માળિયા મિયાણા જંકશન રેલ્વે સ્ટેશન

માળિયા મિયાણા જંકશન રેલ્વે સ્ટેશન ગુજરાતના મોરબી જિલ્લાના માળીયામાં આવેલું રેલ્વે સ્ટેશન છે. તે પશ્ચિમ રેલ્વેના અમદાવાદ વિભાગ હેઠળ આવેલું છે.[][]

માળિયા મિયાણા જંકશન રેલ્વે સ્ટેશન
ભારતનું રેલ્વે સ્ટેશન
સામાન્ય માહિતી
સ્થાનમાળિયા, મોરબી જિલ્લો, ગુજરાત
ભારત
અક્ષાંશ-રેખાંશ23°06′13″N 70°45′19″E / 23.103592°N 70.755359°E / 23.103592; 70.755359
ઊંચાઇ6 m (20 ft)
માલિકભારતીય રેલ્વે
સંચાલકપશ્ચિમ રેલ્વે
લાઇનગાંધીધામ-અમદાવાદ મુખ્ય લાઇન
માળિયા મિયાણા-વાંકાનેર લાઇન
પ્લેટફોર્મ2
પાટાઓ4
બાંધકામ
બાંધકામ પ્રકારStandard (on-ground station)
પાર્કિંગહા
અન્ય માહિતી
સ્થિતિકાર્યરત
સ્ટેશન કોડMALB
વિસ્તાર પશ્ચિમ રેલ્વે
વિભાગ અમદાવાદ
ઈતિહાસ
શરૂઆત૧૯૪૦
વીજળીકરણના
જૂના નામોમોરબી સ્ટેટ રેલ્વે
સ્થાન
માળિયા મિયાણા જંકશન રેલ્વે સ્ટેશન is located in ગુજરાત
માળિયા મિયાણા જંકશન રેલ્વે સ્ટેશન
માળિયા મિયાણા જંકશન રેલ્વે સ્ટેશન
Location within ગુજરાત

આ સ્ટેશન બાંદ્રા ટર્મિનસ, દાદર પશ્ચિમ, વિશાખાપટ્ટનમ જંકશન, બરેલી જંકશન, ગાંધીધામ જંકશન, ભૂજ અને કામખ્યા જેવા રેલ્વે સ્ટેશનો સાથે જોડાણ ધરાવે છે.

માળિયા મિયાણા - વાંકાનેર વિભાગ મોરબી સ્ટેટ રેલ્વે દ્વારા ૧૮૮૦માં રસ્તાની બાજુમાં શરૂ કરાયેલો ટ્રામ માર્ગ હતો. આ માર્ગ 2 feet 6 inches (0.76 m) ગેજ સાથે બનાવવામાં આવ્યો હતો, પરંતુ ૧૯૦૫ અને ૧૯૩૦ની વચ્ચે તેનું રૂપાંતરણ મીટર ગેજમાં થયું હતું. ભારતમાં છેલ્લા વરાળ એન્જિન વડે ચાલતા આ માર્ગનું ૨૦૦૧માં બ્રોડગેજમાં રૂપાંતરણ થયું હતું.[]

મુખ્ય ટ્રેનો

ફેરફાર કરો

આ જંકશન રેલ્વે સ્ટેશન પર નીચેની ટ્રેનો બંને દિશામાં વિરામ લે છે:

  • ૨૨૯૫૫/૫૬ કચ્છ એક્સપ્રેસ
  • ૧૮૫૦૧/૦૨ વિશાખાપટ્ટનમ-ગાંધીધામ એક્સપ્રેસ
  • ૧૯૧૧૫/૧૬ સયાજીનગરી એક્સપ્રેસ
  • ૧૪૩૧૧/૧૨ આલા હઝરત એક્સપ્રેસ (અમદાવાદ થઈને)
  • ૧૬૩૩૫/૩૬ ગાંધીધામ – નાગરકોઇલ એક્સપ્રેસ
  • ૧૫૬૬૭/૬૮ કામખ્યા – ગાંધીધામ એક્સપ્રેસ
  • ૨૨૯૫૧/૫૨ બાન્દ્રા ટર્મિનસ – ગાંધીધામ સાપ્તાહિક સુપરફાસ્ટ એક્સપ્રેસ

માળિયા મિયાણા - મોરબી ડેમુ ટ્રેન અહીંથી શરૂ થાય છે.

  1. Maliya Miyana Junction(MALB)-Indian Rail Info
  2. "Maliya Miyana Junction Railway Station:Timetable". Cleartrip.
  3. "history of maliya miyana-wankaner section".