માછીમારી એ એક વ્યવસાય છે. કોઇપણ વ્યક્તિ કોઇ જળાશય જેમ કે તળાવ, સરોવર, નદી અથવા સાગરમાંથી માછલી પકડી, એને બજારમાં વેચીને થતી આવકમાંથી પોતાનો જીવનનિર્વાહ કરે તેને માછીમારીનો વ્યવસાય કહેવામાં આવે છે.

John George Brown - Waiting for a Bite, Central Park.jpg

ગુજરાત રાજ્યનો સાગરકિનારો ભારત દેશનાં અન્ય રાજ્યો કરતાં ઘણો જ લાંબો હોવાને કારણે માછીમારીનો વ્યવસાય પૂરજોશમાં ચાલે છે અને ઘણા લોકો આ વ્યવસાય સાથે સંકળાયેલા છે.