મીતીયાળા વન્યજીવન અભયારણ્ય
મીતીયાળા સિંહ અભયારણ્ય ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લામાં સાવરકુંડલા તાલુકાના મીતીયાળા ગામ પાસે આવેલ એક સંરક્ષિત વિસ્તાર છે, જે મીતીયાળા ઘાસીયા મેદાન (ગ્રાસલેન્ડ) તરીકે પણ ઓળખાય છે.
આ જંગલ ભારતને સ્વતંત્રતા મળી તે પહેલાં ભૂતપૂર્વ ભાવનગર રજવાડાનો એક ભાગ હતો. મીતીયાળા વન્યજીવન અભયારણ્ય ૧૮.૨૨ કિ. મી.2 જેટલો વિસ્તાર ધરાવે છે અને તેની સ્થિતિની પુષ્ટિ ૨૦૦૪માં નક્કી કરવામાં આવી હતી. આ અભયારણ્યમાં લગભગ ૧૧ થી ૧૨ સિંહ અને દીપડાઓ છે. ઉપરાંત ટપકાંવાળા હરણ (સ્પોટેડ ડીયર), શિયાળ (ઈન્ડીયન જેકલ), ઝરખ (સ્ટ્રાઈપ્ડ હાઈના), કીડીખાઉં (ઈન્ડીયન પેંગોલીન), ઘોરખોદીયું (હની બેજર), ચિંકારા, નીલગાય (બ્લુ બુલ) જેવા વન્ય પ્રાણીઓ આ અભયારણ્ય ખાતે જોવા મળે છે. આ ઉપરાંત આ અભ્યારણ્ય પક્ષીઓ માટે પણ વિખ્યાત છે અહીં પક્ષીઓમાં દૂધરાજ (પેરેડાઈઝ ફ્લાઈકેચર), નવરંગ (ઈન્ડીયન પીટ્ટા), પીળક (ગોલ્ડન ઓરીયલ), રેખાળી ચુગ્ગડ (સ્કોપ્સ આઉલ) તથા ઘણી પ્રજાતિના પંખીઓ જોવા મળે છે, ગીરના જંગલ સાથે કેટલીક જગ્યાએ સામાન્ય સરહદ હોવાથી ગીર અભયારણ્યના સિંહ વારંવાર આ વિસ્તારમાં અવરજવર કરતા હોય છે. આ અભયારણ્ય વિસ્તાર અને ગીર વચ્ચેનો વિસ્તાર બે વન્યજીવન આવાસને સાંકળનાર (કોરીડોર) તરીકેની સેવા આપે છે.[૧]
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "Mitiyala Wildlife Sanctuary". મૂળ માંથી 2010-12-12 પર સંગ્રહિત. મેળવેલ 2017-06-28.