દિલ્હી સલ્તનત
સલ્તનત-એ-હિન્દ અથવા દિલ્હી સલ્તનત (ફારસી/ઉર્દુ: پادشاهی دهلی, પાદશાહી દહેલી) ૧૨૦૬–૧૫૨૬, ૩૨૦ વર્ષો સુધી ઉત્તર ભારતમાં સ્થાપાયેલ એક સલ્તનત અથવા ઇસ્લામી સામ્રાજ્ય હતું. આ સલ્તનતના શાસકો પાંચ રાજવંશોથી આવ્યા, ગુલામ વંશ (૧૨૦૬–૯૦), ખિલજી વંશ (૧૨૯૦–૧૩૨૦), તુઘલક વંશ (૧૩૨૦–૧૪૧૪), સૈયદ વંશ (૧૪૧૪–૫૧) તથા અફઘાન લોદી વંશ (૧૪૫૧–૧૫૨૬). દિલ્હી સલ્તનતનો મુખ્ય સ્થાપક મહંમદ ઘોરીનો ગુલામ કુતુબુદ્દીન ઐબક હતો.
દિલ્હી સલ્તનત | ||||||||||||
پادشاهی دهلی | ||||||||||||
| ||||||||||||
કેટેલાન એટલાસ પ્રમાણેનો દિલ્હી સલ્તનતનો ધ્વજ
| ||||||||||||
દિલ્હી સલ્તનત, વિવિધ વંશો હેઠળ.
| ||||||||||||
રાજધાની | દિલ્હી (૧૨૦૬–૧૨૧૦) બદાયૂં (૧૨૧૦–૧૨૧૪) દિલ્હી (૧૨૧૪–૧૩૨૭) દૌલતાબાદ (૧૩૨૭–૧૩૩૪) દિલ્હી (૧૩૩૪–૧૫૦૬) આગ્રા (૧૫૦૬–૧૫૨૬) | |||||||||||
ભાષાઓ | ફારસી (અધિકૃત),[૧] હિન્દાવી (૧૪૫૧થી)[૨] | |||||||||||
ધર્મ | સુન્ની ઇસ્લામ | |||||||||||
સત્તા | સલ્તનત | |||||||||||
સુલ્તાન | ||||||||||||
• | ૧૨૦૬-૧૨૧૦ | કુતુબુદ્દિન ઐબક (પ્રથમ) | ||||||||||
• | ૧૫૧૭-૧૫૨૬ | ઇબ્રાહિમ લોદી (છેલ્લો) | ||||||||||
ઐતિહાસિક યુગ | મધ્યકાલીન સમય | |||||||||||
• | સ્થાપના[૩] | ૧૨ જૂન ૧૨૦૬ | ||||||||||
• | અમરોહાનું યુદ્ધ | ૨૦ ડિસેમ્બર ૧૩૦૫ | ||||||||||
• | પાણીપતનું યુદ્ધ (૧૫૨૬) | ૨૧ એપ્રિલ ૧૫૨૬ | ||||||||||
| ||||||||||||
સાંપ્રત ભાગ | અફઘાનિસ્તાન બાંગ્લાદેશ ભારત પાકિસ્તાન |
૮મી સદીના મધ્યભાગમાં મહમદ બીન કાસીમ ભારત આવનાર પ્રથમ મુસ્લિમ શાસક ગણાય છે. ત્યારબાદ તુર્કમાથી અનેકપ્રજા ભારતની આર્થિક સંપતિ લૂટવાને ઇરાદે આવે છે. ૧૧મી સદીના મધ્યભાગમાં મહમદ ગઝનવીએ સોમનાથ પર ૧૭વાર આર્થિક લૂંટ કર્યાની દંતકથા મળે છે. તે સમયના ભારતનું વર્ણન ગઝની સાથે આવેલ પ્રવાસી અલડોબમુની એ ‘તહકીક – એ- હિંદ’ નામના ગ્રંથમાં કરેલ છે. ૧૨મી સદીના અંત ભાગમાં મહમંદ ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે તરાઈના યુધ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર થતા તે દિલ્હીનો છેલ્લો હિન્દુ રાજપુત શાસક ગણાય છે. ત્યારબાદ ભારતમાં મુસ્લિમ સતાનો પાયો નખાય છે.
મહમંદ ઘોરી તુર્કમાંથી અનેક ગુલામોને ભારતમાં લાવી પોતાની શક્તિ મજબુત કરે છે. ઇ.સ. ૧૨૦૬માં ઘોરીનું અવસાન થતાં તુર્કમાથી આવેલ ગુલામ કુતુબુદીન એબકથી દિલ્હી સલ્તનતનો પાયો નખાય છે. દિલ્હી સલ્તનત એટલે દિલ્હીને પોતાની રાજધાની બનાવી તેના પર શાસન કરવાવાળા પદાધિકારી.[૪]
૧૫૨૬માં મુઘલ સામ્રાજ્યના પ્રથમ શાસક બાબર દ્વારા દિલ્હી સલ્તનતનો અંત થયો.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Arabic and Persian Epigraphical Studies - Archaeological Survey of India". Asi.nic.in. મૂળ માંથી 2019-01-10 પર સંગ્રહિત. મેળવેલ 2016-08-30.
- ↑ Alam, Muzaffar (૧૯૯૮). "The pursuit of Persian: Language in Mughal Politics". Modern Asian Studies. Cambridge University Press. ૩૨ (૨): ૩૧૭–૩૪૯. doi:10.1017/s0026749x98002947.
Hindavi was recognized as a semi-official language by the Sor Sultans (1540-55) and their chancellery rescripts bore transcriptions in the Devanagari script of the Persian contents. The practice is said to have been introduced by the Lodis (1451-1526).
- ↑ Jackson, Peter (૧૬ ઓક્ટોબર ૨૦૦૩). The Delhi Sultanate: A Political and Military History. Cambridge University Press. પૃષ્ઠ ૨૮. ISBN 978-0-521-54329-3.
- ↑ "ભારતનો મધ્યકાલીન ઇતિહાસ (ભાગ-૧)". Happyaio. 2018-05-22. મેળવેલ 2018-10-15.[હંમેશ માટે મૃત કડી]
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |