માહિષ્મતિ એ એક પ્રાચીન ભારતીય શહેર હતું. તે વર્તમાન મધ્ય પ્રદેશ રાજ્યમાં નર્મદા નદીના કિનારે સ્થિત હતું, જો કે તેના ચોક્કસ સ્થાન વિશે કોઈ માહિતી ઉપલબ્ધ નથી.[૧]

નકશો
નકશામાં ઉજ્જયની અને પ્રતિષ્ઠાનને જોડતા માર્ગ પર બે સંભવિત (તારાંકિત) સ્થળોની રૂપરેખા આપવામાં આવી છે, જે પ્રાચીન માહિષ્મતી હોવાની સંભાવના દર્શાવે છે.

આ શહેરનો ઉલ્લેખ કેટલાક પ્રાચિન હિંદુ ગ્રંથોમાં જોવા મળે છે, 'શ્રી હરીવંશ પુરાણ' તેમાં મુખ્ય છે. આ ગ્રંથોમાં વર્ણવ્યા મુજબ, આ નગર પર હૈહય વંશના શક્તિશાળી રાજા કાર્તવીર્ય અર્જુનનું રાજ હતું. પરમાર વંશના લેખો મુજબ ૧૩મી શતાબ્દી સુધી માહિષ્મતિ નગર અસ્તિત્વ ધરાવતું હતું.

સંદર્ભો ફેરફાર કરો

  1. James G. Lochtefeld (2002). The Illustrated Encyclopedia of Hinduism: A-M. The Rosen Publishing Group. પૃષ્ઠ 410. ISBN 978-0-8239-3179-8.