મુઝફ્ફર વંશ
મુઝફ્ફર વંશના (English: Muzaffarid dynasty) સુલતાનોએ ગુજરાતમાં ૧૩૯૧ થી ૧૫૮૩ સુધી રાજ કર્યુ હતું. આ વંશનો સ્થાપક ઝફર ખાન મુઝફ્ફર (અનુક્રમે મુઝફ્ફર શાહ પહેલો), દિલ્હી સલ્તનતના તાબા હેઠળ અણહિલપુર પાટણ ખાતે ગુજરાત સુબાનો સુબેદાર હતો. ઝફરખાનના રાજપુત પિતાએ મુસ્લિમ ધર્મ અંગિકાર કરી વાજિહ-ઉલ-મુલ્ક નામ ધારણ કર્યુ હતું. દિલ્હીનો સુલતાન ફિરોઝશાહ સબંધે વાજિહ-ઉલ-મુલ્કનો બનેવી થતો. ૧૩૯૮માં તેમુર લંગ ના હુમલાથી દિલ્હી સલ્તનતની પકડ નબળી થતા ઝફર ખાને પોતાને ગુજરાતનો સ્વતંત્ર સુલતાન તરિકે પ્રસ્થાપિત કરી દીધો. તેના પુત્ર, અહમદશાહે અમદાવાદની સ્થાપના કરી તેને ગુજરાતની રાજધાની બનાવી. આ વંશે ગુજરાત પર લગભગ ૨૦૦ વર્ષ રાજ કર્યુ ત્યારબાદ તે મુઘલ સલ્તનતના તાબામાં આવી ગયું હતું. અહમદશાહના પ્રપૌત્ર મહમદ બેગડાના શાસનકાળમાં આ રાજ્ય સૌથી વધારે વિસ્તાર પામ્યો. પશ્ચિમમાં કચ્છ અને પુર્વમાં માંળવા સુધી આ રાજ્ય વિસ્તાર પામ્યુ હતું.
મુઝફ્ફર વંશના શાસનકાળ દરમિયાન અમદાવાદ ઘણું જ સમૃધ્ધ શહેર બન્યું. આ કાળમાં હિન્દુ, જૈન અને મુસ્લિમ સ્થાપ્ત્ય કળાનો અદભૂત સમન્વય જોવા મળે છે. કોતરણી વાળી જાળી, મીનારા અને છત્રીઓ જેવા ગુજરાતના આ સ્થાપત્યોની છાપ મુઘલ સ્થાપત્યમાં પણ જોવા મળે છે.
ગુજરાત સલ્તનતના સુલતાન
ફેરફાર કરોખિતાબ/નામ[૧] | વ્યકિગત નામ | શાસન કાળ | |
---|---|---|---|
શમ્સ-ઉદ-દીન મુઝફ્ફરશાહ પહેલો شمس الدین مظفر شاہ اول |
ઝફર ખાન | ૧૩૯૧-૧૪૦૩ (પ્રથમ શાસન) | |
નસિર-ઉદ-દીન મુહમ્મદશાહ પહેલો نصیر الدین محمد شاہ اول |
તાતર ખાન | ૧૪૦૩-૧૪૦૪ | |
શમ્સ-ઉદ-દીન મુઝફ્ફરશાહ પહેલો شمس الدین مظفر شاہ اول |
ઝફરખાન | ૧૪૦૪-૧૪૧૧ (બીજું શાસન) | |
નસિર-ઉદ-દીન અહમદશાહ ناصر الدین احمد شاہ اول |
અહમદખાન | ૧૪૧૧-૧૪૪૩ | |
મુઇઝ્ઝ-ઉદ-દીન મુહમ્મદશાહ બીજો المعز الدین محمد شاہ دوم |
કરીમખાન | ૧૪૪૩-૧૪૫૧ | |
કુત્બ-ઉદ-દીન અહમદશાહ બીજો قطب الدین احمد شاہ دوم |
જલાલખાન | ૧૪૫૧-૧૪૫૮ | |
દાઉદશાહ داود شاہ |
દાઉદખાન | ૧૪૫૮ | |
નસિર-ઉદ-દીન મહમુદશાહ પહેલો (મહમદ બેગડો) ناصر الدین محمود شاہ اول محمود بگڑا |
ફતેહખાન | ૧૪૫૮-૧૫૧૧ | |
શમ્સ-ઉદ-દીન મુઝફ્ફરશાહ બીજો شمس الدین مظفر شاہ دوم |
ખલિલખાન | ૧૫૧૧-૧૫૨૬ | |
સિકંદરશાહ سکندر شاہ |
સિકંદરખાન | ૧૫૨૬ | |
નસિર-ઉદ-દીન મહમુદશાહ બીજો ناصر الدین محمود شاہ دوم |
નસિરખાન | ૧૫૨૬ | |
કુત્બ-ઉદ-દીન બહાદુરશાહ قطب الدین بہادرشاہ |
બહાદુરખાન | ૧૫૨૬-૧૫૩૫ (પહેલું શાસન) | |
મુઘલ સલ્તનત (હુમાયુ) સાથે ગજગ્રાહ: ૧૫૩૫-૧૫૩૬ | |||
કુત્બ-ઉદ-દીન બહાદુરશાહ قطب الدین بہادرشاہ |
બહાદુરખાન | ૧૫૩૬-૧૫૩૭ (બીજું શાસન) | |
મીર મુહમ્મદશાહ ત્રીજો میران محمد شاہ تریہم |
ખાંદેશી મીર મુહમ્મદશાહ ફારુકી | ૧૫૩૭; ૬ અઠવાડિયાં | |
નસિર-ઉદ-દીન મહમુદશાહ ત્રીજો ناصر الدین محمود شاہ تریہم |
મહમુદ ખાન | ૧૫૩૭-૧૫૫૪ | |
ઘીયાસ-ઉદ-દીન અહમદશાહ ત્રીજો غیاث الدین احمد شاہ تریہم |
અહમદ ખાન | ૧૫૫૪-૧૫૬૧ | |
શમ્સ-ઉદ-દીન મુઝફ્ફરશાહ ત્રીજો شمس الدین مظفر شاہ تریہم |
હુબ્બૂ[૨] અથવા નન્નુ અથવા નથુ [૩](મુઘલ ઇતિહાસકાર પ્રમાણે ઢોંગી) | ૧૫૬૧-૧૫૭૩ | |
મુઘલ સલ્તનત (અકબર) સાથે ગજગ્રાહ: ૧૫૭૩-૧૫૮૩ | |||
શમ્સ-ઉદ-દીન મુઝફ્ફરશાહ ત્રીજો شمس الدین مظفر شاہ تریہم |
હુબ્બૂ અથવા નન્નુ અથવા નથુ | ૧૫૮૩ (પુનર્સ્થાપિત) | |
મુઘલ સલ્તનત |
સંદર્ભ
ફેરફાર કરો- ↑ The new Islamic dynasties: a chronological and genealogical manual New Edinburgh Islamic Surveys Series; Author:Clifford Edmund Bosworth ISBN 0-7486-2137-7, ISBN 978-0-7486-2137-8
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2018-07-14 પર સંગ્રહિત. મેળવેલ 2012-09-16.
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2016-03-05 પર સંગ્રહિત. મેળવેલ 2012-09-16.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- List of rulers of Gujarat સંગ્રહિત ૨૦૦૭-૦૬-૨૯ ના રોજ વેબેક મશિન