માર્વે બીચ
માર્વે બીચ (અથવા દરિયાકિનારો) એ મુંબઈ શહેરના મલાડ પરાંના વિસ્તારમાં આવેલ છે. એસ્સેલવર્લ્ડ અને વોટર કિંગડમ તેમજ મનોરી સુધી જવા માટે અહીંથી જળસેવા (ફેરી સર્વિસ) પ્રાપ્ત છે. મનોરીની જળસેવા BEST (બેસ્ટ) દ્વારા પૂરી પાડવામાં આવે છે. મનોરી ટાપુ પર દ્વિ-ચક્રી વાહન પણ હોડીમાં લઈ જઇ શકાય છે. માર્વે બીચ પર જવા માટે મલાડ પશ્ચિમથી BESTનો બસ ક્રમાંક ૨૭૨ લઈ શકાય છે. આ સ્થળે રીક્ષા અને ટેક્સી દ્વારા સરળતાથી જઇ શકાય છે.
ભારતીય જળસેના INS હમલાની હાજરી તેમજ ટૂંકી પહોળાઈને કારણે માર્વે પર સામાન્ય લોકોની હાજરી મર્યાદિત હોય છે. આ દરિયાકિનારો ઝડપી પ્રવાહ અને ડૂબી શકાય તેવી રેતીને કારણે તરવા માટે જોખમી છે.
ઇતિહાસ
ફેરફાર કરોઅક્સા બીચથી માર્વે સુધીની પટ્ટીનો વિસ્તાર સાલસેત્તેના પશ્ચિમ કિનારા પરનો એક ટાપુ હતો. આ ટાપુઓ ૧૮૦૮ સુધી અલગ પડેલ હતા. ૧૮૮૨માં થાનેના જૂના ગેઝેટર લખાતી વખતે આ ટાપુઓ ઓટના સમયે એક પરથી બીજા પર ચાલીને પહોંચી શકાતા હતા.[૧]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "સાલસેત્તે સમૂહના ટાપુઓની ભૂગોળ". મહારાષ્ટ્ર સ્ટેટ ગેઝેટર, ગ્રેટર બોમ્બે ડિસ્ટ્રીક્ટ. ૧૯૮૭. મેળવેલ ૨૫ માર્ચ ૨૦૧૨.