોણામાં વલોવવામાં આવે છે ત્યારે તેમાંથી જે ઉપર તરી આવે છે તેને માખણ કે નવનીત કહે છે. માખણ સ્પર્શે ખૂબ જ મૃદુ (સુંવાળું) હોય છે. ઘી કરતાં માખણ જલ્દી પચે છે. તાજું માખણ સ્વાદિષ્ટ હોય છે.

લંડનની બજારમાં વેચાતું માખણ

આયુર્વેદની દૃષ્ટીએ [સંદર્ભ આપો]

ફેરફાર કરો

માખણ દરરોજ નવા તાજા કોશ બનાવે છે. દેહને સુકુમાર કરે છે. વીર્ય ખૂબ વધારે છે તેમજ પિત્ત અને વાયુનો નાશ કરે છે. માખણ અવિદાહી છે. એ અગ્નિને વધારે છે.અર્થાત ભૂખ કકડીને લગાડે છે. માખણ પચવામાં હલકું છે તેમજ તરત જ લોહી કરનારું છે. માખણ આંખનુ આલોચક પિત્ત વધારનાર છે, તેથી તેનું નિયમિત સેવન કરનારને આંખના ચશ્માં આવતા નથી. માખણ હરસ-મસા પર પણ ઉત્તમ છે. તે ખાંસીને પણ મટાડે છે.

વલોણામાંથી કાઢેલું ખટાશવાળું તાજું માખણ શરદી કરતું નથી અને ઉત્તમ મનાય છે. તાજુ માખણ સ્વાદિષ્ટ અને મધુર હોઇ ઝાડામાંના પ્રવાહીને સૂકવી મોઇ જેવો ઝાડો બાંધે છે.

માખણનું પોષણ મુલ્ય

ફેરફાર કરો

માખણ વિટામિન એનો ઉત્તમ સ્રોત છે.

માખણ, મીઠારહિત
આહારનું પોષણ મુલ્ય પ્રતિ 100 g (3.5 oz)
શક્તિ2,999 kJ (717 kcal)
કાર્બોદિત પદાર્થો
0 g
81 g
સંતૃપ્ત ચરબી51 g
મોનોસેચ્યુરેટેડ21 g
પોલીસેચ્યુરેટેડ3 g
1 g
વિટામિનો
વિટામિન એ
(86%)
684 μg
વિટામિન ડી
(10%)
60 IU
વિટામિન ઇ
(15%)
2.32 mg
અન્ય ઘટકો
Cholesterol215 mg

ચરબીના ટકા અલગ હોઈ શકે છે.
  • એકમો
  • μg = માઇક્રોગ્રામ • mg = મિલિગ્રામ
  • IU = આંતરરાષ્ટ્રિય એકમો
ટકાવારી અમેરિકા‍ ‍(USA)ના સંદર્ભમાં પુખ્ત વયના વ્યક્તિ માટે ભલામણ પર આધારિત છે.
સ્ત્રોત: USDA Nutrient Database

ભાષામાં માખણ

ફેરફાર કરો

માખણ કાઢવાની પ્રક્રિયાને કારણે ઘણા મનોમંથન પછી નિપજેલા વિચારને ય નવનીત કહેવાની રૂઢી પડી. 'છાસમાં માખણ જાય ને બાઈ ફૂવડ કહેવાય' અર્થાત્‌ મૂર્ખ ઠરવું અને ગુણની કદર ન થવી એવો રૂઢીપ્રયોગ પણ માખણની પ્રક્રિયા સાથે જોડાયેલો છે. તે ઉપરાંત, ‘માખણ વલોવ્યું કે પાણી ?’ અર્થાત્‌ વેપારમાં નફો થયો કે નુકસાન ? ‘માખણનું ઘી કરવું’ અર્થાત્‌ તદ્દન સહેલાઈથી બને તેવું કાર્ય કરવું‍ જેવા રૂઢીપ્રયોગો પણ ગુજરાતી ભાષામાં જોવા મળે છે.

સંદર્ભો

ફેરફાર કરો